માત્ર 5 મિનિટમાં પેટના ગમેતેવા ગેસ અને એસિડિટી થી છૂટકારો મેળવવા જરૂર અપનાવવા જેવો છે આ ઈલાજ, અહી ક્લિક કરી જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

જો ઓડકાર આવે અને પેટમાં ગુડગુડ થયા કરે કે પછી અપાનવાયુ દુર્ગંધ હવાના રૂપમાં નીકળ્યા કરે તો નિશ્ચિતરૂપથી તમે વાયુપ્રકોપથી પીડિત છો. આના ઉપચારરૂપે ઔષધિઓ જેટલી ઉપયોગી છે તેનાથી પણ વધારે સ્વસ્થ ખાન-પાન અને રહેણી-કરણી. આથી વધારે ઉપયોગી એ છે કે વાયુપ્રકોપ શું છે તે જાણવું. કેમ ગેસ વધુ બને છે. ગેસ વધારે બનવાથી શરીરમાં કયા પ્રકારનાં લક્ષણો જોવા મળે છે. વાયુના પ્રકોપની છુટકારો કેવી રીતે મેળવી શકાય, કેમ કે વાયુ એટલે કે ગેસસ્ટિક ટ્રબલ એક એવી સમસ્યા છે જેનાથી ફક્ત વૃદ્ધ વ્યક્તિ જ નહિ, પણ યુવા વર્ગ પણ પીડિત છે. એટલે આ વિષય પર વિસ્તારપૂર્વક વાત કરવી જરૂરી છે.ખાઇને તરત સૂવાની ટેવ હોય તો તરત જ તેનાંથી દૂર રહો. જમ્યા બાદ ચાલવાની ટેવ પાડો. આપની જમ્યા બાદ ચાલવાની ટેવ પાડશો તો ન ફક્ત એસીડીટી અને અપચાની સમસ્યાનું નિવારણ નહીં આવે પણ સાથે સાથે પેટ પર જામતી ચરબીનાં થ પણ ઘટશે.

ધાણાભાજી:

ધાણાભાજીને ‘વંડર સ્પાઇસ’ પણ કહેવાય છે. ધાણાભાજીનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવામાં થાય છે. પરંતુ તેની પાછળ ખરું કારણ આરોગ્યનું છે અને એટલે જ આપણા પૂર્વજોએ તેનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભોજનમાં કર્યો. ધાણાભાજી પેટની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. તે માટે એક ચમચી ધાણાભાજીનું ચૂર્ણ ગરમ પાણીમાં મેળવીને લો. તમે ઈચ્છો તો તેમાં મધ પણ નાખી શકો છો.

આદું:

ગેસની સમસ્યામાંથી રાહત મેળવવા આદુ લો. તે માટે આદુ, વરિયાળી અને એલચીને સમપ્રમાણમાં લ્યો અને પાણીમાં ભેળવી દો. તેમાં એક ચપટી હિંગ પણ નાખો. દિવસમાં એક કે બે વાર પીવાથી તમને પેટમાં આરામ મળશે.

જીરું:

આંતરડાંમાં એકઠો થયેલો મળ સડવાથી કે બીજા કોઈ પણ કારણસર વાયુનો પ્રકોપ થવાથી પેટમાં શૂળ જેવો દુખાવો થાય છે. જીરું તીખું અને દુર્ગંધનાશક હોવાથી એ વાયુનો પ્રકોપ શાંત કરે છે. ઉદરમાં વાયુનો જેમને ભરાવો થયો હોય તેમને જીરું અને હરડેનું સમભાગ ચૂર્ણ કરી સવાર-સાંજ અડધીથી એક ચમચી સહેજ નવશેકા પાણી સાથે લેવું. મળ અને વાયુની શુદ્ધિ થવાથી ઉદરશૂળ મટી જશે. ઉપરાંત જેમને કબજિયાત રહેતી હોય અને મળમાં ખૂબ જ દુર્ગંધ આવતી હોય એમને માટે પણ આ ઉપચાર લાભદાયી છે.

લસણ:

લસણમાં રહેલાં તત્ત્વો પેટની સમસ્યામાંથી રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. હવે તેમાં મરી અને જીરું મેળવો. તેને ગાળો અને ઠંડું થયા પછી તે પીઓ. દિવસમાં બેથી ત્રણ વાર પીવાથી તમને ગેસની સમસ્યામાંથી જલદી રાહત મળી શકે છે.

હિંગ:

ગેસ થાય ત્યારે હિંગવાળું પાણી પીવાથી આરામ મળે છે. આપણા પૂર્વજો એટલે જ શાક-દાળ વગેરેમાં હિંગનો વઘાર કરવાની આપણને ટેવ પાડી છે. પરંતુ હવે આપણે સ્વાદ માટે થઈને આ બધું ભૂલતા જઈએ છીએ જેથી તકલીફો ઊભી થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી હિંગ મેળવો અને દિવસમાં બે-ત્રણ વાર તે પીવો. તમને ટૂંક સમયમાં આરામ મળશે. જો હિંગવાળું પાણી ન ફાવે તો હિંગમાં થોડું પાણી મેળવી તેની ચટણી તૈયાર કરો. પેટ પર તેને ઘસીને લગાડી દો. થોડી વાર સૂઈ જાવ. તમારી પેટની તકલીફ છૂમંતર થઈ જશે.

