ઘરે બેઠા શરદી- ઉધરસ, સસણી-દમથી છુટકારો મેળવી ફેફસાંની તાકાત વધારવાનો 100% અસરકારક આયુર્વેદિક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે.અરડૂસીને આયુર્વેદમાં શ્રેષ્ઠ કફનાશક કહી છે. કારણકે અરડૂસીમાં રહેલો કડવો અને તૂરો રસ સારી રીતે કફનો નાશ કરે છે. અરડૂસી એક ઔષધિય વનસ્પતિ છે.

એનાં પર્ણોમાં વેસિન નામક ઉપક્ષાર હોય છે, જેનો ઉપયોગ વિભિન્ન પ્રકારની દવાઓના રૂપમાં કરવામાં આવે છે. ઔષધિઓ અરડૂસીનાં પાંદડાંઓ તેમજ મુળિયાંઓમાંથી તૈયાર કરવામાં આવે છે. તો હવે આપણે જાણીશું અરડૂસીના ફાયદાઓ વિશે.

ઘણા લોકોને વારંવાર મોમાં ચાંદા રેવાની તકલીફ રહે છે અને મોંના ચાંદાના કારણે તેઓ બરાબર રીતે જમી પણ નથી શકતા.તો મોંના ચાંદાના ઉપાય માટે,તમારે અરડૂસીના બે થી ત્રણ પાન ચાવવાથી અને તેનો રસ ચૂસવાથી મોંના ચાંદા મટે છે, પણ એ ધ્યાનમાં રાખવું કે ચાવેલા પાંદડાઓનો રસ ચૂસીને થુંકી દેવો જોઈએ.

શરદી- ઉધરસ માટે અરડુસી ના પાંદડા નો કાળો પી શકો છો, ઉધરસ માટે ની આયુર્વેદિક દવા બનાવવા માટે અરડુસી નો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. ઉકાળો બનવા માટે તમે 5-6 અરડુસી ના પાંદડા ને ૧ ગ્લાસ પાણી માં નાખી ને ઉકાળો પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું. અરડૂસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ, રક્તપિત્ત, કફ, ફ્લૂ, ક્ષય અને કમળામાં ફાયદો થાય છે.

મહિલાઓને માસિક ઘર્માં અનિયમિતતાને લઇને તમે અરડુસીના પાનનો ઉપયોગ કરી શકો છો. અરડુસીના ૧૦ ગ્રામ પાનસ મુળો અને ગાજરના બીજ ૬ ગ્રામ લઇને અડધો લીટર પાણીમાં ઉકાળો અને જ્યારે આ પાણી અડધુ રહી જાય તો આ ઉકાળો પીવાથી માસિક ધર્મની સમસ્યા સારી થઇ જાય છે. તેની સાથે જ વધારે રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.

નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે. તે ખાંસી, દમ અને સસણીમાં સારુ પરિણામ આપે છે. પરસેવો ખુબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ પીવાથી અને અરડૂસીના પાનનું ચુર્ણૂ ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

જેમને પેશાબ યોગ્ય રીતે ન થતો હોય અથવા વારંવાર પેશાબ જવું પડે છે,તેઓને 10 ગ્રામ તરબૂચના બી અને 10 ગ્રામ અરડૂસીનાં પાંદડા બરાબર પીસીને ખાવાથી આ સમસ્યાથી મુક્તિ મળે છે. અરડૂસીનો ઉપયોગ સાંધામાં થતા દુખાવા અને સોજા ઘટાડવા માટે થાય છે.તેમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણધર્મો સાંધાના સોજા ઘટાડવામાં મદદગાર છે.અરડૂસીનાં પાંદડાની પેસ્ટને સોજોવાળા વિસ્તારમાં લગાવવાથી સાંધાનો દુખાવો અને સોજા મટે છે.

અરડૂસીનાં પાન, લીલી ગળો અને બેઠી ભોરિંગણી ના મૂળ એ દરેક ચીજ દસ દસ ગ્રામ લઈ તેને અડધા લિટર પાણીમાં ઉકાળવું અને પા ભાગમાં બાકી રહે ત્યારે તેને ઉતારી લેવું. આ રીતે બનાવાયેલી કાઢો તાવ, ખાંસી પર અપાય છે. અરડૂસીનાં પાનનો રસ ૫૦ ગ્રામ, ૫૦ ગ્રામ ખડી સાકર, ૧૦ ગ્રામ લીડીપીપર, તાજું ગાયનું ઘી અઢીગ્રામ લેવું. એ બધું ભેગું કરી ઉકાળવું. છેવટે તેમાં મધ ઉમેરવું. આ રીતે બનાવાયેલા ચાટણ નો ઉપયોગ કરવાથી ફેફસાંને તાકાત મળે છે.

અરડુસી, કાળી દ્રાક્ષ અને હરડે એ દરેક પાંચ પાંચ ગ્રામ લઇ સર્વે ખાંડી લેવું. પછી તેનો ઉકાળો બનાવવો. આ ઉકાળામાં મધ અને સાકર નાખવા, ખાસ કરીને બાળકો માટે આ ઉકાળો ખૂબ જ ઉપયોગી થાય છે. બાળકોને તાવ, ઉધરસ પર અકસીર અસર બતાવે છે. અરડૂસીના રસનો ઉપયોગ કરવાથી રક્તપિત્ત, લોહીની ઉલ્ટી થવી, મળમૂત્ર માર્ગ થી લોહી પડવું, દાતમાંથી પડવું લોહી  વગેરે જે રોગો ને મટી શકે છે.

પેટમાં એસિડિટી અથવા બળતરાની સમસ્યા સામાન્ય છે. આજની જીવનશૈલી અને ખોરાકના કારણે એસીડીટીની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. આવી પરિસ્થિતિમાં અરડૂસી ફાયદાકારક નીવડે છે. તે પેટમાં રહેલ એસિડનું પ્રમાણ ઘટાડે છે. અરડૂસીનો પાવડર, આંબળાનો પાવડર, અને જેઠીમધનો પાવડર સમાન પ્રમાણમાં મિક્સ કરીને તેનું રોજ સેવન કરવામાં આવે તો એસીડીટીમાં રાહત મળે છે.

મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top