હનુમાનજી ની પૂજા દરમિયાન ભૂલથી પણ ન કરવી આ ભૂલો, નહિ તો થઇ શકે છે અશુભ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હનુમાનજી ની પૂજા કરવાથી બધા દુખો નો નાશ થાય છે અને હનુમાનજી પોતાના ભકતો ની હમેશા રક્ષા કરે છે. મંગળવારનો દિવસ હનુમાનજી નો હોય છે અને આ દિવસે હનુમાનજી ની પૂજા કરવી જોઇએ. એવુ માનવામાં આવે છે કે હનુમાનજી કળયુગ ના અંત સુધી દુનિયા ની રક્ષા કરવાના છે. હનુમાનજી ની પૂજા કરતી વખતે બધી જ વસ્તનું ધ્યાન રખાવું જોઈએ. કારણ કે ખોટી રીતે હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા કરવાનું કોઈ ફળ મળતું નથી. એટલા માટે હનુમાનજી ની પૂજા કરતી વખતે આપડે ઘણી બધી સાવધાની રાખવી અને નીચે બતાવ્યા પ્રમાણે આ સમયે હનુમાનજી ની પૂજા ના કરવી. હનુમાનજી બળ-બુદ્ધિ અને કૌશલ્યના દાતા છે. હનુમાનજીની સાચા દિલથી પૂજા કરવી જોઇએ. તેનાથી લાભ થાય છે. મંગળવાર અને શનિવારે આ પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે. તો ચાલો જાણી લઈએ હનુમાનજીની પૂજા દરમિયાન કઈ ભૂલો કરવાથી અશુભ થાય છે.

સિંદૂર ચઢાવવાની યોગ્ય રીત

બધાને ખબર છે હનુમાનજીને સિંદૂર ચઢાવવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સિંદૂર ચઢાવવાની સાચી રીત નથી ખબર હોતી તો તમને જણાવી દઇએ કે હનુમાન દાદાને ક્યારેય સૂકું સિંદૂર ચઢાવવું ના જોઇએ, કાળા તલના તેલમાં ભેળવીને જ હનુમાન દાદાને સિંદૂર ચઢાવવું એ યોગ્ય રીત છે, સૂકે સિંદૂર ચઢાવવાથી દાદા પ્રસન્ન નથી થતા.

ખરાબ કપડા પહેરીને પૂજા ન કરવી

હનુમાનજી ની પૂજા કરતી વખતે સારા કપડા પહેરવા જોઈએ. શાસ્ત્રો પ્રમાણે ખરાબ કપડા પહેરીને હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. એટલા માટે તમારે હનુમાનજી ની પૂજા કરતી વખતે સાફ કપડા પહેરવા જોઈએ.

સ્નાન કર્યા વગર પૂજા ન કરવી

દેવી-દેવતા ની પૂજા હમેશા સ્નાન કરીને કરવી જોઈએ. એટલે હનુમાનજી ની પૂજા સ્નાન કરીને કરવી જોઈએ. સ્નાન કર્યા વગર હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. શાસ્ત્રો માં કહ્યું છે કે દેવતાઓ ની પૂજા કરતા પહેલા સ્નાન કરવું ફરજિયાત છે. હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનો ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેની પૂજા કરતા સમયે તન મન પૂરી રીતે સાફ કરી લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન ઘરે તેની પૂજા કરવી. નહી તો હનુમાનજી ક્રોધિત થઈ ભયંકર પરિણામ માટે સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.

બાળક થવા પર

પરિવાર માં જયારે બાળક નો જન્મ થાય એ દિવસે પૂજા ન કરવી જોઈએ. શસ્ત્રો ના અનુસાર બાળક ના જન્મ ના ૧૦ દિવસ સુધી હનુમાનજી ની અને દેવી દેવતઓ ની પૂજા ન કરવી જોઈએ અને આ ૧૦ દિવસ ના સમય ને સૂતક કહેવામાં આવે છે.

બપોર નો સમય

હનુમાનજી ની પૂજા બપોર ના સમયે ન કરવી જોઈએ. હનુમાનજી ની પૂજા કરવા માટે સવાર અને સાંજ ના સમયે જ કરવી જોઈએ. ગ્રંથો અનુસાર સાંજ ના ૭ વાગ્યાનો સમય હનુમાન ની પૂજા માટે શુભ હોય છે.

