ચા ભારતીય સમાજનું એક અભિન્ન અંગ બની ચુકી છે કે જેને આપણે ચાહીને પણ અવગણી નથી શકતાં. જે દિવસે ચા ન પીધી હોય, તો એવું લાગે છે કે જાણે દિવસની શરુઆત જ નથી થઈ. ભારતમાં લગભગ 90 ટકા લોકો સવારે નાશ્તા પહેલા ચા જરૂર પીવે છે. શું આપને લાગે છે કે આ એક સારી ટેવ છે ? રિસર્ચ મુજબ સવારે નરણે કોઠે ચા પીવી ખૂબ જ નુકસાનકારક બની શકે છે, ખાસ તો ઉનાળામાં. ચામાં કૅફીન અને ટૅનિન હોય છે કે જે શરીરમાં ઊર્જા ભરી દે છે. જો આપ નરણા કોઠે કે પછી વધુ ચા પીવો છો, તો આપને તેનાં નુકસાન વિશે જરૂર જાણ હોવી જોઇએ.
આદુવાળી ચાનું સેવન ઉનાળામાં નુકસાન પણ પહોંચાડી શકે છે. આદુવાળી ચાનું વધારે સેવન કરવાથી પેટમાં દર્દ, પાચન શક્તિમાં તકલીફ જેવી સમસ્યા થાય છે. આ સિવાય પણ ઉનાળામાં આદુવાળી ચા પીવાથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. જો તમે પણ 365 દિવસ આદુવાળી ચાનું સેવન કરતા હોય તો આ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે શું શું નુકસાન કરે છે. આવો જાણીએ આદુવાળી ચા પીવાથી શું શું નુકસાન થાય છે ?
અન્નનળી કે ગળાનું કૅંસર થવાનો ખતરો :
વધુ ગરમ ચા પીવાનું નુકસાન બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ વધુ ગરમ ચા પીવાથી અન્નનળી કે ગળાનું કૅંસર થવાનો ખતરો આઠ ગણો સુધી વધી જાય છે. ઉકળતી ગરમ ચા ગળાનાં ટિશ્યુને નુકસાન પહોંચાડે છે.
અનિંદ્રાનો ભોગ :
કોઈ પણ વ્યક્તિએ રાતે આદુ વાળી ચાના સેવનથી બચવું જોઈએ. ઘણા લોકો વિચારતા હોય છે કે રાતે સુતા પહેલા આદુવાળી ચા પીવાથી લાભ થાય છે, પરંતુ જાણકાર લોકો કહેતા હોય છે કે, રાતે આદુવાળી ચાનું સેવન કરવાથી ઊંઘ ઉડી શકે છે.
હાર્ટમાં તકલીફ :
ચામાં માપસર આદુ નાખવાથી ચાનો સ્વાદ વધી જાય છે અને પચવામાં પણ સરળ રહે છે. પરંતુ ઘણા લોકો ચામાં હદથી વધારે આદુ નાખીને ચા પીવે છે. વધારે ચા પીવાથી દિલના રોગ, ડાયબિટીસ અને વજન વધારવાની પણ શકયતા રહે છે. તેનાથી હૃદયમાં દુખાવો થાય છે. ઘણા લોકો વધુ આદુવાળી ચાનું સેવન કરીને પેટમાં બળતરાની ફરિયાદ કરતા હોય છે.
એબોર્શનનો ખતરો રહે :
પ્રેગ્નેન્ટ મહિલાને આદુનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે, ગર્ભમાં રહેલા બાળક માટે તે નુકસાનકારક છે. જો પ્રેગ્નેન્સી દરમિયાન વધુ ચાનું સેવન કરવામાં આવે તો તેનાથી એબોર્શનનો ખતરો વધી જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ અડધા કપથી વધારે આદુવાળી ચાનું સેવન હાનિકારક થઇ શકે છે. હકીકતમાં આદુ શરીરને નુકશાન નહી પહોંચાડે અને શિયાળામાં આદુવાળી ચા ફાયદકારી હોય છે કારણકે આદું ગર્મ હોય છે પણ પ્રેગ્નેંટ મહિલાની બૉડી ખૂબ કોમળ હોય છે તેથી તે સમય તમને વધારે આદુંનો સેવન નહી કરવું જોઈએ. વધારે આદુંની ચા પીવાથી ગૈસની પ્રાબ્લેમ, પેટ ખરાબ, ડાયરિયા છાતીમાં બળતરા જેવી પ્રોબ્લેમ વધી જાય છે.
