શિયાળામાં ગમે તેવા ખરતા વાળ, ખોડો જેવી દરેક વાળની સમસ્યા માથી કાયમી છૂટકારો મેળવવા જરૂર અપનાવો આ ટિપ્સ, વાંચવા માટે અહી ક્લિક કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તાજા અદરકની જડ કારગર છે. વાસ્તવમાં એમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફૉસ્ફરસ અને ખૂબ જ વિટામિન્સ જે સ્વસ્થ વાળના પોષણ માટે ખૂબ જરૂરી હોય છે જે મળી આવે છે. આદુમાં એવા ગુણ મળી આવે છે જેનાથી બેક્ટેરિયા ગ્રો કરી શકતા નથી. એમાં પ્રચુર માત્રામાં એન્ટી ઑક્સીડેન્ટ મળી આવે છે. આ જ કારણથી ટાલ અને વાળ ખરવાની સમસ્યાથી પણ છુટકારો મળે છે.

વાળ ખરતા રોકવા માટે આદુના રસમાં 1 લીંબૂનો રસ મિક્સ કરીને વાળના જડમૂળથી માથા સુધી લગાવો. આવું કરવાથી વાળનું ખરવું તો ઓછું થશે સાથે જ એમાં ખોડાની સમસ્યાનું નિરાકરણ આવશે. પરંતુ એને લગાવતા પહેલા એ વાતનું ધ્યાન રાખો કે એમાં એવા ગુણ હોય છે જેના કારણે માથામાં ડ્રાયનેસની સમસ્યા થઇ શકે છે. એટલે એને લગાવતા પહેલા વાળને બરોબર રીતે ઘોવો.

તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.

ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.

વાળ ખરતા હોય તો દિવેલ ગરમ કરી વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહીં. માથા પર કાંદાનો રસ ઘસવાથી માંદગીમાં ખરી ગયેલા વાળ ફરી ઉગે છે. આમળા કાળા તલ ભાંગરો અને બ્રાહ્મી સરખે ભાગે લઇ વાટીને પાઉડર બનાવી રોજ સવારસાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે. ખાંડ અને લીંબુનો રસ બંને સરખે ભાગે લઈ માથું ધોવાથી જૂનો ખોડો મટે છે. ચણાને છાશમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથું ધોવાથી જૂ અને ખોડો મટે છે.

તલના ફૂલ ગોખરું અને સિંધવને કોપરેલમાં અથવા મધમાં નાખી તેનો લેપ કરવાથી માથાની ટાલ મટે છે. પાશેર કોપરેલમાં ખોબો ભરીને મેંદીનાં પાન ઉકાળવા તે તેલ રોજ ચોળીને માથામાં લગાડવાથી માથાના વાળ ખૂબ વધે છે અને કાળા પણ થાય છે. કાંદાનો રસ માથામાં ભરવાથી જુ મરી જાય છે. લીમડાના પાનને પાણીમાં વાટીને તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે. વાળ ખરી પડતા હોય ત્યારે તે પર ગોરાળુ માટી પ્રવાહી લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.

છાલ સાથેની કાકડી ખાવાથી વાળ પર ચમક આવે છે. ગરમ પાણીમાં આમળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકતા બને છે. માથાના વાળ ખરતા હોય તો 500 ગ્રામ શુદ્ધ કોપરેલમાં ૨૦૦ ગ્રામ સૂકી મેથી નાખી સૂર્યના તડકામાં સાત દિવસ રાખો ત્યારબાદ તેલને ગાળીને બોટલમાં ભરી લો આ તેલ સવારસાંજ માથામાં ઘસવાથી વાળ ખરતા બંધ થાય છે વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.

સૌપ્રથમ ઉપચાર છે કે નિયમિત રાત્રે સૂતા પૂર્વે ગાય ના દૂધ નું સેવન કરવું. આ ઉપરાંત રાત્રે સૂતી વખતે હાથ-પગના તળિયે કાંસા ની વાડકી થી ગાયનું ઘી ઘસવું જેથી, તમને આ સમસ્યા માંથી મુક્તિ મળી શકે છે. આ સિવાય ગળીના છોડના પર્ણો, ભાંગરો, આમળા, બહેડા, બ્રાહ્મી વગેરે ઔષડિયા ને કોપરેલ ના તેલ મા મિક્સ કરીને તૈયાર કરેલ હેર ઓઈલ ને માથાના જડમૂળ સુધી પહોંચે તેવી રીતે હળવા હાથે આંગળીઓ ના ટેરવાં થી મસાજ કરવું.

કડવા લીમડાના પાનને ધોઈને થોડાં પાણીમાં ઉકાળી લો. પાણીને ઠંડુ પાડીને તેનાથી વાળ ધુઓ. બીજાં ઉપાય તરીકે કોપરેલમાં લીમડાનું તેલ ઉમેરીને માથામાં તેનું માલિશ કરો.કોથમીરનો રસ વાળમાં અને માથાની ત્વચામાં લગાવો.એક કપ સરસિયામાં પાંચ ચમચી મહેંદીના પાન નાંખીને તેલને ઉકાળો. પાંચ-દસ મિનિટ બાદ તેલને ઠંડુ પાડીને, ગાળીને ભરી લો, આ તેલથી માથામાં માલિશ કરો. તેનાથી વાળની વૃદ્ધિ સારી થશે. ખરતા વાળનો આ શ્રેષ્ઠ ઉપચાર છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top