આપણે વધુ પડતુ વજન ઘટાડવા માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે. જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે તો ખાવા પીવામાં પૌષ્ટિક તત્વોના અભાવે શરીર નબળું પડશે અને રોગોનું જોખમ વધી જશે. નીચે આપેલા ઉપાયો કરવાથી આપનો વજન ઘટી શકે છે.
સલાડ ખાઓ
રોજ જ્યારે પણ ભોજન કરો તો પૂરતા પ્રમાણમાં સલાડ પણ ખાઓ. જો તમને ભૂલ લાગે તો સ્નેક્સની જગ્યાએ સલાડ જેમ કે ગાજર, કાકડી, ચણા વગેરેનું સેવન કરો. ભોજન કર્યા બાદ 15 મિનિટ ટહેલવાની આદત રાખો. બપોરનું ભોજન હોય કે રાતનું પણ ખાધા બાદ 15 મિનિટ જરૂર ચાલો. ઘર કે ઓફિસની આસપાસ કોઈ પાર્ક હોય તો ત્યાં જાઓ નહીં તો કોઈ પણ જગ્યાએ જઈને ચાલો. ભોજન કર્યા બાદ તરત સૂવાનું, કે બેસીને કામ કરતા રહેવાથી વજન વધે છે, પેટ બહાર આવે છે. તમારે તમારા નિયમિત આહાર મા નિત્યપણે પૂરતા પ્રમાણ મા સલાડ નો ઉપયોગ કરવો. જયારે પણ ભૂખ લાગે ત્યારે વેફર ની જગ્યાએ સલાડ જેવા કે ગાજર, કાકડી, ફ્ગાવેલા મગ, ચણા નું સેવન કરવું જોઈએ.
નારિયેળ પાણી
દરરોજ સવારે નારિયેળ પાણી પીવાથી આખો દીવસ શરીરમાં તાકાત રહે છે અને તેનાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો. જો તમે વધતા વજનથી પરેશાન હોવ તો નારિયેળ પાણી તમારા માટે બેસ્ટ છે. પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે વજન ઓછું કરવા માટે બહુ ફાયદાકારક છે. તેનાથી તમને આખો દિવસ ભુખ ઓછી લાગે છે અને ઓવરઈટિંગથી પણ બચી શકો છો, જેનાથી તમારું વજન કન્ટ્રોલમાં રહે છે. નારિયેળ પાણીમાં ચરબી ઓછી હોય છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો સવાર-સવારમાં વર્કઆઉટ પછી, બપોરના ભોજનમાં અને સાંજના સમયમાં પણ તેનું સેવન કરવું, વજન ઘટવાની સાથે સાથે નારિયેળ પાણીનું સેવન થાઇરોઇડ હોર્મોન્સના સંતુલિત રાખે છે. એટલાં માટે સવારે નારિયેળ પાણીનું સેવન જરૂરથી કરવું. તેમજ કિડનીને સ્વસ્થ રાખવા માટે નારિયેળ પાણી ફાયદાકારક હોય છે. તે યૂરીનરી ટ્રેકને સાફ કરે છે અને કિડનીમાં સ્ટોનની સમસ્યા ક્યારેય નથી થતી. ગરમીમાં નારિયેળ પાણીનું સેવન તમને ડિહાઈડ્રેશનથી પણ બચાવે છે. તે સિવાય ત્વચાને પોષણ આપવા માટે નારિયેળ પાણી પીવું એકદમ ફાયદાકારક છે. તેનાથી ત્વચા એકદમ કોમળ રહે છે. નારિયેળ પાણી એક સમતોલ પીણું ગણાતું હોવાથી તેમાં ચરબીનું પ્રમાણ ઓછું છે. વધુ પડતું ખા-ખા કરવાથી ચરબી વૃદ્ધિ થાય છે. આ પાણી પીવાથી પેટ-ધરાઈ ગયું છે એવી લાગણી ઉદ્દભવે છે અને તે ઓછું-ખાવાની લાગણી જન્માવે છે, ઊનાળાની ગરમીમાં જ્યારે વધુ ગરમી લાગે ત્યારે હોટેલના પીણાં પીવાને બદલે કુદરતી અને તંદુરસ્તી બક્ષે તેવું નારિયેળ પાણી નામનું પીણું સર્વોત્તમ વિકલ્પ છે, તે તમારી માત્ર તરસ જ છીપાવતું નથી, બલકે, તમને તંદુરસ્ત રાખવામાં પણ મદદ કરે છે.
