કુંભી વૃક્ષના ફળોને વાકુંભા કહે છે. તે લગભગ એકથી દોઢ ઇંચ જેટલા લાંબા થાય છે. તે ઘેરા ભૂરા હોય છે. તે લવિંગને મળતાં આવે છે. અણીદાર ફૂલ જેવું દેખાય છે. તેની વચ્ચોવચ્ચ પ્યાલા જેવો ભાગ જોવામાં આવે છે. વાયુંભાનો ઉપયોગ વૈદ્યો કરે છે પણ એનો ઘરગથ્થુ ઉપયોગ કરી શકાય.
પ્રાચીન વૈદકમાં કટભી નામથી જે વર્ણન આવે છે તે આજ વાયુંભા છે એમ કેટલાક લોકો માને છે. એનાં પાન કુવાડીઆનાં પાન જેવાં થાય છે. વાયુંભા ગુણમાં ઉષ્ણ, વાતહર, શોધક, કટુ તથા તૂરું હોય છે. તે ત્રણ, પ્રમેહ, કૃમિ, કફ, ત્રિદોષ તથા માથાનાં દરદ મટાડે છે. એનાથી વાયુનો નાશ થાય છે. તેના રસને ભારે તેમજ બળકટ અને વાયુનાશક જણાવાય છે. તો ચાલો હવે આપણે જાણીએ વાયુંભાથી આપણાં શરીને થતાં ફાયદાઓ વિશે.
નાનાં બાળકોને વાયુ થયો હોય ત્યારે તે મટાડવા વાયુંભાનો ઉપયોગ થાય છે. જીવડા થયાં હોય તે દૂર કરવા પણ એ વપરાય છે. તેનાથી શૂળ, આફરો વગેરે પણ મટે છે. નાનાં બાળકોને કૃમિ વિકાર હોય ત્યારે વાવડીંગ સાથે આપવાથી કૃમિ મટે છે. તેનાથી જીવડાંનો નાશ થાય છે. પેટમાં થતો દુઃખાવો વગેરે પણ મટે છે. એનાથી બાળકની પાચનશક્તિ વધુ પ્રબળ બને છે.
વાકુંભા ખાંધેલું બરાબર પચી જાય છે. એનાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ઉપરસ તથા શરદીમાં અપાય છે. એની છાલ પણ શરદી થઈ હોય ત્યારે છાતી ઉપર ચોળવાથી ફાયદો કરે છે. ઘણા લોકો એનું તેલ કાઢીને પણ ઉપયોગમાં લે છે. વાકુંભા સહેજ લેવાથી પણ પેટનો દુઃખાવો, આફરો તથા અજીર્ણ મટે છે.
વાકુંભા નાં ને કફ તેમ જ ધાતને વધારનાર હોવાનું જણાવ્યું છે. તેની છાલમાં ગ્રાહી ગુણ છે. સુવાવડી સ્ત્રીને સુવાવડ પછી વાયુંભા અને બીજી કેટલીક દવાઓ ઉમેરી આપવાથી તેને સંકોચ બરાબર થાય છે. વાયુભા યોનિના વાયુને દૂર કરી કમરને મજબૂત બનાવે છે. એનું ચૂર્ણ બનાવીને લેવાથી તે પેટની તકલીફ સુધારે છે.
બાળકો માટે બનાવાતી બાળાગોળી તથા બીજી બાલ દવામાં વાકુંભા વપરાય છે. બાળકો માટે તથા સ્ત્રીઓ માટે વાકુંભા મુખ્ય દવા છે. એનાં પાન વાટી લગાડવાથી ખરજ, દરાજ કે ચાંદુ કે ઘા પડ્યો હોય તો તે મટે છે. કટભીરજ, વાયુભા, વાવડિંગ, ઈન્દ્રજવ, અતિવિષ, સંચળ, સુવા, સમાન ભાગે લઈ તેનું વજ્રગાળ ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ સહેજ લેવાથી પેટમાં થતો દુઃખાવો, આફરો અને અજીર્ણ મટે છે.
વાકુંભા , સફેદ વજ, લવિંગ, અજમોદ, અતિવિષ, કડાછાલ, મોથ, લીંડીપીપર, સફેદ મરી, પીપરી મૂળ, વગેરે દરેક ચીજો અઢી અઢી ગ્રામ લઈ તેને વાટીને નાના દાણા જેવડી ગોળી બનાવી શકાય. આ રીતે બનાવાયેલી ગોળી એક બે બાળકોને આપવાથી ઝાડો, પેટનો ફુલાવો, પેટનાં જીવડાં, ઊલટી, ધેન તથાર દાંત આવતી વખતે થતી પીડા વગેરે મટે છે.
કમરના દુખાવાના ઈલાજ તરીકે પણ વાયુંભાઉપયોગી છે. આ સમસ્યા સાથે સ્ત્રીઓમાં સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું બરાબર પાચન ન થવું વગેરે સમસ્યા રહે છે. અને આ સમસ્યાને લીધે જ કમરનો દુખાવો મોટાભાગે થતો હોય છે. આ કમરનો દુખાવો દુખાવો મટાડવા માટે વાયુંભા અને સુંઠનો ઉપયોગ કરીને ઉકાળો બનાવી સેવન કરવાથી દુખાવો મટે છે.
વાકુંભા , પીપરીમૂળ, સાજીખાર, જવખાર, સૂંઠ, કાળા મરી, લીંડીપીપર, અજમોદ અને હિંગ એ દરેક ૨૦ ગ્રામ,ચિત્રક, દસ ગ્રામ કાકડાશિંગી ૩૦ ગ્રામ, મોથ- ૪૦ ગ્રામ તથા અતિવિષ ૨૦ ગ્રામ લઈ મધ અને સાકર જરૂરિયાત મુજબનું લઈ ચાસણી કરવી. આ પાક ખાવાથી અપચો મટે છે. આફરો દૂર થાય છે તથા જીર્ણ ઝાડાનો રોગ મટાડવા માટે વપરાય છે.
વાકુંભા ચરબી-મેદનો નાશ કરનાર ઔષધ છે. જેમને શરીરમાં ચરબી વધારે હોય તેમણે વાકુંભા, હિંગ, સંચળ, જીરું, ચિત્રક, સૂંઠ, મરી અને પીપર આ બધાં ઔષધ સરખા ભાગે લઈ, ખાંડીને ચૂર્ણ કરી લેવું. રોજ અડધી ચમચી જેટલું આ ચૂર્ણ જવનાં પાણીમાં મેળવી, તેમાં થોડું દહીંનું પાણી મેળવીને પીવાથી ચરબી ઓગળીને વજન ઘટે છે.