થાઇરોઇડ એક નાની ગ્રંથિ છે. તેનો આકાર પતંગિયા જેવો છે. તે ડોકના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય (જીવન માટે કોષો જે દરે આવશ્યક ફરજો નિભાવે છે તે) દરને અંકુશિત કરે છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે.
થાયરોઇડ થવાના કારણ:
તમારા મમ્મી-પપ્પા કે દાદા-દાદી ને થાઇરોઇડ રોગ હોય તો એનો મતલબ તમને પણ થાઇરોઇડ થવાની શક્યતાઓ ખૂબ જ વધુ છે. કારણ કે આવી બીમારીઓ વારસાગત બીમારી કહેવાય છે. વધુ પડતો તણાવ એ થવાનું સૌથી મોટુ કારણ છે.
તમે અલગ-અલગ બીમારીઓ માટે વધુ પડતી દવાઓનું સેવન કરો છો, તો આ ટેવ તમને થાઇરોઇડ થવાનું કારણ હોઈ શકે. આયોડીન ની ઉણપ: લગભગ વિશ્વના ૧૨ કરોડથી પણ વધુ લોકોને આયોડીનની ઉણપ ની સમસ્યા છે. આયોડિનની ઊણપ એ થવાનું સૌથી મોટું કારણ છે.
આજકાલ એવા નવા નવા કારણો સામે આવ્યા છે જેનાથી એવી ગંભીર બીમારી ઉત્પન્ન થાય છે. ખાંડ માંથી બનતી વાનગીઓ તળેલું વધારે પ્રમાણમાં ખાવાથી થાઇરોઇડ થઈ શકે છે. બહારના નાસ્તા, જમવાનું વધારે પડતું ખાવાથી વિરુદ્ધ આહાર ખાવાથી, વાસી ખોરાક ખાવાથી, દવાની કોઈ આડઅસર થવાથી પણ રોગ થઈ શકે છે.
થાઈરોઈડના લક્ષણો:
જો તમને વારંવાર થાક લાગે, તમારા વજનમાં વધારો વધારો થાય તમારા વાળ ખરવા માંડે, અવાજ ઘોઘરો થઈ જાય, નાની નાની વાતો પણ ભૂલવાની બીમારી થાય, અનિદ્રાની સમસ્યા, કોલેસ્ટ્રોલ વધી જાય, રદયની કાર્ય ક્ષમતા ધીમી પડી જાય શરીર અને ચહેરા પર સુજન આવી જાય તો આવું કોઈ લક્ષણ દેખાય તો સમજવું તમને થાઇરોઇડની બીમારી છે.
થાઈરોઈડને સાઈલેંટ કિલર માનવામાં આવે છે, કેમ કે તેના લક્ષણ વ્યક્તિને ધીમે ધીમે ખબર પડે છે. અને જ્યારે બીમારીનું નિદાન થાય છે ત્યાં સુધીમાં મોડું થઇ ગયેલ હોય છે. ઈમ્યુન સીસ્ટમમાં ગડબડથી તેની શરૂઆત થાય છે. પણ વધુ પ્રમાણમાં સારવાર એંટી બોડી ટેસ્ટ નથી કરાવતા જેથી ઓટો ઈમ્યુનીટી જોવા મળે છે.
થાયરોઇડ ઘરેલુ તેમજ દેશી ઉપાય:
થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ડાયેટમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે. જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવો. અઠવાડિયામાં એકવાર નારિયળ પાણી પીવો તો સારુ રહેશે.
આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે. પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરો. જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી. અખરોટ અને બદામ માં સેલેનિયમ નામનું તત્વ મળી આવે છે. જે આ રોગની સમસ્યા ના ઉપચાર માં ફાયદાકારક સાબિત થાય છે. ૧ આખી અખરોટ માં ૫ માઈક્રો.ગ્રામ. સેલેનિયમ હોય છે.
અખરોટ અને બદામ ના સેવન થી થાઈરોઈડ ના કારણે ગળા માં થતા સોજા માં પણ કેટલાક અંશે ઓછુ કરી શકાય છે. અખરોટ અને બદામ સૌથી વધુ ફાયદાકારક હાઈપોથોયરાઇડીજ્મ હોય છે. થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો. રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કાઇ પણ ખાવાનું કે પીવાનું નહી.
બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ . આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. લાલ ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો. અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો.
થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો. આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો. એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે.
રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. રોજ અડધો કલાક એક્સરસાઈઝ કરો. તેનાથી થાઈરોઈડ વધતો નથી અને કંટ્રોલમાં રહે છે. આ રોગ માટે કાળા મરીનો ઉપયોગ ઘણો ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરી ભલે તે કોઈપણ પ્રકાર ના હોય પણ તેનો ઉપયોગ કરવાથી આ રોગ માં લાભ થાય છે.
એક ચમચી અળસી ને થોડા કરકરું વાટી ને દહીંમાં નાખીને તેની સાથે તુલસીના પાન નાખીને ખાવાથી પણ ફાયદો થાય છે. તે ઉપરાંત બ્રાહ્મી, આંબળા, ગુગળ અને શિલાજીત પણ ખુબ ફાયદાકારક હોય છે. ૧૧ થી ૨૨ ગ્રામ જળકુમ્ભીની પેસ્ટ બનાવીને થાઈરોઈડ વાળી જગ્યા ઉપર લગાવાથી ઘણો ફાયદો થાય છે. આ આયોડીનની ઉણપને પણ પૂરી પાડે છે. જળકુમ્ભીનો ઉપાય ખુબ અસરકારક છે.
સવારે ઉઠતા જ ખાલી પેટ એક ચમચી મધ (કુદરતી મધ) માં ૫-૧૦ ગ્રામ આંબળા ચૂર્ણ ઉમેરીને આંગળીથી ચાટો. આ પ્રક્રિયા રાત્રી ભોજનના ૨ કલાક પછી કે સુતી વખતે ફરીથી કરો, ખુબ સરળ ઉપાય છે પણ ચોક્કસ અસરકારક છે. જે મોટાપાને પણ કન્ટ્રોલ કરે અને થાઈરોઈડ ને પણ મટાડે છે.