રોજ 3-4 લીટર પાણી પીઓ
વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી (3-4 લીટર) પીવાનો નિયમ લો. આટલું પાણી પીવો તો શરીરનું મેટાબોલિઝમ સારું થાય છે અને ખાવાનું સારી રીતે પચે છે.
જંક ફૂડ ન ખાઓ
જો તમે ખરેખર વજન ઉતારવા માંગતા જ હોવ તો તમારે જંકફૂડ અને બહારના ખાવાનાથી બચવું પડશે. કેટલાક લોકો સ્વાદના ચક્કરમાં બહારના ભોજનનું સેવન કર્યા કરે છે. લોકો સ્થૂળતા ઘટાડવા માટે ભૂખ્યા રહેવાનું વિચારે છે,પરંતુ તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.તમારી ખાવાની ટેવ બદલવી અને સુધારવી એ વજન ઘટાડવાનો એકમાત્ર કાયમી રસ્તો છે.જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો તમારી જીભ પર લગામ લગાવવી મહત્વપૂર્ણ છે.તમારે તમારી જીભને કાબૂમાં રાખવી જ જોઇએ.તમારે તમારા આહાર ચાર્ટમાંથી સ્વાસ્થ્યપ્રદ ખોરાકને દૂર કરવો જોઈએ અને કેટલીક વસ્તુઓ શામેલ હોવી જોઈએ જે સ્વાદિષ્ટ નહીં પણ પૌષ્ટિક હોઈ શકે.
સવારે ઊઠીને ગરમ પાણી પીવો
સવારે ઉઠીને ખાલી પેટે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને મેટાબોલિઝમ સારું થાય છે. આ સિવાય થોડું ગરમ પાણી પીવાથી કબજિયાત પણ દૂર થાય છે.ગરમ પાણીથી નહાવાથી થાક મટે છે. અને ત્વચા નિખરે છે.ગરમ પાણી વાપરતા વજન ઓછું થાય છે અને સાથે-સાથે
રક્ત પરિભ્રમણ પણ સંતુલિત થાય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરી પીવાથી રોગ પ્રતિકાર વધે છે ,તેમજ વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.કિડનીની યોગ્ય દેખરેખ માટે દિવસમાં
2 વાર સવારે -સાંજે. નવાયું પાણી પીવું જોઇએ.જેથી શરીર હાજર ગંદગી દૂર થાય અને શરીર સાફ રહે છે.
રોજેરોજ થોડી એક્સસાઈઝ જરૂર કરો
વજન ઓછુ કરવા અને બોડીને ફીટ રાખવા માટે નિયમિત વ્યાયામ ખુબ ફાયદાકારક સાબિત થશે. એક્સસાઈઝથી તમારા સ્નાયુઓ પર ભાર આવે છે અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે. અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો. જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.
યોગાસન જરૂરી છે
કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ. મધ છે ફાયદાકારક – મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.
ગ્રીન ટી પણ મદદ કરશે
તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે. ગ્રીન ટીનું સેવન કરવાથી આપણાં શરીરમાં ભૂખ ઓછી થાય છે. ગ્રીન ટીનું સેવન ભૂખના સ્તરને ઘટાડવામાં મદદ કરી શકે છે. એક વૈજ્ઞાનિક સંશોધન મુજબ, ગ્રીન ટીમાં હાજર કેટેચિન અને ફાઇબર બંને ભૂખને ઘટાડવામાં મદદ કરી શકે છે. તંદુરસ્ત રહેવા અને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી દૂર રહેવા માટે નિયમિત શારીરિક કસરત કરવી ફાયદાકારક માનવામાં આવે છે. આવા સમયે, કેટલાક લોકો થોડા સમયમાં થાકી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે, એક કપ ગ્રીન ટી ફાયદાકારક થઈ શકે છે. એક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે ગ્રીન ટી એ સ્નાયુઓની કામગીરી કરવાની ક્ષમતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. થોડા દિવસ સુધી લગભગ 500 મિલિગ્રામ ગ્રીન ટી નું સેવન કરવાથી કસરત, રમતગમતની કામગીરી અને સ્નાયુઓની કામગીરીમાં સુધારો થાય છે .