સોપારી ખાવાના નુકશાન ઘણા સાંભળ્યા હશે! પણ શું તમે જાણો છો સોપારી ખાવાના અઢળક ફાયદા વિશે, અહી ક્લિક કરી ને વાંચો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે સોપારી વિશે લોકો એવું માનતા હોય છે કે સોપારી એ ખાવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. જો નિયમિત રૂપે સોપારી નું સેવન કરવામાં આવે તો તેના કારણે આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થઇ શકે છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા છે કે જે સોપારીના ફાયદાઓ વિશે જાણે છે. આજ કાલ લોકો ગુટખા નું સેવન કરતા થઇ ગયા છે. જે સેહત માટે ખુબ જ હાનીકારક છે. કારણકે તેમાં સોપારી સાથે તમાકુ પણ હોય છે. પણ જો વિના તમાકુ એ સોપારી ખાવામાં આવે તો તે ફાયદાકારક સાબિત થાય છે. દુનિયામાં એવા ઘણા દેશ છે જ્યાં સોપારી નો ઉપયોગ કરી અને દવાઓ પણ બનાવવા માં આવે છે. આજે આપને બતાવવા જઈ રહ્યા છીએ સોપારી નું સેવન કરવાના કારણે થતા ફાયદાઓ વિશે.

ડાયાબિટીસ માં :

ડાયાબિટીસને કારણે અનેક લોકો વારંવાર મુખ સૂકાઈ જવાની સમસ્યા થાય છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો. એવા લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખૂબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.

દાંતને સડાથી બચાવવા માટે :

સોપારીમાં એન્ટી-બેક્ટેરિયાલ ગુણ હોય છે. તેને કારણે તેનો ઉપયોગ દાંતનો સડો રોકવા માટે પણ મંજનના રૂપમાં કરવામાં આવે છે. દાંતમાં કીડા થઈ ગયા હોય ત્યારે સોપારીને બાળીને તેનું મંજન બનાવી લો. રોજ તેનાથી મંજન કરો, ફાયદો થશે. 3 સોપારીને શેકી લો. પછી શેકેલી સોપારીને પીસીને પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુ રસના 5 ટીપા નાખો અને એક ગ્રામ કાળુ મીઠું મેળવી લો. રોજ દિવસમાં બે વાર આ મિશ્રણથી પોતાના દાંતની સફાઈ કરો. એક અઠવાડિયામાં દાંત ચમકવા લાગશે.

હાઈ બ્લડપ્રેશરમાં લાભદાયક :

સોપારી ખાવાથી હાઈ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવી છે કે સોપારીમાં રહેલ ટૈનિન નામનું તત્વ એન્જિયોટેનસિન હાઈ બ્લડપ્રેશર કંટ્રોલમાં ઉપયોગી છે. સોપારી ની અંદર ટેનિન નામ નું તત્વ હોય છે. આ માટે જેઓ ને હાઈ બીપી હોય તેવા લોકો ને સોપારી ખાવી એ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે હાઈ બીપી ના પેસ્ન્ટ એ ક્યારેક ક્યારેક સોપારી ખાવી પણ યાદ રહે તમાકુ વિના જ.

ડિપ્રેશન દૂર થાય છે :

સોપારી ખાવાથી તંત્રિકા તંત્ર ઉત્તેજીત થાય છે. તે સિવાય સોપારી ઉપર થયેલા એક સંશોધન પ્રમાણે એ વાત સામે આવે છે કે તેને ચાવવાથી તણાવ મહેસૂસ થતો નથી. આજ કાલ લોકો તનાવ માં બહુ રહેતા હોય છે. કોઈ ને કોઈ સમસ્યા તનાવ નું કારણ બની રહેતી હોય છે.નાની ઉમર ના બાળકો પણ તનાવ માં હોય છે, એ તો ઠીક પણ જેમ જેમ ઉમર વધે એમ કામ નું પ્રેસર વધતા તનાવ વધે છે આ માટે મોઢા માં સોપારી રાખવી. સોપારી ખાવાથી તમે વધુ એક્ટીવ રહેશો. સોપારી ના લીધે તમારું તંત્રિકા તંત્ર ઉતેજીત હોય છે. જેના લીધે તનાવ ઓછો થાય છે.

