ભારત દેશમાં ઘણી આયુર્વેદિક દેશી દવાઓની શોધ કરવામાં આવી છે. પ્રાચીન ઋષિમુનિયોના સમયથી આયુર્વેદને આપણા દેશમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આજે પણ વિદેશીઓ ભારતમાં આવીને આવી ઘણી આયુર્વેદિક દવાઓની શોધ કરે છે અને તેનો ઉપયોગ કરી અને લાંબા સમય સુધી તંદુરસ્ત પણ રહેતા હોય છે.
સીતાફળ ખાવાનું મોટાભાગના લોકોને પસંદ હોય છે. સીતાફળની બનેલી વાનગીઓ પણ આપણે પસંદ કરતા હોઈએ છીએ જેમ કે સીતાફળ આઈસ્ક્રીમ, બાસુંદી વગેરે. પણ મોટાભાગે આપણે સીતાફળ ખાઈને તેના જે કાળા રંગના બીજ આવે તેને ફેંકી દેતા હોઈએ છીએ. તો કેટલીકવાર તેનો આપણે બીજ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. કારણ કે આપણને સીતાફળના એ બીજના ફાયદાઓ વિષે સાંજ નથી.
ઠંડી ની મૌસમ શરૂ થઈ ને સીતાફળ ની સીઝન શરૂ થઈ જાય. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી છે. પરંતુ , સીતાફળ ખાઈ ને આપણે તેના બી ગમે ત્યા નાખી દઈએ છીએ. આ સીતાફળ ના બી પણ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તેના વિશે માહિતી મેળવીએ.
સીતાફળ ના બી ને ક્રશ કરી તેનો જીણૉ ભૂક્કો કરી લો. આ ભૂક્કા ને કાચ અથવા પ્લાસ્ટીક ના પાત્ર મા ભરી ને રાખી દો. જો તમારા ઘર મા જંતુઓ નો ત્રાસ વધી જતો હોય તો આ ભૂક્કા ને તે જગ્યા પર ભભરાવી દો. જેથી , આ જંતુઓ નો ત્રાસ ઘટી જાય છે.
પરંતુ આજે અમે તમને સીતાફળ બીજના એ ચમત્કારિક ફાયદાઓ વિષે જણાવીશું. જે વાંચ્યા બાદ તમે એ બીજને ફેંકવાને બદલે ઉપયોગમાં લેવાનું શરૂ કરશો. આ બીજ ઘણી જ મોટી બીમારીઓ સામે રક્ષણ આપે છે. બજારમાં જે બીમારીની દવા મોટી રકમ ખર્ચીને મળી શકે છે એ બીમારી તમે સાવ મફતમાં જ સીતાફળના બીજથી જ મટાડી શકો છો.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
સીતાફળના બીજ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેની અંદર વિટામિન સી મળી આવે છે જે રોગો સામે લડવામાં પણ રક્ષણ આપે છે તેના કારણે જ આ બીજનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ કરવામાં આવે છે. તેનાથી શરીરની ઉર્જા પણ જળવાઈ રહે છે.
કેન્સર અને ડાયાબિટીઝ
એક સંશોધનમાં સામે આવ્યું છે સીતાફળના બીજ કેન્સર અને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીઓમાં પણ રક્ષણ આપે છે. તેને નિયંત્રણ કરવામાં પણ સીતાફળના બીજ ખુબ જ ઉપયોગી બને છે. આ બીજ મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામ નું પોષકતત્વ તમારા શરીર માં પાણી ની માત્રા ને સંતુલિત રાખે છે. આ સિવાય સીતાફળ ના બીજ ના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે તથા તથા સુગર ની માત્રા પણ નિયંત્રણ માં રહે છે જેથી તમે ડાયાબીટીસ જેવી બીમારી થી દુર રહો.