તેજ મસાલાનું સેવન:

ભોજન બનાવતી વખતે બહુ તેજ મસાલા, જેમ કે કાળાં મરી, લાલ મરચાં, જાવંત્રી અને જાયફળ, આદુ વગેરેના ઉપયોગથી આમાશયની અમ્લીય ગ્રંથિઓ ઉત્તેજિત થાય છેે. તદુપરાંત વધારે અમ્લ ઝરવાથી જલન થાય છે. ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ તત્ત્વનું પચન-પાચન મોંથી જ શરૂ થઈ જાય છે. જ્યારે આમાશયમાં પહોંચે છે ત્યારે લૂગદી જેવા રૂપમાં પહોંચે છે. ત્યારે વધારે અમ્લીય રસ ભળી જવાથી આ લૂગદી આસપાસના કાર્બન ડાયોક્સાઇડને પણ અંદર કરી લે છે. આ જ ભોજન આંતરડામાં પ્રવાહિત થવાથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા આંતરડામાં પહોંચી જાય છે. જે અપાન વાયુના રૂપમાં ગુદા દ્વારથી નીકળ્યા કરે છે.

હિંગાષ્ટક:

વારંવાર ગેસ થતોહોય તેવા લોકોએ પોતાનું પાચન સુધરે એ માટે જમતાં પહેલાં આદુ- લીંબુના રસમાં થોડું સિંઘવ મેળવી અનુકૂળ પ્રમાણમાં પીવાની આદત પાડવી જોઇએ. જમતી વખતે બે ત્રણ કોળિયા જેટલા ભાતમાં એક ચમચી હિંગાષ્ટક અને થોડું ઘી મેળવી ખાવાથી રુચિ વધે છે, પાચન સુધરે છે અને પરિણામે વારંવાર થતી ગેસની તકલીફ પણ દૂર થઇ શકે છે.હિંગાષ્ટક જો ઘેર બનાવવું હોય તો સૂંઠ, મરી, પીપર, અજમો, સિંધવ (રસોડામાં રોજ વપરાતું) જીરૂ, શાહજીરૂ અને શેકેલી હિંગ આ આઠ દ્રવ્યો સરખા ભાગે લઇ બારીક ચૂર્ણ બનાવી એક શીશીમાં ભરી લેવું. જમતી વખતે બપોરે ભાત સાથે અને રાત્રે ખીચડીમાં મેળવીને એક ચમચી ચૂર્ણ અવશ્ય લેવું.

ખૂબ જ વાયુ થયો હોય તો, દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણી સાથે લો. જેના કારણે પેટના દુખાવામાં અને હ્રદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સિંધાલૂણ અને લીંબુનાં બે-ત્રણ ટીંપાં પણ અક્સિર ઇલાજ છે.

25 ગ્રામ મેથી અને 25 ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એક એરટાઇટ ડબામાં ભરી દેવું. દિવસમાં ત્રણ વાર અડધી-અડધી ચમચી ફાકી જવી. આ ઉપાયથી વાયુ, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે. જો દિવસમાં ગોળ અને સૂંઠને ભેળવી ત્રણ વાર લેવાથી ગેસ અને પિત્તની સમસ્યા દૂર થાય છે. ગેસની તકલીફ દૂર કરવા, શેકેલા કાચકા અને મરી સરખાભાગે લઈ પાવડર બનાવી ફાકી કરવાથી ગેસમાં ચોક્કસથી રાહત મળે છે.

ઠંડા પાણીની જગ્યાએ હુંફાળું પાણી પીવો. જેથી પાચનશક્તિ સારી રહે છે અને ગેસ પણ થતી નથી. ગેસ ની સમસ્યા થાય તો તરત જ દૂધ વાળી ચા બંધ કરો. એની જગ્યા એ બ્લેક ટી, ગ્રીન ટી પીવાનું ચાલુ કરો. એમાં લીંબુ નો રસ ઉમેરી ને. 2 થી 3 લસણની કળીઓ ને સમારી એમાં લીંબુ નો રસ ઉમેરી ને અનેં એમા સંચળ નાખી ને ખાલી પેટે ગરમ પાણી ની ગળી જવાથી અને સાથે સાથે સવાર સાંજ ખાવાથી ગેસ ની સમસ્યાઓ થી રાહત મળે છે. પેટ માં અપચો અને બળતરા માટે છાસ વધારે ફાયદાકારક છે. છાસ થી પાચનશક્તિ સારી રહે છે. તેમાં રહેલો લેક્ટિક એસિડ ગેસ ની સમસ્યા દૂર કરે છે. વરિયાળી એ માઉથફ્રેશનર ની સાથે એ ગેસ ની સમસ્યા દૂર કરવા માં મદદરૂપ થાય છે. જમ્યા પછી જો આનું સેવન કરવા માં આવે તો પેટ ની બધી બીમારી થી રાહત મળે છે.

સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો

નોંધ

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here