અઠવાડિયામાં એકવાર કરી લ્યો આ કામ ખોડો અને ખરતા વાળ 1 મહિનામાં જીવનભર થઈ જશે 100% બંધ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સુંદર અને ભરાવદાર વાળ ફક્ત યુવતીઓ જ નહી યુવકોને પણ ગમે છે. દરેક લોકો તેમના ખરતા વાળથી પરેશાન છે. વ્યક્તિની હેર સ્ટાઇલ તેની સુંદરતા અને વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી દે છે. પરંતુ ખરતા વાળને કારણે લોકો ખૂબ પરેશાન છે. પરંતુ આહારમાં પોષક તત્વોનો ઘટાડો અને હોર્મોનના અસંતુલન હોવાને કારણે વાળ પાતળા થઇ જવા સૌથી મોટુ કારણ છે.

વાળ ખરવાના કારણ:

પ્રદૂષણ અને તાણના લીધે આમ પણ વાળ કમજોર થઈ જાય છે. એમાં ટ્રિમિંગ, પર્મિંગ, કલરિંગ, ડાઈ વગેરે વાળનાં મૂળને કમજોર કરી દે છે. અને વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળ ખરવાનાં સામાન્ય કારણોમાં શારીરિક પરિવર્તન, તાવ, સર્જરી, વિટામિનની ઊણપ, થાઈરોઈડ ડિસઓર્ડર, હોર્મોનલ ડિસઓર્ડર કે ટોક્સિકની સાઈડ ઈફેક્ટ વગેરે હોઈ શકે છે.

મહિલાઓમાં વાળ ખરવાનાં કારણો પોષણની ઉણપ વાળ પર જરૂર કરતાં વધુ સ્ટાઈલ અને ટ્રીટમેન્ટ લેવી, તાણ વગેરે હોય છે. વિટામિન અને હીમોગ્લોબીનની ઊણપ પણ મહિલાઓના વાળ કમજોર બનાવે છે.

વાળ ખરતા અટકાવવા ના ઉપાય:

જે રીતે માથામાં તેલ નાંખવું જરૂરી છે. તે રીતે વાળની સફાઈ અને ધોવા પણ જરૂરી છે. જો તમારા વાળ લાંબા હોય તો અઠવાડિયામાં બે વાર ધોવા.માથાની સફાઈ ખૂબ જરૂરી છે. વાળ માટે પોષણયુક્ત ખોરાક જરૂરી છે. વાળ માટે આહાર ખૂબ સારો હોવો જોઈએ. જેમ કે- લીલી અને તાજી શાકભાજી, બદામ, માછલી, નારિયેળ વગેરે આ તમામને ડાયટમાં સામેલ કરો અને લાંબા વાળ મેળવો.

વાળને ત્રણ મહિનામાં એકવાર તો જરૂર ટ્રિમ કરાવવા, જેથી બેમુખી વાળમાંથી મુક્તિ મળે. વાળને ટ્રિમ કરાવવાથી વાળ જલ્દી વધતા પણ હોય છે. લાંબા વાળને પ્રદૂષણ, ધૂળ, માટી અને હવાથી બચાવવા જોઈએ. જો તમે ક્યાંય પ્રવાસ પર નીકળ્યા હોવ તો વાળને બાંધી લેવા જોઈએ.

વાળને જલ્દી વધારવા માટે ગમે તે તેલ ઉપયોગ ન કરો. આ માટે વાળ અનુરૂપ તેલની પસંદગી કરો. લીમડાના પાંદડા તથા બોરના પાન સરખા ભાગે લઈ પાણીમાં વાટી વાળમાં લેપ કરવો. સુકાયા બાદ ધોઈ લેવાથી વાળ વધે છે અને ખોડો મટે છે.

તુલસીના પાંદડા અને આંમળાને પાણીમાં વાટી તેનો લેપ કરવાથી પણ વાળ ખોડા રહિત, કાળા તથા સુંવાળા બને છે.
લીંબુનો રસ દરેક પ્રકારના વાળમાં ફાયદો કરે છે. માથું ધોવાના પાણીમાં લીંબુનો રસ મેળવી અથવા લીંબુ નીચોવી લઈ માથામાં ઘસવાથી પણ વાળ ખરતા અટકે છે. વાળ ખરતા હોય અને ગ્રોથ ઓછો થઈ ગયો હોય તો સૌથી બેસ્ટ ઈલાજ છે આંબળા. કોકોનટ ઓઈલમાં સુકાયેલા આંબળાનો પાવડર નાખો અને તેલ કાળા રંગનુ ના થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરો. રુમ ટેમ્પરેચરમાં આ મિશ્રણને ઠંડુ કરો અને પછી માથામાં હળવેથી મસાજ કરો.

નારિયેળ, ઓલિવ, બદામ, જોજોબાનું તેલ. આ તેલથી તમે અઠવાડિયામાં એકવાર વાળમાં મસાજ કરશો તો વાળ મજબૂત અને ભરાવદાર બનશે. ચમચી મધ અને બે ચમચી ઓલિવ ઓઈલને એક વાડકામાં મિક્ષ કરો. તેમાં ફ્રેશ તજનો પાવડર નાખો અને બ્લેન્ડ કરીને સ્મુથ પેસ્ટ બનાવો. આ પેસ્ટને રેગ્યુલર માથામાં લગાવો. આનાથી તમારા વાળ સિલ્કી થશે તેમજ ગ્રોથ પણ વધશે.

એલો વેરા જેલએવું કહેવાય છે કે અઠવાડિયામાં બે વાર માથામાં એલો વેરા જેલ લગાવવું વાળ માટે અત્યંત ફાયદાકારી છે. એલો વેરાને બે ભાગમાં કાપીને તેના જ્યુસી પોર્શનને હળવેથી માથામાં ઘસો. અમુક કલાક સુધી રાખી મુકો અને પછી હુંફાળા પાણીથી વાળ ધોઈ લો.

બીયરમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માલટોસ હોય છે. જે વાળની દેખરેખ માટે મહત્વની સામગ્રીઓ ગણાય છે. તેમાં બાયોટિન પણ હોય છે જે ટાલ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બટાકાનો રસને વાળને ખરતા અટકાવવા તથા ઘટ્ટ અને લાંબા બનાવવામાં મદદ કરે છે. આના માટે બટાકાનો રસ કાઢી તેને 15 મિનિટ સુધી માથામાં રાખો અને પછી ધોઈ નાખો.

વાળને મજબૂત અને ઘટ્ટ બનાવવા નિયમિતપણે પ્રોટીન મળવું જરૂર છે. જો ઈંડાથી કોઈ વાંધો નથી તો તેની મદદથી તમે થોડા જ દિવસોમાં શાઈની અને લાંબા વાળ મેળવી શકો છો. ઓલિવ અને નારિયેળ તેલ બંને તેલને ભેળવીને અથવા અલગ-અલગ ઉપયોગ કરવાથી પણ વાળ મજબૂત થાય છે. રોજ આ તેલ લગાવીને 45 મિનિટ સુધી રહેવા દો પછી વાળ ધોઈ લો અથવા આ પ્રયોગ સપ્તાહમાં ત્રણ વાર કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top