ફૂકડવેલ એક ઘરગથ્થુ ઔષધ છે. કુકડવેલના ફળનો આકાર કંકોડા જેવો હોય છે અને દેખાવમાં ફણસ જેવું દેખાય છે, તેના ઉપર કાંટા હોય છે અને તેમાં બી કળથી જેવાં ચપટાં હોય છે. આમ તો આ કુકડવેલ સંજીવની ગણી શકાય કારણ કે આ કુકડવેલથી અનેક રોગોમાં ચમત્કારીક પરીણામ મળે છે,
જેમે કે હાઇ ફીવર, હરસ-મસા, દાદર-ખરજવામાં, કરમીયા, દમ-અસ્થમામાં, ટી.બી.માં, લીવર અને બરોળના રોગોમાં કામ આવે છે. તો ચાલો હવે આપણે જાણીએ ફૂકડવેલથી મળતા લાભો વિશે.
કૂકડવેલનાં ફૂલ ત્રણ ગ્રામ લઈ તે 100 ગ્રામ પાણીમાં સારી રીતે ભીંજવવા. બરાબર ભીંજાય પછી તેને સરખી રીતે મસળી તેનું પાણી ગાળી લેવું અને ટીપું ટીપું તે પાણી પાંચ પાંચ મિનિટે પીવું જોઈએ. થોડી જ વારમાં જેર ઓછું થાય છે અને માણસ સારો થાય છે, સોમલના જેર સિવાય દરેક જેરમાં આ પ્રમાણે ઉપયોગ કરી શકાય છે. કમળાના રોગમા ૫ કૂકડવેલના ફલનું ચૂર્ણ સુંઘવાથી, નાકમાંથી એસરખા પીળા પાણી વહેવા માંડે છે અને કમળો મટે છે.
કુકડવેલનાં ફળ ખૂબ જીણા વાટી તેનો હરસ ઉપર લેપ કરવાથી દર્દીને રાહત મળે છે. ગંડમાળા કે કંઠમાળામાં કૂકડવેલનાં ફળો અને અરીઠાના ફળને ભેગા કરી પાણીમાં જીણા વાટી ગાંઠો ઉપર ચોપડવાથી ગાંઠો બેસી જાય છે. કૂકડવેલનાં ફળનું ચૂર્ણ માથું દુઃખે ત્યારે સૂંઘવાથી માથું હલકું પડે છે. હરસ કુકડવેલ લાગવાથી બેસે છે.
કૂકડવેલને મોઢેથી લેવાથી ઊલટી, ઓકારી થાય છે તેથી બધા પ્રકારનાં જેર બહાર નીકળી જાય છે. સાપ કરડ્યો હોય કે બીજા કોઈ પણ જેર પેટમાં ગયાં હોય તો તેને કૂકડવેલ મોઢેથી અપાય છે. મોઢેથી લેવાથી ઊલટી થાય અને પેટમાં ગયેલું જેર પેટમાંથી અને ઝાડા વાટે નીકળી જાય.આમ કુકકડવેલનો ઉપયોગ કોઈપણ પ્રકારના જેરને દૂર કરવા માટે થાય છે.
કૂકડવેલના ફલનું ચૂર્ણ બે ગ્રામ લઈ ૧૦ ગ્રામ પાણીમાં આખી રાત રાખી સવારે પીવું જોઈએ, એટલે તાવ ઓછો થશે, ગાંઠો ઓગળવા માંડશે અને ઉંદરનું જેર ઓછું થાય છે. એવી જ રીતે કૂકડવેલનું ચૂર્ણ ન ૧૦ ગ્રામ પાણીમાં રાત્રે ભીંજવી નિયમિત સવારે લેતા રહેવાથી એક મહિનામાં શરીર ઉપરથી પાંડુરોગ ઓછો થઈ રક્ત ભરાવા લાગે છે.
આધાશીશી ઉપર પણ ચૂર્ણ સુંઘવાથી માથું દુખતું બંધ થાય છે. બેશુદ્ધિ આવી હોય તો આ ચૂર્ણ નાક પાસે રાખવાતી બેશુદ્ધિ ઓછી થાય છે. કૂકડવેલ તીવ્ર ઔષધ છે. નબળા માણસને પીવરાવવાથી કે સુંઘાડવાથી ઘણી વાર તે બેહોશ થઈ જાય છે તેથી સંભાળીને તેનો ઉપયોગ કરવો.
ઉંદરના જેર ઉપર આ ખૂબ જ ઉપયોગી થાય છે. એક લિટર પાણીમાં પાંચ ફળ નાખી પાણીને ઉકાળવું અને જે જગ્યાએ ઉંદર કરડ્યો હોય તે જગ્યા આ પાણીથી ધોવી. ઉંદરનું જેર ચડ્યું હોય એટલે આખા શરીરે નાની નાની ગાંઠો થઇ જાય છે તાવ આવે છે, ચક્કર શરૂ થાય છે.
સોજા પર પણ કૂકડવેલ ખૂબ વપરાય છે. કૂકડવેલનાં ફૂલ લઈ તેનો ઉકાળો કરવો. કૂકડવેલનાં ફૂલ ૪૦ ગ્રામ લઈ તેમાં ૧ લિટર પાણી નાખી 1 લિટર પર્યત ઉકાળી તેને ગળી લઈને સોજેલો ભાગ તેનાથી ધોવો. તેનાથી સોજો તાત્કાલિક ઊતરે છે.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.