તાંબાના વાસણનો ઉપયોગ કરવાથી શરીરને જરૂરી એવું ખનીજ પ્રાપ્ત થાય છે, જેનાથી કેટલાંય શારીરિક લાભ પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે તાંબુ બેક્ટેરિયાનાશક પણ છે. આયુર્વેદમાં આ વાતનો ઉલ્લેખ છે કે કોઇપણ તાંબાના વાસણમાં ઓછા માં ઓછું આઠ કલાક પાણી ભરીને રાખ્યા બાદ તે પાણી પીવાથી શરીર ઉપર તેની ખૂબ સારી અસર થાય છે અને રોગ પણ શરીરથી દૂર રહે છે.
તાંબુ શરીરથી કફ, પિત્ત અને વાતને દૂર રાખે છે તેમજ શરીરમાં પાણીના લેવલને પણ બનાવી રાખે છે. તાંબું તેમાં ભરેલા પાણી સાથે આઠ કલાકના સમયગાળામાં એક રાસાયણિક પ્રક્રિયા કરે છે, જેના કારણે પાણીમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ ઉત્પન્ન થાય છે. આ એન્ટિ બેક્ટેરિયલ ગુણ શરીરને રોગથી બચાવીને રાખે છે અને હવામાંથી આવતા અનેક વાઇરસને શરીરથી દૂર રાખવાનું કાર્ય કરે છે.
તાંબાના વાસણમાં રહેલાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણના કારણે શરીરનો દુખાવો તેમજ સોજામાં પણ રાહત મળે છે. તાંબાના વાસણમાં રાખવામાં આવતું પાણી શરીરમાં તાંબાના અભાવને પૂર્ણ કરે છે. આ શરીરને રોગ પેદા કરનાર બેક્ટેરિયાથી રક્ષણ આપે છે. આ ઉપરાંત, ગૌણ રોગમાં તાંબામાં સંગ્રહિત પાણી ખૂબ ફાયદાકારક છે. કૉપર પાણી શરીરમાં યુરિક એસિડ ઘટાડે છે, તે સંધિવાથી ઘણી રાહત આપે છે. એનિમિયાવાળા લોકોને નિયમિતપણે તામ્રજળ પીવું જોઈએ.
ગર્ભવતી મહિલાઓ માટે પણ તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તાંબુ રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મદદરૂપ થાય છે, જે ગર્ભવતી મહિલાના ગર્ભમાં ઉછરી રહેલાં બાળક માટે જરૂરી છે. નિષ્ણાતોના મત પ્રમાણે કોપરની ધાતુના સ્પર્શવાળું પાણી શરીરની થાઈરોઈડ ગ્રંથિને નોર્મલ કરી દે છે અને તેની કાર્યપ્રણાલીને પણ નિયંત્રિત કરે છે.
તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી રોગ કાબુમાં આવે છે, પાણી અને સંગ્રહ કરેલું તાંબાનું વાસણ સ્વચ્છ હોવું જોઈએ. તાંબાના વાસણનું પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેને સામાન્ય રીતે વાત, કફ અને પિત્ત તરીકે ઓળખવામાં આવે છે. તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી શરીરના આ ત્રણેય દોષોને નિયંત્રિત કરવાની ક્ષમતા વિકસે છે અને ત્રણેય દોષને કારણે જ શરીર રોગિષ્ઠ બને છે.
પાચન પ્રક્રિયા અંગે કોઈ ફરિયાદ હોય તો તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી આ સમસ્યા દૂર થાય છે. જે વ્યક્તિને કબજીયાત અને એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેણે નિયમિત તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવું જોઈએ. આમ કરવાથી તેની સમસ્યા દૂર થશે. આ પ્રકારના પાણીથી મૃત ત્વચા પણ દુર કરે છે અને નવી ત્વચા આવે છે.
તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટે છે. પણ વજન ઘટાડવા માટે આખી રાત તાંબાના વાસણમાં પાણી રાખીને ખાલી પેટ તે પાણી પી જવું. તાંબું પાચનક્રિયાને મજબૂત બનાવવાનું કામ કરે છે, જો શરીરની પાચનશક્તિ મજબૂત હોય તો શરીરની ચરબી ઓટોમેટિક ઘટે છે. તેથી પાચનશક્તિ મજબૂત બનાવવી હોય અને વજન ઘટાડવું હોય તો તાંબાના વાસણમાં પાણી જરૂર પીવું જોઇએ.
જેને આર્થરાઇટીસની તકલીફ હોય તેને માટે પણ તાંબાના વાસણમાં રહેલું પાણી લાભદાયી છે. જેને ઔથાઇરોઇડની તકલીફ છે તે લોકોએ પણ તાંબાના વાસણમાં રાખેલું પાણી ચોક્કસ પીવું જોઇએ. તે બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કાર્ય પણ કરે છે અને કોલેસ્ટરોલ ઘટાડવાનું કાર્ય પણ કરે છે.
તાંબાના વાસણમાં થોડો સમય રાખેલું પાણી પીવાથી શરીરને ઘણાબધા લાભ થઇ શકે છે. સાંધાના દુઃખાવા અને વા ની તકલીફમાં તાંબાના વાસણમાં રાખેલા પાણીને પીવાથી ઘણો જ ફાયદો થાય છે. તાંબાના વાસણમાં એવા ગુણો છે જે બોડીમાં યુરીક એસિડને ઓછુ કરે છે અને સાંધાની સમસ્યાને દુર કરે છે.
વધતી ઉંમર કોઈને ગમતી નથી, કારણ કે તેની સાથે અનેક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. સ્ત્રી હોય કે પુરૂષો બન્ને ઈચ્છે કે વધતી ઉંમરની નિશાનીઓ છુપાયેલી રહે. ત્યારે તમે પણ જો એવું ઈચ્છતા હોય તો તાંબામાં રાખેલા પાણીને નિયમિત પીઓ. આ પાણી પીવાથી કરચલીઓ, ત્વચાનું ઢીલાપણુ વગેરે દુર થાય છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.