આજે અમે તમારા માટે વરિયાળી અને દૂધના ફાયદા લાવ્યા છીએ. વરિયાળી અને દૂધ ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે. સામાન્ય રીતે વરિયાળીનો ઉપયોગ મો ફ્રેશનર અથવા મસાલા તરીકે થાય છે, પરંતુ શું તમે જાણો છો કે વરિયાળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. સૂવાના સમયે એક ગ્લાસ દૂધમાં વરિયાળી ઉમેરીને તેનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે.
વરિયાળીમાં વિટામિન સી,સોડિયમ,ફોસ્ફરસ,કેલ્શિયમ અને આયર્ન જેવા ઘટકો મળી આવે છે. તે જ સમયે,દૂધમાં કેલ્શિયમ,પ્રોટીન,વિટામિન્સ,નિયાસિન,ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. આ બધા મળીને શરીરના હાડકાંને મજબૂત બનાવે છે અને ગંભીર રોગોથી સુરક્ષિત કરે છે.
વરિયાળીમાં મળતું તેલ અપચો,પેટનું ફૂલવું અને કબજિયાત જેવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે, તેથી વરિયાળીનું દૂધ પેટના રોગો મટાડવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. વરિયાળીનું સેવન આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન એ હોય છે. દૂધમાં વરિયાળી મિક્સ કરીને નિયમિત રીતે સેવન કરવાથી આંખોની દ્રષ્ટિમાં સુધારો થાય છે.
વરિયાળી ફાઇબરથી સમૃદ્ધ હોય છે. તેથી તેના કારણે આપણે લાંબા સમય સુધી ભૂખ અનુભવતા નથી. વરિયાળી નું સેવન કરવાથી શરીરના મેટાબોલિઝમમાં વધારો થાય છે. જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હો,તો પછી તમે વરિયાળીનું સેવન કરવાનું શરૂ કરી શકો છે. કેલરી ઘટાડવા માટે સ્ત્રીઓને વરિયાળીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી મસાલાવાળા ખોરાકને કારણે થતી બળતરા અને સોજો ઓછો થાય છે. વરિયાળીના એન્ટીબેક્ટેરિયલ ગુણ ચહેરા પરના ખીલ મટાડવામાં મદદ કરે છે અને તે તમારી ત્વચાને સુધારે છે અને લોહીને શુદ્ધ પણ કરે છે.
આ એક પીણું છે જે પીરીયડના સમયે દર્દમાં રાહત આપે છે. પીરીયડ દરમિયાન જો દૂધમાં વરિયાળી મિક્સ કરીને સેવન કરવામાં આવે તો પીરીયડને લગતી સમસ્યાઓથી રાહત મળે છે અને આનાથી અનિયમિત પીરીયડથી પણ છુટકારો મળી શકે છે.
વરિયાળીનું દૂધ હિમોગ્લોબિન વધારવામાં મદદરૂપ થાય છે. તેમાં આયર્ન,પોટેશિયમ હોય છે,જે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ બરાબર રાખે છે અને એનિમિયા જેવી સમસ્યાથી રાહત મળે છે. વારંવાર આવતા ઉબકા કે પછી ઉલટીની સારવારમાં વરિયાળી ખૂબ મદદરૂપ થાય છે. તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.
વરિયાળી વાળુ દૂધ અસ્થમાના રોગો માટે બહુ લાભદાયક સાબિત થાય છે. જો અસ્થમાના રોગવાળા દર્દી આ પીણાં નું રોજ સેવન કરે તો આનાથી તેમને રાહત મળી શકે છે. વરિયાલીવાળું દૂધ શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાનો રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તે રેસ્પી રેટરી સિસ્ટમ માં પણ સુધારો કરી શકે છે.
જો તમે દરરોજ વરિયાળીનાં દૂધનું સેવન કરો છો તો આંખની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો. આપણો નિત્યક્રમ એવો બની ગયો છે કે આપણે આખો દિવસ ટીવી,મોબાઇલ, કમ્પ્યુટર સ્ક્રિન સામે બેઠા રહીએ છીએ,તેથી આંખોમાં બળતરા થાય છે અને પાણી આવે છે. આ પીણું તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે..
ઘણા લોકો ને જમ્યા પછી ખાટા ઓડકાર આવે છે અને મો ખરાબ થઈ જતું હોય છે તો વરીયાળીને પાણીમાં ઉકાળીને સાકર નાખીને પીવો. બે ત્રણ વખત આ રીતે કરવાથી રાહત મળી જશે. એવું માનવામાં આવે છે કે વરિયાળી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો વરિયાળીને દૂધ માં મિક્સ કરી ને પીવામાં આવે તો તેનાથી મન અને મગજ ફ્રેશ થાય છે અને સાથે યાદશક્તિ પણ વધે છે.