સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ના કરો આ કામ, થઈ શકે છે ભયંકર આર્થિક નુકશાન, અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ધન , સારુ સ્વાસ્થય અને ખુશહાલીની ઈચ્છા રાખતા લોકોએ દિવસના સમયે કરેલા આ કાર્ય રાતના સમયે ન કરવા જોઈએ. રાતના સમયે કરતાં કાર્ય દિવસમાં ન કરવા જોઈએ. રાતના કાર્યમાં સૌથી મુખ્ય છે શયન, શાસ્ત્ર કહે છે કે બીમાર થવા સિવાય સાંજના સમયે ન ઉંઘવું જોઈએ. દિવસમાં ઉંઘવાથી લક્ષ્‍મી નારાજ થાય છે અને માણસ બીમાર અને આળસુ થઈ જાય છે. આ જ રીતે એવા પણ કેટલાક કામ છે જે રાતે ન કરવા જોઈએ.

સાફ-સફાઈ કરવી :

સાવરણી અંગે એક માન્યાતા એવી છે કે સવારે ઉઠીને અને રાતે સાંજ ઢળતા પહેલાં ઘર અને ઘરની પાસેની સાફ-સફાઈ કરવી જોઈએ. સાંજ પછી ઝાડૂ ન લગાવવી જોઈએ. એવી માન્યતા છે કે રાતે કચરો વાળતા ખર્ચ વધે છે અને આર્થિક નુકશાન થાય છે. દેશના કેટલાક ભાગમાં એવી માન્યાતા છે કે રાત્રે કચરો કાઢવાથી કે ઝાડૂ કરવાથી કન્યા સંતાનનો જન્મ થાય છે.

વાળ ન કાપવા :

રાતના સમયે વાળ ન કાપવા જોઈએ. જે લોકો દિવસમાં સમય ન મળતા રાતે કે સાંજે વાળ કાપે છે જે શાસ્ત્રાનુસાર યોગ્ય નથી રાત્રે તેલ કે સુગંધિત પદાર્થ લગાવીને ઉંઘવાથી નકારાત્મક ઉર્જાની અસર વધે છે. આથી મન વિચલિત થાય છે અને ઘણી પ્રકારના મનોવિકાર ઉત્પન્ન થાય છે. આથી જો તમને તેલ કે સુગંધિત વસ્તુઓનો પ્રયોગ કરવો હોય તો સાંજ પહેલાં જ એનો પ્રયોગ કરી લો. મહિલાઓએ રાત્રે વાળ ખોલીને બેસવુ કે ઉંઘવું જોઈએ નહીં. ધનની લેવડ-દેવડ હંમેશા સૂર્યાસ્ત પહેલાં કરી લેવી જોઈએ. સાંજ પછી ધનની લેવડ-દેવડ કરવી અશુભ છે.

નખ ન કાપવા :

રાત્રે નખ કાપવા અશુભ ગણાય છે. તેવી જ રીતે નખ કાપીને નહાવા જવું પણ અપશુકન ગણાય છે. રાત્રે નખ કાપવાથી લક્ષ્મીજી ઘરમાં વાસ કરતી નથી અને સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે.

નાણાંની લેવડદેવડ ના કરવી :

નાણાની લેતી-દેતી પણ હંમેશા સૂર્યાસ્ત પહેલાં જ કરી લેવી જોઈએ. સાંજ પછી આ કામ કરવાથી અપશુકન થાય છે.રાત્રે કચરો વાળવાથી ખર્ચ વધે છે અને આર્થિક નુકશાન થાય છે.રાત્રે વાળ ન કાપવા તેમજ વાળમાં તેલ નાખીને ઊંઘવાથી નકારાત્મક ઊર્જાની અસર વધે છે. તેનાથી મન પણ વિચલિત રહે છે. તેલ પણ સાંજ પહેલા નાખી લેવું જોઈએ. મહિલાઓએ રાત્રે વાળ ખોલીને ન રાખવા જોઈએ.

તુલસીના પાન તોડવા:

જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્યના ડૂબ્યા પછી આપણે ક્યારેય પણ તુલસીનાં પાન તોડવા જોઈએ નહીં. કારણ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે રાતે તુલસીમાં દેવતાઓ નિવાસ કરે છે અને જો આપણે તે સમયે તેમના પાંદડા તોડીએ તો તેમનું અપમાન થશે. તો આ બાબત ધ્યાનમાં રાખવાની ખાતરી કરો અને સૂર્યાસ્ત પછી તુલસીના પાનને ક્યારેય સ્પર્શશો નહીં.

