ઘર માં રહેલી આ વસ્તુથી જ બનાવો પાર્લર જેવુ ફેસિયલ પેક અને ત્વચાને, ખીલ, આંખોના કાળા કુંડાળા, ઉંમરના નિશાન જેવી સમસ્યા કરો દૂર, અહી ક્લિક કરી જાણો બનાવવાની રીત  

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ત્વચાના રંગને નિખારવા માટે લોકો કેટલા ઉપાયો અજમાવતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે દહીંનો ઉપયોગ કરવાથી ત્વચા ખીલે છે સાથે જ ત્વચાને પોષણ પણ મળે છે. ત્વચાથી જોડાયેલી સમસ્યા માટે દહીં એક રામબાણ ઈલાજ છે. દહીંના ઉપયોગથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતી.

દહીંના ઉપયોગથી કાળા દાગ-ધબ્બા, વધતી ઉંમરના લક્ષણો, અને ખીલથી છુટકારો મળે છે. જો તમે દહીંમાં બીજા તત્વો મેળવી લો તો વધારે ફાયદેમંદ થાય છે. તમે દહીંની સાથે લીંબુનો રસ, ટમેટાનો રસ અને બીજી કુદરતી વસ્તુ ઉમેરી શકો છો. દહીંનું સારું પરિણામ મેળવવા માટે અઠવાડીયામાં 2 વાર દહીંનો ઉપયોગ કરો.

સૌથી પહેલા ૨-૩ ચમચી દહીં લેવું ત્યારબાદ મોઢું સાફ કરી દહીં થી મસાજ કરવું .હળવે હાથની આંગળીઓ વડે ૫ મિનિટ સુધી મસાજ કરી મોઢું સાફ કરી નાખવું. ત્યારબાદ દહીં માં થોડી ચીની ઉમેરી સ્ક્રબ તૈયાર કરો.પછી તેને હલકા હાથથી મસાજ કરવું. જેનાથી લિહીનું પરિભ્રમણ વધે છે અને સ્કિન માં નિખાર આવે છે.

ફેસ ટોનિંગ અને અંદરથી સાફ કરવા માટે દહીંથી બનેલો ફેસ પેક લગાવો. આ માટે સમાન પ્રમાણમાં દહીં અને મૂલતાન ની માટી (ચોખા ના લોટનો પણ ઉપયોગ કરી શકો  છો ) મિક્ષ કરીને આ પેસ્ટને ચહેરા પર લગાવો. જે લોકો ને સ્કિન તૈલી હોય તેને આ મિક્સર માં મધ અથવા ગ્લિસરીન ઉમેરવું તથા જે લોકો ને ખીલ અને વધુ પડતા કાળા ડાઘ હોય તેને આ પેક માં લીમડાના પાન ઉમેરી પેક બનાવી તેનું મસાજ કરવું. સૂકાયા પછી તેને પાણીથી ધોઈ લો. મુલ્તાની માટી મૃત ત્વચાને દૂર કરે છે.

ફેસ પેક ધોયા પછી તમારી ત્વચાના પ્રકારને ધ્યાનમાં રાખીને કોઈપણ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ-લોશન લગાવો. ફેશિયલ માટે દહીં હંમેશા ઘટ્ટ હોવુ જોઈએ. દહીંનો ફેસ પેક લગાવવાથી ચહેરા પર ગ્લો આવી જાય છે. દહીં લગાડવાથી ડેડ સ્કિન સાફ થઇ જાય છે, અને ચહેરા પર નિખાર આવી જાય છે.

ખીલને ઠીક કરવા માટે સૌથી પહેલા ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો. ત્યારબાદ ચહેરાને લૂછી લો. જયારે ચહેરો સુકાઈ જાય ત્યારે ખીલ પર દહીં લગાડી લો. 15 મિનિટ સુધી દહીંને ત્યાં જ રાખો ત્યારબાદ ચોખ્ખા પાણીથી ચહેરો સાફ કરી લો.

ચહેરા પર વધારે પડતા દાગ-ધબ્બા હોય તો દહીં ફાયદાકારક છે. દહીંમાં રહેલા પ્રોટીન તમારી ત્વચાની રંગત નિખારવામાં મદદરૂપ થાય છે. દહીંને થોડીવાર મોઢા પર લગાડીને રાખી દો. જેનાથી ત્વચાના દાગ-ધબ્બા દૂર થઇ જાય છે

ઊંઘ ના આવવાના કારણે આંખ નીચે કાળા કુંડાળા થઇ જાય છે. જેનું એક કારણ ખોરાક પણ હોય છે. જે લોકોને કાળા દાગની સમસ્યા હોય તો તે લોકો માટે પેક લગાવવો ફાયદેમંદ છે. દહીંનો પેક લગાડવાથી બ્લેક હેડ્સ અને ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ છે.

જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ ચહેરા પર વૃદ્ધત્વ ના નિશાન જોવા મળવા એ સ્વાભાવિક છે. પરંતુ ઘણી વાર ઉંમર પહેલાં જ વૃદ્ધત્વના ઘણા નિશાન જેવા કે કરચલીઓ, બારીક રેખાઓ વગેરે જોવા મળે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવામાં પણ દહીં તમારી મદદ કરી શકે છે. દહીંમાં રહેલું લેક્ટિક એસિડ ત્વચા પર રહેલી નિર્જીવ ત્વચાની પોપડી ને દૂર કરવામાં મદદ કરે છે. જેનાથી નીચે રહેલી સજીવન ત્વચા નિખરી ઉઠે છે.

ઘણી વાર ત્વચા પર રહેલા દાગ – ધબ્બા ને લીધે ચહેરાનો રંગ ફિક્કો પાડવા લાગે છે અને પીગમેન્ટેશન એટલેકે રંજકતા પણ થવા લાગે છે. એવામાં દહીંમાં રહેલું લેક્ટિક એસિડ નામનું તત્વ દાગ – ધબ્બા વાળી ત્વચા ના સૌથી ઉપરના પડને દૂર કરી નવા સ્નાયુઓના વિકાસમાં મદદ કરે છે

સૂર્યના નુકશાનકારક યુવી કિરણો આપણી ત્વચાના સંપર્કમાં આવે છે તો આપણા શરીરની સ્નાયુઓ પર તેની સીધી અસર પડે છે અને આપણી ત્વચા ન ફક્ત સૂર્યના કિરણો થી લાલ થાય છે પરંતુ ફિકી અને નીરસ પણ થઈ જાય છે. સૂર્ય ના તડકાની સમસ્યા જો ગંભીર હોય તો ઘણીવાર ત્વચા પર ચકરડા અને ફોડલીઓ પણ થઈ શકે છે. એવામાં અસરકારક ત્વચા પર દહીં લગાવવાથી તડકાથી બળેલી ત્વચા પર રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top