ગ્રહણ ના સમયે

ગ્રહણ ના સમયે હનુમાન જી ની અને કોઈ દેવતા ની પૂજા ન કરવી જોઈએ. ચંદ્ર અને સૂર્ય ગ્રહણ ના સમયે પૂજા કરવાથી પૂજા નું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર ગ્રહણ દરમીયાન પૂજા કરવી શુભ નથી અને આ સમયે ભગવાન ની મૂર્તિ ને ઢાંકીને રાખવી જોઈએ.

શાંતિપ્રિય હનુમાન

જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાનને એવી પૂજાથી પ્રસન્નતા નહી હોય અને તેનો ફળ નહી મળે. હનુમાનજી ની પૂજામાં ચરણામૃતમો પ્રયોગ નહી હોય છે. સાથે ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.

સ્ત્રી એ હનુમાનજીના પૂજન અને સ્પર્શ ન કરવું

રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહે છે. તેથી માતા સ્વરૂપ મહિલાથી પૂજા ન કરાવવું અને તેનો સ્પર્શ કરવું એ પસંદ નહી કરતા. પછી જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેણે સ્પર્શ ન કરે. તેને ચાંદલો ન કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.

આ રીતે કરવી હનુમાનજી ની પૂજા

મંગળવારના દિવસે હનુમાનજી ને લાલ રંગનું કપડું ચડાવવું અને એ કપડું ચડાવીને પછી હનુમાન ચાલીસા બોલવી. જીવનમાં કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજી ને સિંદૂર ચડાવવું. સિંદૂર ચડાવવાથી હનુમાનજી તમારા પર રહેલા સંકટ ને દૂર કરી નાખે છે. હનુમાનજી ની પૂજા કરવાથી શનિદેવ ના પ્રકોપથી પણ બચી શકાય છે. બસ શનિવાર ના દિવસે હનુમાનજી ની સામે સાંજના સમયે દીવો કરી દેવો અને કાળી રંગની કોઈ પણ વસ્તુ નું દાન કરવું. ખરાબ સપના આવવા પર હનુમાનજી ને ચડાવવામાં આવેલ સિંદૂર તમારા ઘરે લઇ આવવું અને આ સિંદૂર ને કોઈ ડબ્બા માં નાખીને પથારી નીચે રાખી દેવું. એવું કરવાથી તમને ખરાબ સપના આવવાનું બંધ થઇ જશે. તમારી આસપાસ નકારાત્મક ઊર્જા મહેસુસ થવા પર હનુમાનજી ના નામનો જાપ કરવ્પ. હનુમાનજી ની તસ્વીર અથવા મૂર્તિ ને ઘરમાં પણ રાખવામાં આવે છે. હનુમાનજી ની કઈ તસ્વીરને ઘરમાં રાખવી જોઈએ અને કઈ તસ્વીરને ન રાખવી જોઈએ, એ વાતની જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.

હનુમાનજીને ગમતા ફૂલ

કોઇપણ ભગવાનની પૂજા કરવા માટે આપણે અલગ અલગ ફૂલ પણ ચડાવતાં હોઇએ છીએ, તેમ જ હનુમાન દાદાને પ્રસન્ન કરવા માટે તમે કમળ, હાજરી અને સૂર્યમુખીના ફૂલ ચઢાવી શકો છો.

પ્રસાદ ચઢાવવાની રીત

મંદિરમાં આપણે હંમેશા પ્રસાદ ચાહળવીએ છીએ તેમ જ દાદાને પણ સવારે અને સાંજે બંને સમયે અલગ અલગ પ્રસાડ ચઢાવવા જોઇએ. ગોળ અને નારિયેળના ગોળા અને લાડવાનપ્રસાદ સવારે ચઢાવવો જોઇએ તેમજ ગોળ, ઘી, અને ઘઉંની રોટલી તેમજ ચુરમુ અને મોટી રોટલી પણ બપોરના સમયે પ્રસાદમાં ચલાવી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top