આજકાલ દરેક આયુર્વેદિક સ્ટોર માં ઘઉં ના આ જવારા નો રસ મળે છે. આયુર્વેદ માં તો તેને સંજીવની નામ આપવામાં આવ્યું છે. નાના થી લઇ ને મોટા મોટા રોગો માં જવારા નો રસ લાભકારક નીવડે છે. આપણા શરીર માં કોલેસ્ટ્રોલ હોવું જરૂરી છે, પણ એવું કોલેસ્ટ્રોલ નહિ કે જે આપણા લોહી ના પ્રવાહ ને રોકે. લોહી ને જાડુ કરે.
જેનાથી હૃદય રોગ નો ખતરો રહે. જે વ્યક્તિઓ ને આ હૃદયરોગ ની બીમારી છે તેવી વ્યક્તિઓ એ આ ઘઉં ના જવારા નો રસ નિયમિત સવારે પીવો જોઈએ. તેનાથી તેમને હદયને લગતા રોગો માં રાહત મળે છે. ઘઉં ના જવારા ના રસ માં એન્ટી ઓક્સીડેન્ટ ભરપૂર માત્ર માં હોય છે. માટે જ કહેવામાં આવે છે કે આ રસ કેન્સર ની કોશિકાઓ ને મારવામાં મદદરૂપ સાબિત થાય છે. મોઢા ના કેન્સર માં પણ આ રસ અસર કરે છે.
જો આપણા શરીર માં લાંબા સમય સુધી હાઈ બ્લડ શુગર ની તકલીફ રહે છે. તો તે આપણા શરીર ની સીસ્ટમ ને નુકસાન પહોચાડી શકે છે. ડાયાબીટીસ વાળી વ્યક્તિઓએ ઘઉં ના જવારા નો રસ નિયમિત પીવો જોઈએ. જેનાથી જરૂર ફાયદો કરે છે.
ઘઉં ના જવારા ના રસ માં સંધીવા ને કારણે થયેલા સોજા ને ઘટાડવાની ક્ષમતા રહેલી છે. સાથે જ તેના રસ ને સોજા વાળી જગ્યા એ બાંધવાથી દુખાવમાં અને સોજા માં ખુબ જ રાહત મળે છે. ઘઉં ના જવારા નો રસ પચવામાં સરળ હોય છે. જેથી તમે જેટલું પિસો એ જલ્દી થી પચી જાય છે. આ જ્યુસ માં થાઈલાકોઈડસ નામનું તત્વ હોય છે. જે વ્યક્તિ ની ભૂખ ને સંતોષવાનું કામ કરે છે.
વધારે પડતો ચરબી યુક્ત આહાર જો લેવાઈ ગયો હોય તો તેને પણ પચાવવામાં મદદ કરે છે.આ રસ માં કેલેરી ની માત્રા સાવ જ ઓછી હોય છે. એટલે જ ફેટ વધતો નથી અને મેટાબોલીઝમ વધારે છે. અને વજન ઘટાડવામાં સરળતા રહે છે.
નિયમિત આ રસ પીવાથી બ્લડ પ્રેશર ઓછુ કરી શકાય છે. આ રસ લોહી ને શુધ્ધ કરવામાં મદદ કરે છે. ઘઉં ના જવારા ના રસ માં ક્લોરોફીલ મોલીક્યુલ નામનું તત્વ શરીર માં રહેલા હિમોગ્લોબીન જેવું જ હોય છે. જે તમારા બ્લડ સેલ્સ વધારવા માં મદદ કરે છે.
આ રસ માં ક્લોરોફીલ નામનું તત્વ હોય છે. ઘઉં ના જવારા નો રસ લીક્વીડ ફોમ માં હોય છે. જેનાથી એ આપણી શરીર ની નસે નસે માં જાય છે. અને શરીર માં રહેલા વધારાના ના તત્વો ને જલ્દી થી બહાર ફેકી દે છે. ક્લોરોફીલ લીવર ની સફાઈ અને તેને શુધ્ધ કરવામાં મદદ કરે છે. માટે જ આ રસ પીવો ખુબ જ ફાયદાકારક છે.
જવારા ના રસ માં વિટામીન- કે વિટામીન- ઈ પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે. દરરોજ એક ગ્લાસ ઘઉંના જવારા નો રસ પીવાથી ખરતા વાળ ની સમસ્યા માં ફાયદો થાય છે. આ રસ પીવાથી સ્કીનમાં પણ ગ્લો આવે છે. તમેં જવારા ના રસ માં થોડુક મધ નાખી ને ચહેરા પર લગાવી શકો છો.
જો તમે ઘરે જ ઉગાડેલા ઘઉં ના જવારા નો રસ પીવો છો તો મતલબ કે તાજો જ્યુસ પીવો છો તો. રસ કાઢ્યા પછી ઘુટળે ઘુટળે પીવો. રસ પીવાની શરૂઆત ૨૫ થી ૫૦ મિલી થી કરવી. સાધારણ દિવસ માં ૧૦૦મિલિ રસ પીવો. ગંભીર બીમારી માં માત્રા વધારી ને ૨૫૦ થી ૩૦૦મિલિ કરવી. વહેલી સવારે ભૂખ્યા પેટે જ્યુસ પીવો. જ્યુસ પીધાના એક કલાક પછી જ નાસ્તો કરવો.