ગોળ અને આદું અલગ અલગ સેવન કરવામાં આવે તો તેનાથી શરીરને અઢળક ફાયદા થાય છે, પરંતુ આદું અને ગોળ એક સાથે ખાવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. ગોળ અને આદુમાં હાજર કુદરતી ગુણધર્મો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગોળ અને આદુ ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે.
આદુમાં મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન સી, વિટામિન બી 6 સહિતના ઘણા પોષક તત્વોમાં જોવા મળે છે. આ સિવાય તેમાં કોપર, આયર્ન અને ફોસ્ફરસ પણ સારા પ્રમાણમાં હોય છે અને ગોળમાં ઘણું આયર્ન છે જે આપણા શરીરને લાલ રક્તકણોને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. ગોળનું સેવન કરવાથી મૂડ સારો રહે છે.
ગોળ અને આદુનું સેવન કરવાથી ઘણા ચેપ અને રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત ગોળ અને આદુ એક સાથે ખાવાથી ગળામાં દુખાવો અને બળતરા જેવી સમસ્યાઓથી રાહત મળે છે. ગોળ અને આદુના ફાયદા ઘણા છે, માટે કહી શકાય કે ગોળ અને આદુંનું સાથે સેવન કરવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.
ગોળ અને આદુનું સેવન કરવાથી સૂકી ઉધરસની સમસ્યાથી રાહત મળે છે. તેનો ઉપયોગ ગળાને લગતા વિકારોથી છૂટકારો મેળવવા માટે પણ થઈ શકે છે. તેમાં હાજર કુદરતી ગુણધર્મોની મદદથી શરદી અને શરદી જેવા બીજા ચેપી રોગ થવાનું જોખમ પણ ઓછું થાય છે. ગોળ સાથે આદુ ખાવાથી આંખો પર પણ ઘણી અને સારી સકારાત્મક અસર પડે છે.
ગોળ અને આદુંમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જે આંખો માટે ખૂબ સારું માનવામાં આવે છે. ગોળ અને આદુંના નિયમિત સેવનથી આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ મળે છે. ગોળ અને આદુ મેળવીને ખાવાથી વાળની અનેક સમસ્યાથી રાહત મળે છે. તેના નિયમિત સેવનથી વાળની સમસ્યાઓ જેવી કે ડેન્ડ્રફ, નબળા વાળ અને વાળ તૂટી જવા, ઊંદરી, વગેરેથી રાહત આપવામાં કારગર સાબિત થાય છે.
આદુમાં એન્ટી-સેપ્ટિક ગુણધર્મો છે જે વાળના મૂળિયા મજબૂત રાખે છે જ્યારે ગોળમાં આયર્નની માત્રા ખૂબ વધારે હોય છે જે વાળ ખરવાની સમસ્યાને દૂર રાખવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. આના સેવનથી વાળ ની આ સમસ્યાઓથી ઝડપથી મુક્તિ મળે છે.
આદુ સાથે ગોળ ખાવાથી મેદસ્વીપણાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. સવારે આદુ અને ગોળમાંથી બનેલી ચાના નિયમિત સેવનથી વ્યક્તિનું વજન ઓછું થઈ શકે છે. એક સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે ગરમ આદુની ચામાં ભૂખ ઓછી કરવાની તેમજ ચરબી ઘટાડવાનાં ગુણધર્મો રહેલા છે.
ગોળ અને આદુનું સેવન કરવાથી કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ ઓછું થઈ શકે છે. આદુમાં 6-જિંજરલ સંયોજનો હોય છે જે આપણા શરીરમાં કેન્સરના કોષોને વિકસિત કરવામાં અટકાવવાનું કાર્ય કરે છે. આની સાથે આદું અને ગોળ સ્વાદુપિંડનું, અંડાશયના અને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.
દૈનિક ધોરણે આદુ સાથે ગોળનું સેવન કરવાથી પેટના વિકારથી સંપૂર્ણપણે છુટકારો મેળવી શકાય છે. તેને નિયમિત રીતે ખાવાથી પેટનો ગેસ, પેટનું ફૂલવું, કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. આદુ અને ગોળમાં રહેલ કુદરતી ગુણધર્મો સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
દરરોજ આદુ અને ગોળનું સેવન કરવાથી ત્વચાના દરેક પ્રકારના રોગોથી બચી શકાય છે. આદું અને ગોળમાં પૂરતા પ્રમાણમાં માં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ત્વચા પર ચેપને કારણે થતા ડાઘા ઉપર આદુનો રસ લગાવવાથી ઇન્ફેક્શનની અસર ઓછી થાય છે અને ડાઘ દૂર થઈ જાય છે.
આદુ અને ગોળનું સેવન કરવાથી દાંતની સમસ્યામાં પણ રાહત મળે છે. આદું અને ગોળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. એક અધ્યયનમાં સાબિત કરવામાં આવ્યું છે કે, આદુના અર્કમાં આપણા મોઢામાં રચાયેલા હાનિકારક બેક્ટેરિયાને ઘટાડવાના ગુણધર્મો રહેલા છે.
આ સિવાય આદુના અર્કના સેવનથી આપણા પેઢા અને દાંત પર ખૂબ જ સકારાત્મક અસર પડે છે. અને જો સાથે ગોળ ખાવામાં આવે તો તેના ફાયદા સ્વાથ્ય માટે વધી જાય છે. તમારા દૈનિક આહારમાં આ બંનેનો સમાવેશ કરવાથી ઘણા બધા સ્વાસ્થ્ય લાભો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.