પ્રેગ્નેંસીના સમયે તમે તમારા બ્લ્ડ પ્રેશરની પરેશાનીથી પસાર થઈ રહ્યા છો તો આદું વાળી ચા ન પીવી. આદું વાળી ચા દવાઓના અસરને ઓછું કરી નાખશે જેનાથી બ્લ્ડ પ્રેશરની પ્રોબ્લેમ વધી શકે છે. તે સિવાય જો પહેલા તમારું અબાર્શન થઈ ગયું છે કે આદુંની ચાનો સેવન ન કરવું.
ભૂખ ઓછી કરે :
આદુ વાળી ચા પીવાથી વજન ઘટી શકે છે. આદુમાં સેરોટોનિન હાર્મોનની સાંદ્રતા ભૂખ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે વજન વધારવા માંગતા હોય તો આદુવાળી ચાનું સેવન કરવાથી બચો.
એસીડીટી :
આદુનું સેવન પ્રમાણસર કરવાથી ફાયદો થાય છે. કડક ચા પીવાની અસર નરણા કોઠે કડક ચા પીવાથી પેટને સીધું નુકસાન પહોંચી શકે છે. કડક ચાથી પેટમાં અલ્સર અને એસિડિટી થઈ શકે છે. પરંતુ જો તેનું સેવન વધારે પડતું થઇ જાય તો એસીડીટી જેવી બીમારીનો ભોગ બની શકાય છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી એસીડીટી થઇ જાય છે. દિવસભરમાં ત્રણ કપથી વધારે ચા પીવાથી એસિડીટીની શિકાયત થઈ શકે છે.
ડાયાબિટીસ :
આદુનું સેવન બ્લડશુગરના લેવલને ઓછું કરી દે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ ખાસ કરીને જેનું શુગર ઓછું રહેતું હોય છે તેને આદુનું સેવન ટાળવું જોઈએ. આદુના વધારે સેવનથી બ્લડ શુગર ઓછું થઇ જતા તકલીફ પડે છે તેના કારણે ગ્લાઈસીમિયાની સ્થિતિ પેદા થઇ શકે છે.
બ્લડ પ્રેશર :
જે બ્લડ પ્રેશર અથવા બીપીની તકલીફ હોય તો તેને અધિક માત્રામાં આદુનું સેવન ફાયદાકારક છે. તેમાં રહેલ કેફીનથી બ્લ્ડ પ્રેશર વધી શકે છે અને તેને પીવાથી ટેવ લાગી શકે છે. પરંતુ જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું રહેતું હોય તો તેને થોડું પણ આદુનું સેવન કર્યું તો નુકસાનકારક થઇ શકે છે. આદુમાં લોહીને પાતળો કરવાનો ગુણ હોય છે. ત્યારે જેનું બીપી લો રહેતું હોય તે લોકો આદુનું સેવન કરે તો તેનું બીપી વધારે લો થઇ જાય છે.
થાકનો અહેસાસ :
દૂધની ચા પીવાનાં નુકસાન અભ્યાસ માં જાણવા મળ્યું છે કે જે લોકો નરણા કોઠે બહુ વધાર દૂધ વાળી ચા પીવે છે, તેમને થાકનો અહેસાસ થાય છે. ચામાં દૂધ મેળવવાથી એંટી-ઑક્સીડંટની અસર નાબૂદ થઈ જાય છે.
અન્ય નુકશાન :
પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધે છે જે પુરુષો દિવસમાં 5 કપ ચા પીવે છે, તેમને પ્રોસ્ટેટ કૅંસરનો ખતરો વધી જાય છે. એક અભ્યાસમાં આ માહિતીનો ખુલાસો થયો છે. પાચન ક્રિયાને નબળું બનાવે છે ચા. દાંત પર પણ તેનો ખરાબ અસર પડે છે.