મોંઘી એટીબાયોટિક્સ દવા કરતાં પણ વધુ અસરકારક છે ઔષધિનો આ રીતે ઉપયોગ, 100થી પણ વધુ રોગો માટે છે રામબાણ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ ઔષધિ આયુર્વેદમાં ઘણા રોગને સારી કરનાર માનવામાં આવે છે. આ ઔષધિ છે ઉસના.. ઉસનાને અલગ અલગ ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, જેમ કે લેટિનમાં લાઈકન ઓડોરીફરસ, હિન્દીમાં પથ્થર કાં ફૂલ અને અંગ્રેજીમાં ચરીરા, રોકમોસ વગેરે. આપણે ત્યાં એને ઉસના ના નામે ઓળખવામાં આવે છે.

ઉસના બારીક તેલ જેવી ગૂંથાયેલી હોય છે. એ સનોબરના ઝાડની ડાળીઓ પર મળી આવે છે. એ બન્ને બાજુએ ધોળી હોય છે પણ ખુશબોદાર હોતી નથી. કાળી જાતની ઉસાને સારી હોતી નથી. તે બે ત્રણ ઇંચ લાંબી તથા તેના રેસા ચપટા તથા પહોળાં હોય છે. ખાસ કરીને તે બે ડાળખીથી જ બને છે. ઉસના પર અનિયમિત રૂપે ખાડા હોય છે. તે સુગંધમાં સારી હોય છે પણ તે સ્વાદે કડવી તથા સહેજ ખારાશ પડતી હોય છે.

ઉસના ગુણમાં મૂત્ર લાવનાર તથા સારી રીતે ઊંઘ લાવનાર હોય છે આ ઉપરાંત બલદાયક પણ હોય છે.
ઉસનાનો ઉકાળો પણ બનાવી શકાય છે. આ ઉકાળો પીવાથી તે શરીરને સચેતન બનાવે છે. શરીરમાં જાગૃતિ લાવે છે. આ ઉપરાંત બળ પણ વધારે છે. હ્રદયમાં ધબકારાનો વ્યાધિ થયો હોય તેમાં તથા અપસ્મારના વ્યાધિમાં પણ ઉસનાનો ઉકાળો ઘણી રાહત આપે છે. એ શરીરમાં ખાધેલ ખોરાકનું બરાબર પાચન કરે છે.

ઉસના જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે, જે કોઈને ઊલટી થતી હોય તો ઉસનાનો ઉકાળો પીવાથી ઘણી રાહત મળે છે એનાથી પથરીમાં પણ ઘણો લાભ થાય છે. પેટનો આફરો પણ મટી જાય છે, આ ઉપરાંત શરીરમાંના નાનાં જીવજંતુઓ પણ નાશ પામે છે. ઉસનાનો છૂંદીને ભૂકો કરી નાક્માં સહેજ નાખવાથી ફેફસું તથા ભ્રમ મટે છે. ગર્ભાશયની ગતિમાં ફેરફાર થયો હોય તેને પણ ફાયદો કરે છે.

ઉસનાને ગરમ પાણીમાં ઉકાળી તેમાં બેસવાથી સાંધાનાં દર્દમાં રાહત મળે છે. શરીરનો કોઈ પણ ભાગ નબળો થઈ ગયો હોય ત્યાં લેપ કરવાથી એ ભાગને સારો કરી દે છે. એની કાજલ પણ બનાવાય છે. તે આંખમાં આંજવાથી આંખોનું નું તેજ વધે છે એ આંખની ગરમી પણ ઓછી કરે છે. પેશાબ ખુલાસાથી લાવવા માટે એની પોટલી બનાવી કમરે બાંધવામાં આવે છે.

ઉસનાનું નું તેલ પણ બનાવવામાં આવે છે. જે લગાડવાથી માથાનું દર્દ પણ ઓછું થાય છે. માથાના વાળ સાફ કરવા પણ એનું તેલ વપરાય છે. તેનાં પાન ઊંઘ લાવવા માટે પણ વપરાય છે. એની છીંકણી પણ બનાવાય છે, ઉસના સ્વાદે તીવ્ર હોવાથી તેની સુગંધી એટલે કે અતર બનાવવામાં પણ કામમાં લાગે છે.

ઉસનાનાં ફૂલ તથાં પાન, નગોડ, કચૂરો, કેવડો, હળદર, દારૂ હળદર, ગોરોચન, કપૂર કાચલી અને ખુંબાજી એ દરેક ચીજો પા-પા તોલો લઈ તેને સરસિયા તેલમાં નાખી રીતસરનું તેલ બનાવવું. આ તેલ નું આંખોમાં અંજન કરવાથી આંખોનું તેજ વધે છે. માથાના દુ:ખાવામાં પણ એ તેલ ઉપયોગી નીવડે છે. એનાથી ધાતુપુષ્ટિ પણ થાય છે. એ શરીરની ક્રાંતિ પણ વધારે છે.

ઉસનાનાં પાન, ફૂલ, ક્યો મૂળ, ખસખસ, આકડાનાં મૂળ, હરડે દળ, પાતાળતુંબડી, કાસની, કાળીપાટ, સફેદ મૂસળી, ગંધક, પારો તથા લોહભસ્મ એ દરેક પા-પા તોલો લઈ તે તમામનું બારીક ચૂર્ણ બનાવી તેની નાની નાની ગોળી બનાવી શકાય. આ ગોળીના ઉપયોગથી તાવ, અતિસાર, અનિદ્રા, પ્રમેહ, અર્શ, ઉદર રોગ વગેરે માટે વપરાય છે. આ ગોળી દિવસમાં એકથી બે વાર ઉપયોગમાં લઈ શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top