મિત્રો, જો તમે પેટ સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થી પીડાવ છો તો તેના માટે અજમા એક શ્રેષ્ઠ ઔષધ છે. અજમા માં ભરપૂર પ્રમાણમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઇન્ફ્લેમેટરી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા વજનને નિયંત્રણ માં રાખવા માટે સહાયરૂપ બને છે. અજમામાં પ્રાકૃતિક એન્ટિઓક્સિડેંટ સમાવિષ્ટ હોય છે જે તમારા શરીરમાં રહેલા તમામ ઝેરી તત્વો ને દૂર કરે છે.
અજમાનું પાણી બનાવવા માટે સૌપ્રથમ એક પાત્ર માં ૨ ચમચી અજમા નાખી અને મધ્યમ તાપે તેને શેકી લ્યો. ત્યારબાદ અડધો લિટર પાણી ને હૂંફાળું ગરમ કરો. ત્યારબાદ આ શેકેલા અજમાને પાણીમાં ઉમેરો અને ત્યારબાદ તેને ઉકાળો. તે પાણી અડધું થાય ત્યાં સુધી તેને ઉકાળો. ત્યારબાદ તેને ગળણી વડે ગાળી લો. અને તે પાણી નું આખા દિવસ દરમિયાન સેવન કરતા રહેવું. વજન ઘટાડવા માટે આ એક વિશિષ્ટ પદ્ધતિ છે. જો તમે થોડા સમય માં જ તમારા વજન ને નિયંત્રિત કરવા ઇચ્છતા હોવ તો તમે ૨ ચમચી અજમા ને ૨ ગ્લાસ પાણીમાં પલાળી ને રાખી મુકો અને આખી રાત રાખી મુકો. ત્યારબાદ પરોઢે તે પાણીને ગળણી ની સહાયતા થી ગાળી લો. તેમાં ૧ ચમચી મધ મિક્સ કરો અને ભૂખ્યા પેટે નિયમિત તે પાણી નું સેવન કરવું. આ સાથે ત્રણ માસ સુધી કાર્બોહાઇડ્રેટ ની બનેલી વસ્તુઓ નું ઓછું સેવન કરો.
પેટમાં દુઃખાવાના રાહત માટે :
પેટના દુખાવા માટે આ જોરદાર ઉપાય છે.દરરોજ તેનું સેવન કરવાથી પેટના દુખાવાથી રાહત મળે છે. ખાવા-પીવામાં બેદરકારીના કારણે પેટમાં દુખાવો છે તો અજમાને મીઠું સાથે મિક્સ કરી હૂંફાણા પાણી સાથે ખાવું. એનાથી પેટના દુખાવો ઠીક થઈ જશે.
હૃદયના દર્દીઓ માટે :
હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હાઇ બીપી અથવા હૃદયની બીમારી મોટાભાગે લોકોનું કોલેસ્ટ્રોલ વધવાથી થાય છે અને શરીરમાં કોલેસ્ટ્રોલ ખરાબ લાઇફસ્ટાઇલ અને ચરબીયુક્ત ખાનપાનના કારણે વધે છે. જ્યારે શરીરમાં કૉલેસ્ટ્રોલ વધે છે ત્યારે લોહી જાડુ થવા લાગે છે અને તેનાથી હૃદય તેમજ બ્લડનું સર્ક્યુલેશન કરતી માંસપેશિઓ પર દબાણ વધવા લાગે છે. એવામાં અજમાનું પાણી ફાયદાકારક હોઇ શકે છે. તેની ગરમ તાસીર હોવાને કારણે માંસપેશિઓમાં ગરમી વધે છે, જેનાથી લોહીનાં પરિભ્રમણમાં સુધારો થાય છે.
ગેસ ની સમસ્યા :
આ પાણી પીવાથી ગેસની સમસ્યા મટે છે.જો તમને ગેસની સમસ્યા હોય તો આ પાણી તમારા માટે એક રામબાણ ઉપાય છે. આ પીવાથી ગેસની સમસ્યા મટે છે. ગેસની સમસ્યા માટે, અજમાની એક ચપટી ,હળદર અને મીઠું પણ સમાન માત્રામાં લો આને ગરમ પાણીથી ખાઈ લો ગેસની સમસ્યાથી તરત રાહત મળશે.આ ખાવાને પચવામાં પણ ખૂબ અસરકારક છે.
ભૂખ ન લાગવી :
ભૂખ ન લગાવી એક આમ સમસ્યા છે.એક ચમચી અજમો ,થોડોક કાળુ મીઠું,આદુ અને લીંબુનો રસ ઉમેરી ચાટવાથી ભૂખ વધારે લાગે છે.તમે ખાલી અજમાને પણ પાણીથી લઈ શકો છો.આનાથી પણ ઘણો લાભ મળે છે.આની ટિપ્સ ને તમે ૧૦ થી ૧૫ દિવસ લગાતાર કરો તમને કોઈ પણ દવાની જરૂર નહિ પડે. અજમો પાચન ક્રિયાને ઠીક બનાવે છે. રોજ જમ્યા પછી અજમાની ફાંકી લેવાથી પાચનતંત્ર સારુ રહે છે. આ અપચો દૂર કરવામાં મદદરૂપ છે.
પીરીયડ ની સમસ્યા :
પરંપરાગત ઔષધીય વાળી ચા આજકલ બજારમાં ઘણા સ્વરૂપો અને પેકિંગ સાથે ઉપલબ્ધ છે.જે મહિલાઓના માસિક ધર્મ ચક્ર ને નિયંત્રિત રાખવા માટે સૌથી પ્રચલિત પરંપરાગત ઉપાય છે. અજમાનું પાણી પણ આવી જ એક ઔષધી છે.રાતે સૂતા પેહલા માટીના વાસણમાં અજમાને પલાળીને બીજા દિવસે સવારે મહિલાઓએ આ પાણી પીવું જોઈએ. જો પીરિયડ્સ દરમિયાન દુ:ખાવો થાય છે તો ૧૫ થી ૩૦ દિવસ સુધી જમ્યા પછી કુણા પાણી સાથે અજમો લો. તેનાથી દુખાવાથી રાહત મળશે. પણ જો પીરિયડ્સ દરમિયાન બ્લીડિંગ વધુ થાય છે કે ગરમી વધુ છે તો તેનો પ્રયોગ ન કરો.
અસ્થમા અને ખાંસી :
અડધા કપ પાણીમાં અડધો કપ અજમાનો રસ મિક્સ કરી સવાર સાંજ જમ્યા પછી પીવાથી અસ્થમા ઠીક રહે છે. આ ઉપરાંત ખાંસીમાં રાહત માટે અજમનો રસમં એક ચપટી સંચળ મિક્સ કરી સેવન કરો અને પછી ગરમ પાણી પી લો.
પિંપલ અને ડાર્ક સર્કલ :
૨ ચમચી અજમાને વાટીને ૪ ચમચી દહીમાં નાખો. આને રાત્રે સૂતી વખતે આખા ચહેરા પર લગાવો અને સવારે ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો. આનાથી પિંપલ મટી જાય છે. આ ઉપરાંત કાકડીના રસમાં અજમો વાટીને ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. ત્વચાથી જોડાયેલી સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અજમો કારગર છે. અજમાને થોડા દૂધ અને પાણીમાં ભેળવીને પીસી લો,આ પેસ્ટને તમારા ચહેરા પર ૧૫ મિનિટ સુધી લગાવી રાખો અને ઠંડા પાણીથી ધોઇ લો. અઠવાડિયામાં ૨-૩ વખત આ પેસ્ટનો ઉપયોગ કરો. તમામ પ્રકારની ચામડી ની સમસ્યાથી છૂટકારો મળશે.
ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધથી છુટકારો મેળવવા :
ગળાની સમસ્યા અને મોંની દુર્ગંધ આને લેવાથી જતી રહેશે.હા,ખોટા ખાવા પીવાને લીધે ઘણી વખત ગળામાં દુઃખાવો થાય છે અને મોં માંથી દુર્ગંધ આવે છે.પરંતુ અજમાનું પાણી પીવાથી મો ની દુર્ગંધ દૂર થાય છે અને ગળાની સમસ્યા મટે છે.
વજન ઓછું કરવું :
આજકાલ મોટાભાગની સ્ત્રીઓ જાડાપણાથી પરેશાન છે અને વજન ઘટાડવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે.બહુ ઓછાં લોકો જાણે છે કે અજમાનું પાણી પીવાથી વજન ઓછું થઈ શકે છે. અજમાના બીજ ચયાપચયની ક્રિયામાં વધારો કરે છે જેના પરિણામે ચરબી ઘટે છે જે આપણું વજન ઘટાડવામાં મદદ કરે છે.વજન ઘટાડવા માટે અજમાનું પાણી બનાવવા માટે, ૨૫ ગ્રામ અજમો લો અને તેને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો.સવારે આ ગ્લાસમાં એક ચમચી મધ નાખીને તેનું સેવન કરો. આ તમારું વજન ઘટાડવામાં મદદ કરશે . તમારે આ મિશ્રણ પાણી ને ૧૫ થી ૨૦ દિવસ સુધી લેવાની જરૂર છે.
સ્તનપાન ના સમયે અજમા નું પાણી ફાયદાકરક :
સ્તનપાન દરમ્યાન અજમા અને વરિયાળીના પાણીનો ઉપયોગ ફાયદાકારક છે. અજમા અને વરિયાળીના ગુણધર્મોને લીધે,તે ગર્ભાશયને શુદ્ધ કરવામાં અને દૂધને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે,આવી રીતે અજમાના પાણીથી અનેક આરોગ્ય લાભ મેળવી શકાય છે.
માથાના દુઃખાવા ને ઊલટીની સમસ્યા :
અજમાને પાણીમાં ઉકાળીને પાણી પીવાથી તમને જો માથા દુખાવા અને શરદીમાં રાહત મળે છે. અજમાને પીસી નારિયેલ તેલમાં ભેળવી દો.આ લેપને માંથા પર લગાવી હલકો હલકો રબ કરી લો.માથાના દુખાવામાં તરત રાહત મળશે.એસિડની સમસ્યા માટે, અજમો અને જીરૂનો પીસી નાખો.હવે આને એક ગ્લાસ પાણીમાં ઉમેરી ઉકાળી લો.હવે આ પાણીને ગાળીને પી લો.તરત રાહત મળશે.
મોઢાની સમસ્યા માટે :
જો તમે મસુડો ના દુખાવાથી કે સોજાથી પરેશાન છો તો તમે અજમાને પીસીને તેમાં સિંધવ મીઠું ઉમેરી તેનું મંજન બનાવીને મૂકી દો.આનાથી તમે ધીરે ધીરે મસુડો પર મસાજ કરો સોજા અને દુખાવામાં બંનેમાં રાહત મળશે.દુર્ગંધ માટે, જો મોઢામાંથી દુર્ગંધ આવે છે તો તમે રાતે અજમો થોડા ગરમ પાણીથી લો.ખૂબ લાભ થશે.લોહીને સાફ કરવા માટે, અજમો લોહી સાફ કરે છે.આનાથી ખાવાથી ચહેરાની સુંદરતા વધે છે.આમાં એન્ટી એજિંગ તત્વ હોય છે.જો ત્વચાને લાંબા સમય સુધી યંગ બનાવીને રાખે છે. મોઢાની દુર્ગંધ થી બીજાના સામે શર્મિંદા થવું પડી રહ્યું છે તો તમે અજમાના પાવડરને પાણીમાં મિક્સ કરી કોગલા કરો. એનાથીએ કીટાનું પણ મરી જશે અને મૉઢાની દુર્ગંધથી પણ રાહત મળશે.