શું તમે મરચાની જલનથી બચવા માંગો છો તો ઝડપથી કરી લ્યો આ એકજ કામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ લેખ રસોડામાં કામ કરતી એ મહિલાઓ માટે છે જે પોતે રસોઈ બનાવે છે.લીલા અથવા લાલ મરચા કાપતી વખતે હાથમાં મરચાથી બળતરા થવી.આ એક સામાન્ય પરિસ્થિતિ છે જે દરેક લોકો એ ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે અથવા સહન પણ કર્યું હશે. આ બળતરા ઘણી વખત એટલી તીવ્ર બની જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે શું કરવું.

કેટલીકવાર આપણે આપણા શરીરના ઘણા ભાગોને આ હાથથી સ્પર્શ કરીએ છીએ, જેના કારણે હાથની સાથે સાથે તે સ્થળોએ પણ બળતરા થાય છે. આ બળતરા લાંબા સમય સુધી રહી શકે છે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે ઘરે જ ઉપાય કરી શકો તેવી વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ,જે તમને મરચાંની જલન માં મદદ કરશે. ચાલો આગળ જાણીએ કે મરચાંની જલન થાય ત્યારે શું કરવું જોઈએ.

જલનથી બચવાના ઉપાય:

લીંબુનો ઉપયોગ:
મરચાં કાપતી વખતે હાથમાં તીવ્ર બળતરા થાય છે. આવી સ્થિતિમાં, તમે તમારા હાથ પર લીંબુ લગાવી શકો છો. લીંબુનો રસ બળતરા ઘટાડી શકે છે.
બરફના ટુકડા લગાવો:

મરચાં કાપ્યા પછી ત્વચામાં બળતરા ન થાય તે માટે તમે તરત જ બરફના ટુકડાનો ઉપયોગ કરી શકો છો. બળતરા થતી હોય તે હાથમાં બરફ ઘસી શકો છો.તેનાથી તમારા હાથ બળતરા તરત જ દૂર થઈ જશે.

કાચા દૂધનો ઉપયોગ:
મરચાં થતી બળતરા માટે કાચુ દૂધ પણ એક ઉપાય છે, જો તમે 2 મિનિટ સુધી હાથમાં કાચુ દૂધ લગાવીને પાણીથી હાથ ધોઓ છો તો તમારી આ બળતરા ખુબ જ જલ્દીથી દૂર થઇ શકે છે.
એલોવેરાનો ઉપયોગ:

બળતરા થવાની સ્થિતિમાં એલોવેરા અથવા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકાય છે. એલોવેરાનો ઔષધીય ગુણ ત્વચાને ઘણી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે. જો તમે 2 મિનિટ માટે એલોવેરાને તમારા હાથમાં છોડી દો છો, તો તે તમારા હાથની બળતરાને ઘણી હદ સુધી દૂર કરી શકે છે.

મધનો ઉપયોગ:
મરચાંથી થતી બળતરામાં હાથ ધોવા અને મધને હાથ પર લગાવવુ. આમ કરવાથી ત્વચાની બળતરા ઓછી થશે. બળતરા ઓછી થયા પછી તમે તમારા હાથને ઠંડા પાણીથી ધોઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top