પેટ અને મોં ના ચાંદા જેવી અનેક સમસ્યા માટે વરદાનરૂપ છે આનું સેવન, જરૂર જાણો ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ટામેટાં વિના ભારતીય રસોડું છે અધૂરું! ટામેટાંને શાકભાજી માનવામાં આવે છે, જો કે વાસ્તવિકતામાં તે એક ફળ છે. ટમેટાનું વૈજ્ઞાનિક નામ સોલેનમ લાઇકોપેરિસિકમ છે અને તે મૂળ મેક્સિકોમાં જોવા મળ્યું હતું. ટામેટાં નરમ અને લાલ રંગના હોય છે.

તેમાં ઘણા બીજ હોય ​​છે જેનો સ્વાદ મીઠો હોય છે. પછી ભલે તમે તેને ફળ અથવા શાકભાજી કહો, પરંતુ બધા જાણીએ છીએ કે ટમેટા પોષણનો શક્તિશાળી સ્ત્રોત છે. તેને દૈનિક આહારમાં શામેલ કરીને તેનો  લાભો લઈ શકાય છે.  આવો જોઈએ ટામેટા ખાવાથી શરીરને થતા ફાયદા.

ટામેટામાં આયર્નની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, તેમા આયર્નની માત્રા ઈંડામાં હોય એના કરતાં પાંચ ગણી વધારે હોય છે, એક ગ્લાસ ટામેટાનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. દરોજ સવારે ખાલી પેટ લાલ કાચા ટામેટા પર મીઠું અને કાળા મરી નાખીને ખાવાથી પેટમાં જે કીડા હોયે તો મરી જાય છે. ટામેટામા વિટામીન K અને કેલ્સિયમ હોવાના કારણે હાડકા મજબુત બને છે અને સંધા ની તકલીફોમા રાહત મળે છે.

દરરોજ એક ગ્લાસ ટામેટાનું  જ્યુસ પીવાથી પીલીયાની બીમારી પણ મટી જાય છે. ટામેટા ની અંદર વિટામીન એ અને સી ઘણી માત્રા માં હાજર હોય છે, જે શરીર માટે ઘણું સારું માનવામાં આવે છે. તેથી જે લોકો માં પણ વિટામીન ની કમી થાય તેમના માટે ટામેટા નું સેવન કરવું લાભદાયક સાબિત થાય છે.

ટામેટામા રહેલા એન્ટિઓક્સિડન્ટ  શરીરમા કેન્સરની જીવલેણ બીમારી સામે રક્ષણ કરે છે. કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્લડ શુગરનુ લેવલ જળવાઈ રહે છે, આથી ડાયાબિટીસની બીમારી સામે રક્ષણ મળે છે. જે લોકોના મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય એ લોકોએ ટામેટા વધુ ખાવા જોઈએ, મોઢામાં પડતા ચાંદા માટે ટામેટા એક દવાનું કામ કરે છે, ટામેટાના રસને પાણીમાં મિક્સ કરીને એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય અને પેટ સાફ ન થતું હોય એ લોકોએ સવારે કાચા ટામેટાં ખાવા જોઈએ, ટામેટાં ખાવાથી આંતરડાને તાકાત મળે છે, ટમેટાં ખાવાથી આંતરડામાં ઘાવ હોય તો તે દૂર થાય છે અને તે પાચનશક્તિમાં સુધારો કરે છે, ટામેટાંનો ઉપયોગ કરવાથી કબજિયાત ની સમસ્યા દૂર થાય છે.

કીડનીમાં પથરી થાય ત્યારે ટામેટા નું સેવન કરવું જોઈએ. કારણકે તેમાંથી મળતું પોટેશિયમ કીડનીમાં પથરી વધવા દેતા નથી, તેથી જેમને પણ કીડનીની સમસ્યા રહે છે તેમને માટે ટામેટા ખાવાનું ફાયદાકારક રહે છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ટામેટા ઘણા લાભદાયક સાબિત થાય છે. કારણકે તેના અંદર ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ હોય છે જે ગર્ભવતી મહિલા અને તેના પેટમાં રહેલ બાળકોના વિકાસ માટે સારા હોય છે.

ટામેટાની અંદરથી લીકોપીન નામનું તત્વ હોય છે. જે સુરજના હાનીકારક કિરણોથી ચહેરાનો બચાવ કરે છે. તેથી જ્યારે પણ સુરજ ની સામે રહો તો ઘરે આવીને ટામેટા નો રસ ચહેરા પર લગાવવાથી આરામ મળે છે. તેના રસને લગાવવાથી સુરજની કિરણોથી જે હાની ત્વચા ને પહોંચી હશે તે એકદમ દુર થઇ જશે.

ટામેટામા ફાયબર અને પાણીની માત્ર વધુ હોવાથી ભૂખને કંટ્રોલ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકોનું વજન વધારે છે એ લોકોએ કાચા ટામેટા કાપી સાથે કાચી ડુંગળી કાપી અને તેના પર લીંબુ, મીઠું નાખીને નિયમિત રીતે ખાવું જોઈએ જેનાથી ધીરેધીરે વજન ઓછું થશે.

હવે આપણે ટામેટાં ખાવાથી થતું નુક્શાન વિશે પણ જાણીશું : ટામેટામાં કેટલાક એવા કેરોટેનૉયડ્સ હોય છે જે ઇમ્યૂન સિસ્ટમને પ્રભાવિત કરે છે. કાચા ટામેટા ખૂબ વધારે ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે. ટામેટાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાંથી દુર્ગંધ આવી શકે છે.

ટામેટા વધારે ખાવાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઇ જાય છે, એનાથી છુટકારો મેળવવા માટે લોકોને દવાઓ પર પૈસા નાંખવા પડે છે. ટામેટાના બીજ સૌથી વધારે નુકસાન પહોંચાડે છે. જો તમે ટામેટા સલાડમાં ખાઇ રહ્યા છો તો પ્રયત્ન કરો કે ઓછામાં ઓછા બીજ તમારા શરીરમાં જાય. આ બીજ સરળતાથી પચતા નથી અને કિડનીમાં પથરીનું કારણ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top