લોહીની ઉણપ દૂર કરે છે
સીતાફળના બીજની અંદર વિટામિન બી પણ રહેલું છે જે શરીરમાં લોહીની ઉણપને દૂર કરે છે અને એનેમિયાથી પણ બચાવે છે.
આંખો માટે છે લાભદાયક
સીતાફળના બીજમાં વિટામિન સી અને વિટામિન એ પણ રહેલા છે જે આંખો માટે ખુબ જ ફાયદાકારક છે. જે તમારી આંખોનું તેજ વધારવામાં ખુબજ મદદગાર બને છે.
પાચનશક્તિ વધારે છે
સીતાફળના બીજમાં તાંબું અને ફાયબર ભરપૂર માત્રામાં રહેલું છે જે તમારી પાચન ક્ષમતાને વધારવામાં ખુબ જ મદદગાર રહે છે. ફાયબર તમારા મળને નરમ કરે છે જેના કારણે તમને કબ્જની સમસ્યમાં પણ રાહત મળે છે.
હૃદયને રાખે છે સ્વસ્થ
સીતાફળના બીજની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ પણ રહેલા છે જે બ્લડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે જેના કારણે હૃદય પણ સ્વસ્થ રહે છે.
થાક દૂર કરે છે
આ એક એવું ફળ છે જે તમારા થાકને તરત જ દૂર કરે છે. સીતાફળના બીજ પણ તમારા થાકને દૂર કરવામાં મદદગાર બને છે. તેના બીજથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને થાક તેમજ માનસિક તાણ પણ દૂર થાય છે.
આ ઉપરાંત જો વાળ મા જુ ની તકલીફ હોય તો માથા મા નાખવા મા આવતા ઓઈલ મા સીતાફળ ના બી નો ભૂક્કો નાખી ઉકાળી લો. આ ઓઈલ ટાઢુ પડે એટલે એક બોટલ મા ગાળી ને ભરી દો. હવે આ તેલ ને રાત્રી ના સમયે સુવા પહેલા માથા મા લગાવી રૂમાલ બાંધી ને સુઈ જાવ. સવારે ઊઠતા જોશો તો રૂમાલ ના કપડા સાથે જુ ચોટી જશે ત્યારબાદ માથુ શેમ્પુ થી સાફ કરી લેવુ. જેથી વાળ એકદમ મુલાયમ બની જાય.
સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામીન સી તમારા શરીર માં કોઈપણ પ્રકાર ની બીમારી ને પ્રવેશવા દેતા નથી તથા તમારા શરીર ને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. આ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ વિટામીન બી તમારા શરીર માં રકત ની ઉણપ સર્જાવા દેતું નથી તથા રકત ની ઉણપ દ્વારા થતાં રોગો સામે રક્ષણ આપે છે.
આ ઉપરાંત વિશાળ દવા બનાવતી ફાર્મા કંપનીઓ પણ આ ભૂક્કા નો દવા બનાવવા ઉપયોગ કરે છે. ખેતર મા પાક મા થતી જીવાતો ને દુર રાખવા માટે દવા મા પણ આ બી ના ભૂક્કા નો વપરાશ કરી શકાય. લીંબુડા અને સીતાફળ ના બી નો ભૂક્કો કરી જે પેસ્ટ તૈયાર કરવા મા આવે તે પાક મા રહેલ બધા જ નુકસાનકારક જંતુઓ નો નાશ કરે છે તથા પાક ને કોઈપણ જાત નુ નુકસાન થતુ નથી.
સીતાફળ ના બીજ મા મિથાઈલ તથા ફેટી એસિડ નુ પ્રમાણ ખુબ જ વધુ હોવા થી ગેસ નુ નિર્માણ કરી શકાય છે. જર્મની મા આ બિજ ની મદદ થી આખો વિશાળ બાયોગેસ પ્લાન્ટ ઊભો કરવા મા આવ્યો છે. આમ સીતાફળ એ આવડા મોટા ગુણો ધરાવે છે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ.