કોઈપણ પ્રકારના ખર્ચા વગર વાળને ખરતા અટકાવી, સિલ્કી અને ચમકદાર બનાવવા માટે ઘરે જ બનાવો આ હેર પેક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ચમકદાર, સુંવાળા અને સીધા વાળ સૌને ગમે છે. વાળ સ્ટ્રેટ કરવા માટે લોકો બ્યુટી પાર્લર જઈને ઘણા બધા પૈસા ખર્ચે છે. તો અમુક લોકો વાળ સ્ટ્રેટ કરવાની ક્રીમ નો ઉપયોગ કરે છે. થોડા સમય માટે તો આ બધાથી વાળ સ્ટ્રેટ અને સુંદર લાગે છે. પણ થોડા સમય પછી ફરી વખત પહેલા જેવા જોવા મળે છે.

ભીના વાળ સૂકવવા માટે હેયર ડ્રાયરનો ઉપયોગ ન કરવો, જેટલું બની શકે એટલું કુદરતી રીતે જ વાળને સુકાવા દો. વાળને સ્ટ્રેટ કરવાના ઉપાયમાં હેયર જેલ, ક્રીમ કે કોઈ બીજા કેમિકલ વાળા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ન કરવો, તેના ઉપયોગથી વાળને નુકશાન થાય છે.

આઈરન કે કોઈ બીજા મશીનથી વાળ સીધા કરવાથી તે સ્ટ્રેટ અને નિર્જીવ થવા લાગે છે. અને વાળ ખરવા જેવી તકલીફ પણ થઇ શકે છે. તેથી જેટલું બની શકે એટલા સાધનોના ઉપયોગથી દુર રહો. લીલી કોથમીર મિક્સરમાં વાટી લો અને નીચોવીને તેનો રસ જુદો કરીને રાખી દો. કોથમીરના રસને વાળ ઉપર લગાવવાથી વાળ સ્ટ્રેટ થવા લાગશે. આ ઘરે જ બનાવવા થી સફેદ વાળ કાળા કરવામાં મદદ મળે છે.

મુલતાની માટી, ચોખાનો લોટ, અને દહીં બધું ભેળવીને પેસ્ટ બનાવીને વાળ ઉપર લગાવો. આ પેસ્ટ લગાવવાના એક કલાક પછી વાળ ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયામાં એક વખત કરો. વાળ સ્ટ્રેટ કરવામાં કુવારપાઠું જેલ પણ ફાયદાકારક છે. કોઈપણ હેર ઓઈલ લો અને તેમાં સરખા ભાગે કુવારપાઠું જેલ ભેળવીને તેને હળવું ગરમ કરીને પછી વાળ ઉપર લગાવો. આ નુસખો વાળ ઉપર એક કન્ડિશનર જેવું કામ કરે છે.

બે ચમચી મધ, ઓલીવ ઓઈલ, ૨ પાક્કા કેળા અને દહીં લો અને તેને સારી રીતે ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને વાળ ઉપર લગાવો પછી ૧/૨ કલાક પછી વાળ ધોઈ લો. આ નુસખા થી વાળ સ્ટ્રેટ સાથે સુંવાળા અને સિલ્કી પણ થાય છે.
રોજ રાત્રે સુતા પહેલા વાળ થોડા ભીના કરો અને ૨ ચોટી બનાવો. સતત થોડા દિવસ આમ કરવાથી વાળ સ્ટ્રેટ થવા લાગશે.

વાળને સ્ટ્રેટ કરવા માટે પાણી સ્પ્રે કરવાની બોટલ લો અને તેમાં દૂધ અને પાણી સરખા ભાગે નાખો અને વાળ ઉપર સ્પ્રે કરો અને ઉપર દાંતિયો ફેરવી દો. એક વાર વાળ સુકાયા પછી તમે ફરી વખત આ ક્રિયા કરો અને ૧/૨ કલાક પછી વાળ ધોઈ લો.

નારીયેલનું દૂધ લો અને તેમાં થોડો લીંબુનો રસ ભેળવીને પોતાના વાળ ઉપર લગાવો પછી ૧૦ થી ૧૫ મિનીટ પછી વાળ ધોઈ લો. આ ઉપાય કરવાથી વાળ કુદરતી રીતે જ મજબુત થાય છે. તમારા વાળ જો ઘુઘરાલા છે તો તેને સ્ટ્રેટ કરવા માટે તમે ચા નું પાણીથી વાળને કન્ડિશનર કરો.

એપલ સીડર સરકો આ કુદરતી ઘટક તમારા વાળ માટે યોગ્ય હોઈ શકે છે. વાળની ​​ચમકવા અને નરમાઈ આપવા માટે, સામાન્ય રીતે તેનો ઉપયોગ શાવરના અંતે થાય છે. તે ફ્રિઝને રોકવામાં અને વાળને કુદરતી રીતે મુલાયમ રાખવામાં મદદ કરી શકે છે.

જો તેલયુક્ત વાળ હોય તો તમે મધ સાથે ઓલિવ તેલ મિક્સ કરી શકો છો. અથવા મધનો ઉપયોગ કરી શકો છો. આ માસ્ક વાળને સીધા રાખવા, ફ્રિઝને રોકવા અને સકર્લ્સ અને તરંગોને ઘટાડવા માટે આદર્શ છે. બે ઈંડા લઈ અને તેને બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણમાં બે ચમચી ઓલિવ ઓઈલ નાખી મિક્ષ કરી લેવું ત્યારબાદ બ્રશની મદદથી તેને વાળમાં લગાવી લેવું. આ મિશ્રણને બે કલાક સુધી વાળમાં લગાવેલું રહેવા દેવું. પછી શેમ્પૂથી વાળ ધોઈ લેવા. આનાથી વાળ સ્ટ્રેટ પણ થઈ જશે અને વાળને પોષણ પણ મળશે.

નારિયેળને ફોડીને તેનું પાણી કાઢી લેવું, ત્યારબાદ તેમાં લીંબૂનો રસ નાખી બરાબર મિક્ષ કરી લેવું. આ મિશ્રણને એક દિવસ માટે ફ્રિઝમાં મૂકી દેવું. ત્યારબાદ આ એકદમ ક્રિમી પેસ્ટ બની જશે. આ મિશ્રણને વાળ અને મૂળમાં સરખી રીતે લગાવી મસાજ કરવો. ત્યારબાદ હોટ ટોવેલનો ઉપયોગ કરવો. એક કલાક બાદ તેને ધોઈ લેવા અને સપ્તાહમાં ત્રણવાર આ પ્રયોગ કરવો. આવું કરવાથી વાળ સિલ્કી સ્ટ્રેટ બનશે અને વાળને પોષણ પણ મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top