શરદી, ખાંસી, કફ અને શ્વાસની તકલીફને તાત્કાલિક દૂર કરવાનો 100% અસરકારક ઉપચાર છે આ.. ચોક્કસ મળશે સચોટ પરિણામ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે શરદી-ઉધરસ, ખાંસી અને તાવનો કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે.

તો આજે અમે જણાવીશું શરદી, ખાંસી, તાવ માટેના ઘરેલુ ઉપચાર. સુકી ખાંસી થવા પર ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આરામ મળશે તેની સાથે જ ખાંસીના કારણે થતા છાતીના દુખાવાથી પણ રાહત મળશે. એટલા માટે એક ચમચી મધનું દિવસમાં ત્રણવાર સેવન કરો. આદુને દળીને એક વાટકીમાં તેનો રસ નિકાળી લો. તેમાં એક ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે ચાટી લો. આ રીતે તમે સુકી ખાંસીથી છૂટકારો મેળવી શકો છો.

એક ગ્લાસ પાણીમાં છ થી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે. એક કપ પાણીમાં થોડો કાળા મરી પાવડર, છીણેલું આદું, ચપટી હળદર અને મધ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો. દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગળામાં થતાં ઇન્ફેકશનમાં રાહત મળે છે.

જ્યારે નાક બંધ થઇ જાય કે શરદી થઈ જાય ત્યારે અજમા ને અધકચરો પીસી ને એક કપડા મા બાંધી ને સુંઘો. આ ઉપરાંત જો શરદી દરમિયાન વધુ પડતી ઠંડી લાગે તો થોડો અજમા ને મોં મા રાખી સારી રીતે ચાવો અને ચાવ્યા પછી પાણી સાથે ગળી જાઓ. જો ખૂબ શરદી હોય તો ભોજનમાં થોડાં લીલાં મરચાં સામેલ કરો.

તીખું ખાવાથી જામેલો કફ પીગળે છે. લીલાં મરચાં ખાવાથી જે પસીનો આવે છે અને નાકમાંથી જે પાણી નીકળે છે, તે તમારી શરદીને શરીરની બહાર કાઢે છે. એક કપ પાણીમાં લસણની ચાર-પાંચ કળીઓ નાંખીને તેને ઉકાળો, તેને ઠંડુ થવા દો. હવે તેમાં એક ચમચી મધ નાંખો. દિવસમાં બે-ત્રણ વાર આ પાણી પીઓ.

ત્રણ-ચાર દિવસ આમ કરવાથી તમને શરદી-ખાંસીમાંથી છૂટકારો મળશે. તુલસીના કેટલાક પાનને પાણીમાં ઉકાળીને તેમાં થોડીક ખાંડ નાંખીને રાત્રે સૂતા પહેલા પીવું જોઇએ. આ સુકી ખાંસી માટેનો રામબાણ ઇલાજ છે. જો કફની સાથે લાળ પણ હોય તો દેશી ઘી સાથે અડધી ચમચી કાળા મરી નાખી ખાવી.

બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખો થવા લાગશે.

છાતી, ગળા અને નાકમાંથી કફ કાઢવા માટે બાફ જરૂર લો. કફને મટાડવાનો આ ઉપાય ઘણો સરળ અને ફાયદાકારક છે. બીજો એક ઉપાય એ છે કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી મીઠું નાખીને તેના કોગળા કરો. દિવસમાં બે થી ત્રણ વાર ઉપાય કરવાથી નાક અને ગળામાં જમા થયેલો કફ બહાર નીકળે છે.

બહેડાની છાલ રાત્રે સુતા સમયે મોઢામાં રાખીને સૂચી લેવાથી ગળામાં ફસાયેલો કફ નીકળી જાય છે જેના લીધે શરદી દૂર થાય છે. બહેડાનું ચૂર્ણ 3 થી 6 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે ગોળ સાથે ખાવાથી ખાંસીના રોગમાં ખૂબ જ લાભ મળે છે. બહેડાની અંદરનો ગર્ભ કે છાલને શેકીને મોઢામાં રાખવાથી ખાંસી દુર થાય છે.

સફેદ મરીમાં રહેલો ગરમ સ્વભાવ અને એન્ટી ઓક્સીડેંટ ગુણ શરદીના વાયરસનો નાશ કરે છે. શિયાળાની ઋતુમાં વાયરસ અને કફનો પ્રકોપ વધારે હોય છે આવા સમયે સફેદ મરીનું સેવન કરવાથી ફેફસાની અંદર રહેલો કફ ઓગળીને બહાર નીકળે છે. ચપટી હળદર સાથે સફેદ મરીનું સેવન કરવામાં આવે તો ઉધરસની સમસ્યા મટે છે.

એક કપ ગરમ પાણીમાં સાકર નાખો. તેમાં ધાણા, જીરું અને વરીયાળી, મેથીને વગેરેને શેકીને ખાંડી નાખો. તેમાં દૂધ નાખો. બાદમાં આ મિશ્રણ ગાળીને પી લો. જેના લીધે કફ બહાર નીકળી જશે. એક આદુનો ટુકડો ખાંડીને એક કપ પાણીમાં નાખીને ઉકાળીને તેમાં બે ચમચી મધ નાખીને પીવાથી કફ શરીરમાંથી ઓગળીને નીકળે છે.

ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી કફ ઠીક થાય છે. કાળા મરીનો પાવડર લઈને તેમાં સાકરને ખાંડીને પીવાથી કફમાં લાભ થાય છે. 6 ગ્રામ કાળા મરીને વાટીને તેમાં 30 ગ્રામ ગોળ અને 60 ગ્રામ સાકર ભેળવી સવારે અને સાંજે 5 દિવસ સેવન કરવાથી બગાડ થયેલો કફ ઠીક થાય છે અને બહાર નીકળી જાય છે અને ફરી આ કફ થતો નથી.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top