રાત્રે કપડા ધોવા:

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપડાં ધોવા માટેનો યોગ્ય સમય ફક્ત સવારનો જ હોય છે. રાત્રિ દરમિયાન કપડાં ધોવા જોઈએ નહીં. જ્યારે તમે સવારે કપડા ધોશો તો પછી તેને સૂર્યની ગરમીમાં સૂકાવામાં મદદ મળશે. અને રાત્રે ધોયેલા કપડા ન તો સુકાઈ શકે છે અને ન તો તેની ગંધ પણ જાય છે. માન્યતા અનુસાર ખુલ્લા આકાશમાં સૂર્ય આથમ્યા પછી કપડાં ફેલાવવાથી કપડામાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે.

રાત્રે ન પીવો સફેદ દૂધ:

દૂધ એ સવારનું શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. તે પીવાથી આખો દિવસ તમારું પેટ ભરેલું અનુભવો છો. સાંજ પછી દૂધ તમને નુકસાન પહોંચાડી શકે છે. ખરેખર, દૂધની અસર ઠંડી હોય છે. જો તમારે સાંજ પછી દૂધ પીવું હોય, તો તેમાં હળદર કે કેસર ભેળવી લો. જો કંઇ મળતું નથી, તો પછી ફક્ત થોડો ગોળ જ ભેળવી લો. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

સાંજના સમયે સૂવું:

જેમ કે તમે જોયું છે કે ઘણા લોકો સૂર્યાસ્ત સમયે તેમના કામથી પાછા આવે છે અને થાકીને સૂઈ જાય છે. પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર, સૂર્યના અથમ્યા પછી ક્યારેય સાંજે ઊંઘવું ન જોઈએ કારણ કે જ્યારે બંન્ને સમય એક સાથે મળે છે, જો તમે તે સમયે સૂઈ જાઓ છો, તો તમારા ઘરમાં ક્યારેય બરકત નહીં થાય. તેથી તે ધ્યાનમાં રાખો.

સૂર્યાસ્ત પછી ચંદન ન લગાવો:

ઘણા લોકોને આદત હોય છે કે જો તે સવારે સ્નાન નથી કરતા તો તેઓ સાંજે સ્નાન કરી લે છે. સૌ પ્રથમ, જાણી લો કે પૌરાણિક માન્યતાઓ અને આરોગ્ય બંને માટે સવારે સ્નાન કરવું એ સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેમ છતાં પણ તમે સાંજે સ્નાન કરો છો, તો ભૂલથી પણ તમારા કપાળ ઉપર ચંદન લગાવશો નહીં. તેનાથી આરોગ્ય ખરાબ થઇ શકે છે.

ખોરાકને ઢાંકવાનું ન ભૂલશો:

જો રાત્રે દૂધ અથવા ખોરાક વધ્યો છે તો તેને ખુલ્લો ન છોડો. તેને હંમેશાં વાસણોથી ઢાંકીને રાખવો જોઈએ અને જો ખોરાક અથવા દૂધને ખુલ્લું છોડી દેશો તો તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી કરી શકે છે. આ સિવાય તેમાં કોઈ કચરો પણ પડી શકે છે, જેનું સેવન કરવાથી તમારા શરીર ઉપર ખરાબ અસર પડી શકે છે.

સૂર્યાસ્ત પછી હજામત કરવી નહીં:

પહેલાના સમયમાં, લોકો સાંજ પછી વાળ કપાવતા ન હતા, તેની પાછળનું કારણ લાઈટ હોવી જ એક કારણ ન હતું. જો તમે સાંજ પછી તમારા વાળ કપાવો છો અથવા દાઢી કરાવો છો, તો તેનાથી શરીરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થઇ શકે છે. દાઢી અને વાળ કપાવ્યા પછી સ્નાન કરવાનું યોગ્ય માનવામાં આવે છે. તેનાથી શરીર ઉપર પડેલા વાળ દૂર થઇ જાય છે, પરંતુ રાત્રે સ્નાન કરવાથી શરદી અને તાવની સમસ્યા થઇ જાય છે. આ કારણોસર સૂર્ય આથમ્યા પછી, આ કાર્યો બંધ કરી દેવા જોઈએ અને સવારે જ કરવા જોઈએ.

સૂર્યાસ્ત સમયે સમાગમ ન કરવો. જો તેમ કરવામાં આવે તો શત્રુ સંતાનોની પ્રાપ્તિ થાય છે. એટલે કે સંતાનો શત્રુ નિવડે છે. સૂર્યાસ્ત પછી બહારથી આવો ત્યારે પહેલાં હાથ પગ ધોઈ નાંખવા, નહિં તો ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે. તેનાથી અનેક મુસીબતો ઝેલવાનો વારો આવે છે. સૂ્ર્યાસ્ત સમયે જો તમે દીવો કરતાં હોય તો તેને ક્યારેય ફૂંક મારીને બુઝાવવો. નહિં તો લક્ષ્‍મી આવે તો છે પણ ટકતી નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top