જ્યારે આપણે ઘરની રસોઈ માં કે બીજી કોઈ પણ જગ્યાએ લીંબુનો રસ કાઢ્યા પછી લોકો તેની છાલ ફેકી દેતા હોય છે. સામાન્ય રીતે આ છાલ માંથી બધો રસ નથી નીકળી જતો તેમાં થોડો ઘણો રસ રહી જ જાય છે. તેમજ તે છાલ માં ઘણા બધા એવા પોષક તત્વો હોય છે જેનો ફાયદો ઉઠાવી શકાય છે. તે ખૂબ ફાયદાકારક છે, લીંબુ અને લીંબુની છાલ અનેક ગુણો ધરાવતી હોય જે સ્વસ્થ્ય માટે ખૂબ ફાયદા કારક છે. લીંબુ પાણી આપણા શરીર ની ગંદકી બહાર ફેકે છે. લીંબુના રસ માં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે જે આપણી ત્વચા ને ચમક આપે છે. લીંબુના રસ કરતાં છાલમાં ૧૦ ગણુ વધારે વિટામીન સી લીંબુ ની છાલ માં હોય છે.
લીંબુનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે. લીંબુમાં વીટામીન સી ભરપૂર હોવાથી સ્વાસ્થ્યની સાથે સાથે અનેક જગ્યાએ તેનો વ્યાપક ઉપયોગ થઇ શકે છે. જો તમે લીંબુની છાલને લીંબુનો ઉપયોગ કર્યા પછી ફેંકી દો છો તો આ લેખ જરૂર વાંચો. લીંબુ જેટલું ફાયદાકારક હોય છે એટલી જ ફાયદાકારક તેની છાલ પણ હોય છે. એટલા માટે તેને ક્યારેય પણ ના ફેંકો અને તેનો ઉપયોગ, ત્વચાને સુંદર બનાવવા માટે કરો. લીંબુની છાલમાં ખૂબ રિફ્રેશિંગ સુંગધ આવે છે અને તેને રાખવાથી કીડી અને મચ્છર પણ આવતા નથી. હકીકત માં લીંબુના રસ ની તુલનામાં તેના છાલા માં વિટામીન સી અને એ, બીટા કેટોરીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ વધારે હોય છે.
સ્વસ્થ હાડકાં :
લીંબુની છાલ હાડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે તમે નેક્સ્ટ ટાઈમ લીંબુનું અથાણું રાખો તો તેને છાલ સાથી જ રાખો. તે શરીરમાં કેલ્શિયમની માત્રાને પૂરી રીતે અવશોષિત કરવા માટે સક્ષમ છે અને તેના ગુણ પણ શરીરમાં પ્રવેશ કરી જાય છે જેનાથી હાડકાં મજબૂત થઈ જાય છે.
વજન ઘટાડવા માટે :
લીંબની છાલ વજન ઘટાડવામાં પણ સહાયક થાય છે. તેમાં પેપ્ટિન મળી આવે છે જે વજન ઘટાડી દે છે. વજન ઓછું કરવામાં પણ તેનો ખૂબ મોટો ફાળો છે. લીંબુ ના છોતરાં ને ઉકાળીને પીવામાં આવે તો. અને તેનાથી કમજોરી પણ નથી આવતી. લીંબુ પેક્ટીન ફાઈબર થી સમૃધ્ધ હોવાને કારણે ભૂખ ઓછી લગાડે છે. જેનાથી વજન ઓછુ કરવામાં મદદરૂપ થાય છે.
કેન્સરથી બચાવે :
મિત્રો સૌથી મોટી બીમારી એટ્લે કેન્સર, આવી જીવલેણ બીમારી માં લીંબુ ના છાલા ખૂબ કામ કરે છે અને કેન્સર ના દ્રવ્ય નો નાશ કરે છે. કેન્સર કોશિકાઓના ઉગ્ર વ્યવહાર વિશે બધા જ જાણે છે પરંતુ લીંબુની છાલ પોતાની ફ્લેવોનોયડ્સ અને સોલેવ્સ્ટ્રોલ ક્યૂ૪૦ ગુણના કારણે, કેન્સર કોશિકાઓને નિષ્ક્રિય કરવામાં કારગર થાય છે. તે બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સર અને સ્કીન કેન્સરમાં કારગર હોય છે. લીંબુ ની છાલ નો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે એમાં એક એવો ચમત્કારિક ગુણ છે જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓ નો નાશ થાય છે.
કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ ૧૦,૦૦૦ ગણી વધુ અસરકારક છે. કેન્સર જેવા અસાધ્ય રોગ થી બચવા માટે અથવા થયો હોય તો એમાં થી સાજા થવા માટે લીંબુનો રસ અને તેની છાલ કેટલાં ફાયદાકારક છે. લીંબુની વનસ્પતિ માં કેટલાંય પ્રકાર ના કેન્સર ને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે. એનો ઉપયોગ બેક્ટેરિયા ના ઇન્ફેક્શન તથા ફંગસ ઉપર પણ કરી શકાય છે. શરીર માંના પરોપજીવી જંતુઓ અને વિષાણુઓ ઉપર પણ એ અસરકારક છે. એનો સ્વાદ પણ સારો હોય છે અને કેમોથેરપીના જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી.
કોલેસ્ટ્રોલ ઘટાડવામાં સહાયક :
જો તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ખૂબ વધારે થઇ ગયો હોય તો તમે લીંબુની છાલનો ઉપયોગ કરવાનું શરૂ કરી દો. તેમાં પોલીફિનોલ ફ્લેવોનોયડ હોય છે જે કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.
હાર્ટને તંદુરસ્ત રાખે :
લીંબુની છાલમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેના સેવનથી બ્લડપ્રેશર યોગ્ય થઇ જાય છે અને હદયની ક્રિયાવિધી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે. તેનાથી હદયના રોગ અને અન્ય બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.
મોં ની દુર્ગંધ દુર કરે :
જો તમારા મોંઢામાંથી વાસ આવતી હોય તો તમે તેની છાલના પાણીથી કોગળા કરો. એમ તો વિટામીન સીની ઉણપથી મોંઢા સંબંધી રોગ થાય છે તો લીંબુની છાલથી દૂર થઈ શકે છે. પેઢામાંથી લોહી આવવું, વાસ આવવી વગેરે તેનાથી ઠીક થઇ શકે છે. મોઢા માં આવતી દુર્ગંધ કે પછી પાયેરીયા જેવી બીમારી થાઈ તો આપણા મિત્રો પણ વાત કરતી વખતે દુર ભાગે છે. અને આપણને શરમ નો અનુભવ થાય છે. લીંબુના છાલા મોં ની દુર્ગંધ ને દુર કરવામાં મદદરૂપ થાય છે.
ત્વચા સંબંધી સમસ્યાઓ :
લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને પેસ્ટ બનાવી લો અને તેને ત્વચા પર ઓછી માત્રામાં લગાવો. તેનાથી દાણા અને ખીલ યોગ્ય થઇ જાય છે અને ડેડ સ્કીન પણ નીકળી જાય છે.
નખ ની ચમક વધારે :
વધારો નખની ચમક જો તમારા નખ દેખાવમાં પીળા છે તો તમે તેના પર લીંબુની છાલ રગડી શકો છો. તેનાથી તે ચમકદાર બની ઉઠશે.
કરચલીઓ દૂર કરે :
અકાળે કરચલીઓ પડવા લાગે, તો લીંબુની છાલનો ઉપયોગ કરો. લીંબુની છાલને સૂકવીને પીસી લો અને તેને ગુલાબજળમાં મિક્સ કરીને એક કલાક માટે ત્વચા પર લગાવો.
મુસાફરીમાં ઉલટી અટકાવે :
ઉબકાને રોકે ઘણા બધા લોકોને મુસાફરીમાં ઉલટી થાય છે. એવામાં તમે તમારી સાથે લીંબુની છાલ રાખીને તેને સૂંઘી શકો છો.
લીંબુનો રસ અને ખાસ કરીને એની છાલ લોહી ના દબાણ અને માનસિક દબાણ ને નિયમિત બનાવે છે. માનસિક તાણ અને મજ્જા તંત્રના રોગો ને કાબુમાં રાખે છે. આ માહિતી નો સ્રોત અત્યંત ચકિત કરી દે તેવો છે.વધુમાં જોઈએ એ તો તેનો પ્રયોગ કપડા કે પછી વાસણ પર લાગેલા દાગ સાફ કરવા માટે તે ગંદા કપડા પર લીંબુનું છાલું ઘસવું, અને આખી રાત એમજ રહેવા દેવું. આવું કરવાથી દાગ આસાનીથી દુર થઇ જશે.