સ્કિન પ્રોબ્લેમમાં રામબાણ છે :

સોપારી સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. દાદર, ખુજલી, ખાજ અને ચકામા થાય ત્યારે સોપારીને પાણીની સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ જ વધુ ખંજવાળ આવી રહી હોયતો સોપારીની રાખને તલના તેલમાં મેળવીને લગાવવાથી લાભ થાય છે. આ ઉપરાંત સોપારીનો ઉપયોગ ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવામાં કરી શકાય છે. સોપારીના કારણે કોઈપણ વ્યક્તિને ધાધર, ખરજવું, ખંજવાળ કે અન્ય પ્રકારની સમસ્યા ઉત્પન્ન થઈ હોય તો તેના કારણે તેમાંથી રાહત મળી શકે છે.

મોં માંથી દુર્ગંધ દુર થાય :

અમુક લોકો ના મોઢા માં લાળ નું પ્રમાણ ઓછુ હોય છે. મતલબ કે એમનું મોઢું સુકું સુકું જ રહે છે. જેના લીધે મોઢા માં બેક્ટેરિયા નું નિર્માણ થાય છે. જેના લીધે તેમને મોઢા સબંધિત ઘણી બીમારીઓ થાય છે. અને ઘણી વાત એમના મોઢા માંથી વાસ પણ આવે છે. જો તમારે પણ કોઈ ને આ રીત ની સમસ્યા હોય તો તમારે સોપારી મોઢા માં રાખવી. તેના દ્વારા તમારા મોઢા માં લાળ નું નિર્માણ થતું રહેશે અને તમને મોઢા માં વાસ આવવાની સમસ્યા થી છુટકારો મળશે.

હેડકી ની સમસ્યા થી છુટકારો :

સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને હેડકીની સમસ્યામાંથી રાહત મળે છે. સાથે સાથે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિ અવાજમાં ઘણું બધો સુધારો થાય છે. માંસપેશીઓ તાકાતવાર બને છે. સોપારીનો ઉપયોગ ડાયાબિટીસની સમસ્યા ના ઈલાજ માટે પણ ખૂબ કારગર સાબિત થાય છે. નિયમિતરૂપે સોપારી નું સેવન કરવાના કારણે તથા મોઢાની અંદર તેને ચાવવાના કારણે મોઢામાં ભરપૂર માત્રામાં ઉત્પન્ન થાય છે. જે આપણા શરીરની અંદર જઈ શરીરમાં રહેલા ઇન્સ્યુલિનને કંટ્રોલ કરે છે.

સ્કિઝોફેનિયાને દૂર કરે :

સ્કિઝોફેનિયા એક પ્રકારની મગજની બીમારી છે. આ બીમારીના લક્ષણોને સોપારીના સેવનથી ઓછું કરી શકાય છે એક તાજા સંશોધન પ્રમાણે આ બીમારીમાં જે દર્દીઓ સોપારીનું સેવન કરે છે તેના લક્ષણોમાં સુધારો થાય છે.

પુરુષને નસોમાં નબળાઈ દૂર :

બહુમૂત્રતામાં સોપારીનું ચૂર્ણ એકથી બે ગ્રામ ગાયના ઘી સાથે નિયમિત સેવનથી લાભ થાય છે. સોપારીના પાકથી પુરુષને નસોમાં નબળાઈ દૂર થવામાં અને શીધ્રપતન રોકવામાં લાભ મળે છે. જોકે તેના સતત સેવનથી વાત વધે છે.સોપારી કાચી ન ખાવી જોઈએ. તેના વધુ પડતા ઉપયોગથી લોહીનું દબાણ વધુ ઘટી જાય છે અને ચક્કર આવવા લાગે છે.ભારતમાં લોકો વર્ષોથી સોપારીનો ઉપયોગ માઉથ કેરીનરના રૂપમાં કરતા આવ્યા છે.

સોપારી ના નુકશાન :

પેઢાને નુકસાન :કેટલાક લોકોને દરરોજ સોપારી ચાવવાની આદત હોય છે. એનાથી ધીરે ધીરે પેઢા પર અસર થવાની શરૂઆત થાય છે. એનાથી માઉથ અલ્સર થવાનું જોખમ રહે છે.

અન્નનળીનું કેન્સર:

સોપારીમાં રહેલા અલ્કલોઇડ અને પોલયફેનોલ સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. એનાથી અન્નનળીના કેન્સરનું જોખમ વધી જાય છે.

મોઢાનું કેન્સર :

પાનમાં સોપારી અને કાસ્ટિકનો ચૂનો મિક્સ કરવામાં આવે છે. જેનાથી મોઢાના કેન્સર થવાની શક્યતા વધારે વધી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top