કબજિયાત થી લઈને કેન્સર સુધીના દરેક રોગનો ઈલાજ રહેલો છે આમાં, તેના ફાયદાઓ જાણી ને ચોકી જશો, જરૂર જાણી લ્યો અહી ક્લિક કરી તમારા રોગનો ઈલાજ

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

આમલીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. વર્ષોથી આમલીનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે કરવામાં આવે છે અને આમલી માથી ઘણા પ્રકારની ચટણી પણ બનાવી શકાય છે. આટલું જ નહીં આમલીનું સેવન ખાવાનો સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સુધારવા માટે અને સૌંદર્ય વધારવા માટે પણ થાય છે.

આમલીની અંદર વિટામીન સી,વિટામીન બી અને વિટામીન એ ઉપરાંત કેલ્સિયમ,ફોસ્ફરસ,પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા ઘણા બધા પોષક તત્વો હોય છે. જે શરીરમાં રહેલી અનેક બીમારીઓને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે.

આમલીવાળું એક ગ્લાસ પાણી દરરોજ પીવાથી શરીરની અંદર રહેલા કાર્બોહાઈડ્રેટ દૂર થાય છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને સુગરમાં કંટ્રોલ રહે છે. આમલીના પાણીના સેવનથી નવા રેડ બ્લડ સેલ્સ પણ બને છે. જેનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત મળે છે.

શરીરમાં કોઈ પ્રકારનો સોજો કે દર્દ હોય તો આમલીના રસનો લેપ લાગવવા થી સોજા કે દર્દમાં આરામ મળે છે. આંખ આવે એટલે આમલીના ફૂલને પીસીને આંખની ઉપર બાંધવાથી આરામ મળે છે. પાચનશક્તિને લગતી બીમારીઓ જેવી કે પેટમાં દુખાવો કે કબજિયાત માટે આમલીને રામબાણ ઈલાજ ગણવામાં આવે છે. આમલીની અંદર ટાર્ટરીક એસીડ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે પાચન શક્તિને મજબૂત કરી પેટને લગતી સમસ્યાઓ દૂર કરે છે.

પાચનશક્તિને લગતી સમસ્યાઓ દૂર કરવા માટે અડધો કપ આમલીના પલ્પમાં લીંબુનો રસ, મીઠું, મધ અને ગરમ પાણી નાખીને તેને આખી રાત રહેવા દો, સવારે આ પેસ્ટને નીચવી અને તેમાંથી નીકળતા રસને ઠારીને આ રસને એક ગ્લાસમાં નાખીને પીવો, જેનાથી પાચનતંત્રને લગતી બીમારીઓ દૂર થઈ જશે.

પિત્તની ગરમી ને દૂર કરવા માટે ૫૦ ગ્રામ પાકી આમલી લઈને પાણીમાં પલાળી દો. થોડીવાર પછી તેને અર્ધા લિટર પાણીમાં થોડુંક ઉકાળો. પછી તેને ગાળી લો અને પછી તેમાં થોડુંક મીઠું, શેકેલું જીરું અને ધાણા, મરી (બધા નો બારીક પાઉડર) લો અને થોડીક ખાંડ કે ગોળ મેળવીને થોડું-થોડું કરીને ૩-૪ વાર પીવું.

ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે આમલી એક શ્રેષ્ઠ ઉપાય છે. જો તમારા ચહેરા પર ફોલ્લીઓ છે, તો આમલીનો ઉપયોગ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે. આમલીમાં આલ્ફા-હાઇડ્રોક્સિ એસિડ હોય છે. આ તત્વનો ઉપયોગ મોટાભાગના સુંદરતાના ઉત્પાદનોમાં થાય છે.

આમલી ત્વચાને અંદરથી સાફ કરવાનું કામ કરે છે, જે બંધ છિદ્રોને પણ ખોલે છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે આમલીના પલ્પને મીઠા સાથે ભેળવી અને તેને ચહેરા પર લગાવી શકો છો. જો તમને પિગમેન્ટેશનની સમસ્યા છે, તો આમલીનો ઉપયોગ કરવાથી ફાયદો થશે.

શરીરના કોઈપણ અંગમાં મચકોડ આવવાથી ઘણું દર્દ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે આમલીના પાનને પીસીને લેપ બનાવીને હૂંફાળૂ ગરમ કરી લો અને મચકોડ આવી હોય તે સ્થાન પર લગાવો. દર્દમાં આરામ મળશે અને મચકોડ પણ સારી થઈ જશે.

આમલીમાં ભરપૂર માત્રામા હાઇડ્રોક્સાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે. સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આમલીમાં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને ઓગાળી અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિતની સમસ્યાને પણ દૂર કરે છે.

આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓ માટે ફાયદાકારક બને છે. આમલીના બીજમાં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી બીમારીથી છુટકારો મેળવી શકીએ છીએ.

દાઝી જવાને કારણે ઘા હોય તો આમલીના વૃક્ષની છાલનું બારીક ચૂર્ણ બનાવીને ઘા પર મીઠું અને તેલ લગાવીને આ ચૂર્ણને લગાવાથી તરત જ ઘા ભરાઈ જશે. અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમલીના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.

આમલીના પાંદડાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ગળાની પ્રોબ્લેમ માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. ગળું સુકાઈ જાય ત્યારે અને ઉધરસમા થોડા જ સમયમાં રાહત મેળવવા માટે પીસેલા આમલીનાં પાંદડાંનું દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવ ને મટાડી દે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here