સામાન્ય માથાના દુખાવા પાછળ કારણ પણ સામાન્ય હોય છે. માટે માથાનો દુખાવો થાય ત્યારે ગોળી ખાવા કરતા અન્ય ઉપાય અજમાવવા જોઈએ. કારણકે, ગોળીથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. વધારે માથું દુખતુ હોય તો પ્રાણાયામ અથવા તો સિંપલ મેડિટેશન કરો. આનાથી નસો રિલેક્સ થાય છે અને રાહત મળે છે.
સામાન્ય રીતે તણાવના કારણે માથામાં દુખાવો રહ્યા કરે છે. હકીકતમાં આ માંસપેશિઓમાં થતા તણાવ અને થાકના કારણે માથા નો દુખાવો થાય છે. તેથી જો માથામાં દુખાવાના કારણે વધુ તણાવનો અનુભવ થતો હોય તો રોજ ઓછામાં ઓછું ૧૫ મિનિટ સુધી નેક સ્ટ્રેચ અને શોલ્ડર સ્ટ્રેચ એક્સરસાઇઝ કરો. નિયમિત બે વખત 10-20 મીનિટ ધ્યાન કરવાથી શરીર અને મન બંનેને આરામ મળે છે. માથામાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે તમને માથાના દુખાવાની પરેશાનીથી રાહત મળે છે.
સતત માથાના દુખાવા ની સમસ્યા ને દૂર કરવા સાત અથવા આઠ લસણ ની કળીઓ ને પાણી માં ઉકાળીને પીવો. તેના સેવન થી સ્ટ્રેસ ઓછો થશે. અને માથાનો દુખાવો પણ કંટ્રોલ માં રેશે. અથવા લસણની કળીઓ પીસીને કાનપટી પર લેપ કરવાથી પણ માથા ના દુખાવામાં રાહત મળે છે.
અજમા ને શેકીને કોઈ કપડા માં લપેટીને માથાના દુખાવા વાળી જગ્યા એ શેક કરો. એવું કરવાથી શરદી તાવ થી થતા વાળા માથાના દુખાવામાં ઘણી રાહત આપે છે. અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
શરીરમાં પાણીની કમીને કારણે પણ માથામાં દુખાવો થાય છે. માટે માથું દુખે ત્યારે પાણી પીવાનું રાખો. આ સિવાય તમે એવા ફળ પણ ખાઈ શકો છો જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, જેમ કે તડબૂચ, ખીરું કાકડી, વગેરે. ધીરેથી હળવા હાથે માથાની પાછળના ભાગમાં મસાજ કરવાથી પણ રાહત મળે છે. અંગૂઠા અને ઈંડેક્સ ફિંગર વચ્ચેની માંસ વાળી જગ્યાને દબાવો. એક મિનિટ સુધી આમ કરવાથી તમને રાહત થશે.
ચંદન ને પાણી ની સાથે મિલાવીને તેનો લેપ માથાના દુખાવા વાળી જગ્યા માં લગાવો. ચંદન ની તાસીર ઘણી ઠંડી હોય છે. તેના લેપ થી માથામાં ઠંડક પહોંચે છે અને માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. લવિંગને થોડા વાટીને તેની અંદર થોડું મીઠું ઉમેરી તેને દૂધમાં મિક્સ કરીને પીવાથી પણ માથાનો દુખાવો દૂર થાય છે. આ ઉપાય સળંગ એક મહિનો અજમાવવાથી માથાના દુખાવાની તકલીફમાંથી રાહત મળે છે.
માથાના દુખાવાની તકલીફને બંધ કરવા માટે રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનું છીણ નાખીને પીવાથી માથાનો દુખાવો તમારા શરીરને છોડીને જતો રહેશે. આદુંથી માથાની કોષિકાઓની અંદર ચાલતા રક્તપ્રવાહની ગતિ વધે છે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય તો પણ માથાના દુખાવાની તકલીફ નથી થતી
પેટમાં વાયુને કારણે માથામાં દુખાવો થતો હોય તો વાયુનાશક ઉપચારની સાથે સાથે ફુદીનાનું તેલ માથામાં ઘસવાથી દુખાવામાંથી રાહત મળશે તેમજ માથામાં ઠંડકનો અનુભવ થશે. તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.
લીંબુ પાણીમાં નમક અને ખાવાનો સોડ નાખીને પીવાથી શરીરનું એસિડ બેલેન્સ થાય છે અને માથાના દુખાવામાં રાહત મળે છે. માથાની નસોમાં સોજો આવી જવાને કારણે પણ માથાનો દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં માથા અને કાનની પાછલના ભાગ પર બરફ ઘસવાથી ફાયદો થઈ શકે છે.
પાણીમાં તજનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને માથા ઉપર લગાવો. આ આયુર્વૈદિક ઉપાયથી માથાનો દુખાવો તરત જ મટી જશે.જાયફળને ચોખાના પાણીમાં સારી રીતે વાંટીને પેસ્ટ બનાવો અને તેને માથા ઉપર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે. માથાનો દુખાવો મટાડવા માટે ગાયના ગરમ દૂધનું સેવન પણ ફાયદાકરાક રહેશે.
શરદી અને ઉધરસને કારણે પણ માથામાં દુખાવો થાય તો ખાંડ અને ધાણાને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. આ નુસ્ખાથી શરદી, ઉધરસ અને માથા દુખાવામાં આરામ મળશે.જો ગરમીના કારણે માથું દુખે તો નારિયેળના તેલથી માથામાં માલિશ કરો. તેનાથી માથામાં ઠંડક મળશે અને દૂખાવો મટી જશે.
માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેની બીજી બાજુની નાકમાં એક કે બે ટીંપા મધ નાંખવું. આ ઉપાયથી માથાનો દુખાવો મટી જશે. જો માઇગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય તો મધના બદલે ગાયનું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો.