શિલાજીત એ એક ચીકણું પદાર્થ છે. જે મુખ્યત્વે હિમાલયના ખડકોમાં જોવા મળે છે. તે છોડના ધીમા વિઘટનથી સદીઓથી વિકસે છે. શિલાજીતનો ઉપયોગ સામાન્ય રીતે આયુર્વેદિક દવામાં થાય છે. તે એક અસરકારક અને સલામત પૂરક છે. જે તમારા એકંદર આરોગ્ય અને સુખાકારી પર હકારાત્મક અસર કરી શકે છે.
શિલાજીત માત્ર પૌરુષત્વ જ વધારતું નથી પરંતુ તેના અનેકવિધ ફાયદા છે. પહાડી ગુફાઓમાં મળતા શિલાજીતને એક જડીબુટ્ટી સમાન જ માનવામાં આવે છે. તેનાથી અનેક બીમારીઓમાં ફાયદો થાય છે. અનેક ગંભીર રોગોમાં પણ આ પથ્થર અક્સીર ઔષધ બનીને કામ લાગે છે.
શિલાજીત એક પ્રાચીન જડીબુટ્ટી છે. જેમાં 85 ખનિજ તત્વો હોય છે. જે શરીરને સ્ફૂર્તિલું અને જોશ ભર્યું બનાવે છે. શિલાજીતમાં ફુલવિક એસિડ હોય છે. જે શરીરના ખનિજ અને તત્વોને ઓબ્જર્બ કરવાની શક્તિ હોય છે.
શિલાજીત ત્રણ અલગ અલગ રૂપમાં મળે છે. 1. લીકવીડ 2. સોલિડ 3. કેપ્સુલસ. તમારે કેપ્સુલસનો ઉપયોગ કરવો જોઈએ નહિ, કારણ કે આમાં તે સૂકા પાઉડરના રૂપમાં હોય છે. અને સાથે એમાં ભેળસેળ હોવાની સંભાવના ખુબ વધારે હોય છે. પ્રયત્ન કરો કે લીકવીડમાં મળતા શિલાજીતનો જ ઉપયોગ કરો.
શિલાજીત આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. એમાં કેલ્શિયમ, મૅગ્નેશીયમ, નિક્લ અને સ્ટ્રોન્ટીયમ જોવા મળે છે, જે હાડકાની નબળાઈ દૂર કરી આર્થરાઇટિસ જેવી બીમારીઓમાં રાહત આપે છે. મહિલાઓમાં પીરિયડ્સ જેવી સમસ્યા જેમ કે ઓછું કે બધારે બિલ્ડીંગ થવું, પેટમાં દુ:ખાવો થવો, અનિયમિત માસિકધર્મ જેવી સમસ્યા શિલાજીતના ઉપયોગથી ખત્મ થઇ જાય છે.
જે મહિલાઓને વાંઝીયાપણું અથવા સે***ક્સયુલ કમજોરી જેવી ફરિયાદ છે. તેવી મહિલાઓએ આનું સેવન જરૂર કરવું જોઈએ. તેમજ શિલાજીત એક પાવરફૂલ એન્ટીઓક્સીડટ છે, જે ત્વચાના ફ્રી રેડિકલ ડેમેજને ઓછું કરી કરચલીઓને દૂર કરે છે. શિલાજીતના ઉપયોગથી ત્વચાની રંગત ધીરે ધીરે નીખવા લાગે છે. સાથે ચહેરો લાંબા સમય સુધી જવાન બની રહે છે.
શિલાજીતનું સેવન કરવાથી આપણા શરીરના ઘા ભરવાની ક્ષમતામાં પણ વધારો થાય છે. આમાં રહેલા વિટામિન બી, કોપર અને ફુલવીક એસિડ આપણા રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
શિલાજીત શરીર માટે એક કુદરત એંજાઈઝર છે. પોતાનો સ્ટેમીના વધારવા માટે મિલ્ટ્રી,ઓલમ્પિક અને સપોર્ટથી જોડાયેલા લોકો આનો ઉપયોગ કરે છે. વર્કઆઉટ પહેલા સ્ટ્રેન્થ માટે અને વર્કઆઉટ પછી રિકવરી માટે આનો ઉપયોગ કરી શકાય છે. જે લોકોને આખો દિવસ આળસ કે થાક અનુભવ થતો રહે છે, તેમણે દરરોજ સવારના સમયે આનું સેવન જરૂર કરવું જોઈએ.
શિલાજીની અંદર આયરનની માત્રા વધારે હોય છે, જે શરીરની અંદર ઓક્સિજનની નશોને ગતિ પ્રદાન કરે છે. નસોમાં આવેલ નબળાઈ કે કોલેસ્ટ્રોલ કે બ્લોકેજને સારું કરવા માટે આ ખુબ ફાયદાકારક છે. શિલાજીતની અસર શરીરના એનડ્રોજન, એસ્ટ્રોજન અને ટેસ્ટ્રોસ્તેરોન બધા પ્રકારના સેક્સયુલ હાર્મોન્સ પર થાય છે. શીઘ્રપતન, નપુંસકતા અને શુક્રાણુઓનું કમી અને મહિલાઓ-પુરુષોની શરીરથી જોડાયેલ દરેક પ્રકારની સેક્સયુલ નબળાઈ આના ઉપયોગથી સંપૂર્ણ રીતે સારી થઇ જાય છે.
શિલાજીત આપણને મગજની સ્થિરતા પ્રદાન કરે છે, કામમાં મન ન લાગવું, મગજમાં વગર કામે વિચાર આવવા અને કોન્સ્ટેસનમાં કમી આવવાની સમસ્યામાં આનું સેવન કરવાથી સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઇ જાય છે. આના સેવનથી આપણી વિચારશક્તિ વધે છે, સાથે વસ્તુને યાદ રાખવાની ક્ષમતાનો પણ વિકાસ થાય છે.
શિલાજીતમાં જોવા મળતું મેગ્નેશિયમ લોહીમાં ગ્લુકોઝના લેવલને કંટ્રોલ કરે છે. ટાઈપ 2 ડાયાબીડિસના દર્દી પોતાના શુગરને કંટ્રોલમાં કરવા માટે આનો ઉપયોગ કરી શકે છે. શિલાજીત વધેલા બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે. શિલાજીત પર થયેલી શોધ અનુસાર જાણવામાં આવ્યું છે, કે તે સ્ટેટ્સ, ડિપ્રેશન અને એન્જાઇટીમાં પણ ખુબ ફાયદાકારક હોય છે, જે લોકો મોટાભાગે ઉદાસ રહે છે, મગજ પર હંમેશા ટેન્શન, સ્વભાવમાં ચિડ઼ચિડ઼ાપણું અને હંમેશા ચિંતાઓથી ઘેરાયેલા રહે છે તેવા લોકો માટે મગજને શાંતિ પ્રદાન કરવા માટે ખુબ લાભકારી છે.