તાપને કે કોઈપણ કારણે થતો માથાનો દુખાવો અને આધાશીશી માથી કાયમી છૂટકારાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તડકામાં ખૂબ ફરવાથી તથા ઉજાગરા કે અતિ મહેનત કરવાથી ક્યારેક માથું દુખવા લાગે છે, શરીરમાં તાવ આવવા જેવું લાગે કે તાવ આવ્યો હોય ત્યારે તેની અસરને કારણે ઘણીવાર માથામાં અસહ્ય દર્દ ઉત્પન થાય છે, તો ઘણીવાર ડિહાઈડ્રેશન ના કારણે પણ માથું દુખવા લાગે છે.

માથાના દુખવાથી રાહત મેળવવા માટે લોકો ઘણી મોંઘી દવાઓનું સેવન કરે છે, પરંતુ ઘણી વાર તેની આડઅસર થાય છે. માથાના દુખવાના ઘણા ઘરેલુ ઉપચાર પણ છે, જે સરળતાથી બજારમાં મળી રહે છે અને તેની કોઈ આડઅસર પણ થતી નથી. ચલો આપણે આ ઘરેલુ ઉપચાર વિશે જાણીએ.

છીંકણી કે જાયફળ સૂંઘવાથી છીંકો આવે છે, છીંકો આવવાથી માથું દુખતું ઓછું થાય છે. મરી, સુંઠ કે સુખડ વાટીને કપાળે તેનો લેપ લગાવવાથી દુખાવામાં રાહત મળે છે. અઢીશેર પાણીમાં બે તોલા નવસાર મેળવી તેમાં ભીંજવેલું કપડું માથે રાખવાથી લાભ થાય છે. સુંઠ તથા કેસરને વાટી તેને ઘીમાં ભેળવી સુંઘવાથી માથાના સર્વ પ્રકારના રોગો મટી જાય છે.

સુખડને પાણી સાથે પથ્થર પર ઘસીને માથે લગાડવાથી માથું દુખતું બંધ થાય છે, એ જ રીતે હીરાબોર અને સરકો લગાડવાથી પણ માથાનાં દર્દ મટે છે. એરંડાના મૂળનો લેપ વારંવાર લગાડવો અથવા કપાસનું પાનું ગરમ કરીને માથા પર બાંધવું. એ જ રીતે દિવેલાનું પાન ગરમ કરીને માથે બાંધવાથી માથાનો દુખાવો નરમ પડે છે.

ત્રિફળાનું ચૂર્ણ પા તોલો મધ અને ઘી સાથે લેવાથી અથવા તકમરિયા ને પાણીમાં પલાળી રાખી તે પાણી તકમરિયા સાથે પીવાથી પિત્તથી થતો માથાનો દુખાવો બંધ થઈ જાય છે. કફથી માથું દુખતું હોય તો પીપરી-મૂળના ગંઠોડાનું ચૂર્ણ ગોળ સાથે ખાવું, માથામાં જીવડાંને લીધે દુખાવો હોય તો નાકે ટર્પેન્ટાઈન ઓઇલ લગાડવું. આથી કીડો બહાર નીકળી જશે અને દુખાવામાં રાહત મળશે.

કેળની કૂંપળનો રસ માથે લગાડવો. બોરડીનું મૂળ અને પીપર ઘસીને માથે લેપ કરવાથી રાહત મળે છે. જલદ ચા (વગર દૂધની) માં ૧ લીંબુ નીચોવી પીવાથી માથાનો દુખાવો મટે છે. સાજીખાર ગાયના દૂધથી બનેલા માખણમાં મિક્સ કરીને ખાવાથી માથું દુખતું બંધ થાય છે. આરીઠાની છાલ અથવા આંબાની અંતરછાલ પાણીમાં ઘસી નાસ લેવાથી રાહત મળે છે.

કમળના ફૂલની ચા પીવાથી માથાનું દર્દ મટે છે. કાળી મૂસળી કોપરા સાથે ખાવાથી, સુંઠ, કેસર અને સાકર સમ ભાગે ખાવાથી અથવા ગાયના માખણ સાથે સોનામુખી ભેળવી ખાવાથી માથાનું દર્દ મટે છે. આંકડાનું દૂધ રાખમાં મેળવી તે સૂંઘવું, આથી છીંક આવી માથું દુખતું બંધ થાય છે.

આકડાનાં પાકેલા પાન માથે બાંધવાં, આરીઠાનું ફીણ માથે ચોપડવું અથવા આમળાંનું ચૂર્ણ પા તોલો ઘી-સાકર સાથે ખાવું. આમ કરવાથી માથાનું દર્દ મટે છે. ગરમીથી માથું દુખતું હોય તો કાંદો સૂંધવો. શરદીથી માથું દુખતું હોય તો મરીને પાણીમાં વાટી માથે લેપ કરવો. કાચા તૂરિયાનો રસ ગરમ કરી માથે લગાડે તો માથાનું દર્દ મટે છે.

લીમડાનાં પાન ગરમ કરવા અથવા છૂંદીને તે રસ ગરમ કરી માથે લગાડવાથી દર્દ મટે છે. આમળાંનું ચૂર્ણ સાકર સાથે ખાવું, કાયફળનો ભૂકો સૂંઘવો અથવા સુખડનો વહેર દિવેલમાં મસળી લેપ કરવાથી માથાનું દર્દ મટે છે. મરીના દાણા ખૂબ ઝીણા વાટી ભૂખે પેટે બે માસ પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.

પકવેલા સમુદ્રફીણનું ચૂર્ણ સૂંધવું, અરીઠનું ચૂર્ણ સૂંધવું, નવસાર અને ચૂનો શીશીમાં ભેગો કરી હલાવીને સુંઘવાથી જોરથી છીંકો આવશે અને માથું દુખતું હલકું પડશે. મરીનું બારીક ચૂર્ણ સુંઘવાથી છીંક આવશે અને માથું દુખતું મટશે. સાબરસિંગું માથે લગાડવાથી માથું દુખતું નરમ પડે છે. સુખડ ધસીને માથે તેમજ પગના તળિયે લગાડવું અથવા સરકામાં ખાદીનો કટકો ભીંજાવી માથે મૂક્વાથી દુખાવો મટે છે.

કાચા ચોખામાં ૨ લવિંગ વાટીને માથે લેપ કરવો અથવા લીમડાની ડાળી ઘસીને માથે ચોપડવાથી અથવા ધતૂરનાં પાનના રસનું ચૂર્ણ અને તેલ માથે લાડવાથી દર્દ મટે છે. રાત્રે કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે તે પાણીમાં દ્રાક્ષ મસળી, ગાળીને પીવાથી માથાનું દર્દ મટે છે. ઘોડાવજ અને સૂંઠ ભેગાં કરી સૂંઘવાથી અથવા આધેડાનું ચૂર્ણ સુઘવાથી માથાનો દુખાવો બંધ થાય છે.

વરણીનાં મૂળની છાલની ચટણી ૧ તોલો, તેલ ૪ તોલા અને પાણી ૧૬ તોલા મેળવીને ઉકળવું, ફક્ત તેલ બચે ત્યારે ઉતારીને માથે ઘસવાથી દર્દ મટે છે. હોજરીના બાગડથી માથું દુખતું હોય તો ગરમ પાણી પીવું અને મળસ્થાનને ગરમ પાણીથી સાફ કરવું. બીલી, નગોડનાં પાન, અજમો અને માલકાંગણી મસળીને રોટલા જેવું બનાવીને માથે મૂક્વાથી ગમે તેવો દુખાવો નરમ પડે છે.

કાળી માટી ભીંજવી કપડા પર લગાડી માથે મૂકે તેમજ પેટ ઉપર મૂકે તો ગરમીથી દુખતું માથું નરમ પડે છે. કાંસકીનું મૂળ અને મરી પાણીમાં ઘસીને માથે મૂકવું. કંકોડા, રતાંજલિ અને કોપરેલનો લેપ માથે લગાડવો. અડદનો રોટલો બનાવી માથે બે કલાક માથે રાખવાથી માથાનું દર્દ મટે છે.

માખણથી રોજ માથા ઉપર ખૂબ જ મહેનતથી માલિશ કરવાથી માથાનું દર્દ મટે છે. ૧૦ વર્ષ જૂના જમરૂખના ઝાડનું મૂળ પાણીમાં ઘસી લગાડયા કરવાથી ગમે તેવા માથાનો દુખાવો મટી જાય છે. કેવડાની જડ પાણીમાં છૂંદી માથે મૂક્વી અથવા જાડાછીંક નામની વનસ્પતિ સૂંધવાથી માથાનું દર્દ મટે છે. પગની પાટલીના તળિયે રોજ ચોખ્ખું ઘી કાંસાના વાટકાથી ઘસવાથી માથાનું દર્દ નાશ પામે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top