ભારતમાં ફુદીના નો ઘણી રીતે ઉપયોગ થાય છે. ચટણીથી લઈને રાયતા સુધી અને જ્યુસથી લઈને ડિટોક્સ પાણી માટે ફૂદીનો વાપરવામાં આવે છે. ફુદીનો માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પણ તેનો ઉપયોગ કોઈ પણ વસ્તુનો સ્વાદ અનેકગણો વધારવામાં થાય છે. ઉનાળામાં મોટાભાગના લોકો ફુદીનાને પોતાના આહારમાં સામેલ કરે છે. આજે આ લેખ દ્વારા અમે તમને ફુદીનાના પાણી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે વજન ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
વજન ઘટાડવા માટે ફુદીનાનું પાણી કેવી રીતે પીવું તે જાણો
જી હાં, જો તમે ખરેખર વજન ઓછું કરવા માંગો છો તો તમે નિયમિત રીતે ફુદીના નું પાણી પી શકો છો. તેનાથી પેટની ચરબી ઓછી થશે, તમને ફિટ અને આકર્ષક બોડી મળશે. ફુદીનાના પાનમાં હાજર તત્વો વજન ઘટાડવામાં અસરકારક છે. તો ચાલો આગળ વાંચીયે, વજન ઘટાડવા માટે ફુદીનાનું પાણી કઈ રીતે પી શકાય છે. દ્વારકાના આરોગ્ય ડાયેટ એન્ડ ન્યુટ્રિશન ક્લિનિકના ડાયેટિશિયન ડો. સુગીતા મુત્રેજા પાસેથી શીખીએ.
ફૂદીનો અને લીંબુ:
ફુદીનો અને લીંબુનો રસ વજન ઘટાડવા માટે એકદમ અસરકારક મિશ્રણ માનવામાં આવે છે. વજન ઘટાડવા માટે ડાયેટિશિયન્સ ઘણીવાર લીંબુનું શરબત લેવાની સલાહ આપે છે, જો વજન ઘટાડવા માટે ફુદીનો પણ તેમાં ઉમેરવામાં આવે તો વજનમાં તરત જ ઘટાડો થતો જોવા મળે છે. લીંબુ અને ફુદીનાનું પાણી બનાવવા માટે તમે એક ગ્લાસ પાણીમાં 8-10 ફુદીનાના પાન, લીંબુનો રસ, કાળા મરીનો પાવડર અને કાળું મીઠું ઉમેરો.આ બધી જ વસ્તુ ને મિક્સીમાં પીસી ને ગાળી લો અને આ મિશ્રણ દરરોજ સવારે ખાલી પેટ પીવો. આ મિશ્રણ ધીમે ધીમે તમારી વધારાની ચરબીને બાળી નાખશે.
ફૂદીના ડેટોક્સ પાણી:
ફુદીના ડિટોક્સ પાણીનો અર્થ એ છે કે એવું પાણી જે શરીરમાંથી ગંદકી દૂર કરે છે. ફુદીનાનું ડિટોક્સ પાણી કેવી રીતે બનાવવું, તમારે એક ગ્લાસ પાણીમાં અડધો નાનો સફરજન, દાડમના બીજ, ફુદીનાના પાન અને લીંબુનો રસ નાખો . હવે આ મિશ્રણને સારી રીતે પીસી લો. આ પાણીને આખો દિવસ પીવો. આ પણ તમને વજન ઘટાડવામાં ઘણી મદદ કરશે. રોજ ફુદીનાનું ડિટોક્સ પાણી પીવાથી શરીરમાં જમા થયેલા ઝેરી તત્વોને સરળતાથી દૂર કરી શકાય છે. તે કિડની, લિવર અને આંતરડાને સાફ કરવામાં પણ મદદ કરે છે. દરરોજ ફુદીનાનું ડિટોક્સ પાણી પીવાથી તમારા ચહેરાની ચમક પણ વધે છે.
ફુદીનો અને કોથમીર:
ફુદીનાની સાથે સાથે કોથમીર પણ વજન ઘટાડવામાં કારગર માનવામાં આવે છે. ફુદીનો અને કોથમીર બંને સાથે લેવામાં આવે તો વજન ઓછું કરવામાં સરળતા રહે છે. ફુદીનો અને કોથમીરનું પાણી બનાવવા માટે તમે એક ગ્લાસ નવશેકા પાણીમાં ફુદીનો અને કોથમીર ઉમેરો. તેને સારી રીતે ગ્રાઇન્ડ કરો અને તેને ગાળીને પીવો.આ પાણી રોજ પીવાથી યૂરિન (યૂરિન ઇન્ફેક્શન)સંબંધિત સમસ્યાઓ પણ દૂર થશે.
આ સિવાય ફુદીનો અને આદુ, ફૂદીનો અને કાકડીનું પાણી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે.
ફૂદીના ના બીજાપણ કેટલાક ફાયદા જાણો :
આયુર્વેદમાં ફુદીનો ઔષધીય ગુણોથી ભરપૂર હોવાનું કહેવાય છે. ફૂદીનો સક્રિય તેલ મેન્થોલમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે, જે અપચોને દૂર કરવામાં મદદ કરે છે. ફુદીનાનું પાણી બ્લડ સુગર લેવલનું પણ સંચાલન કરે છે. ફૂદીનો એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મોથી ભરપૂર છે, જે અસ્થમાના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે.
ફુદીનાનું પાણી પીવાથી તમારું વજન તો ઓછું થશે જ, સાથે સાથે તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થશે. ફુદીનાનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારક છે. ફુદીનાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, આવી સ્થિતિમાં જો તમને ઠંડી તાસીર વાળી વસ્તુઓ ન ખાવાની સલાહ મળે તો ફૂદીના નું સેવન ના કરવું જોઈએ.