શરદી- કફ, ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો જેવી અનેક સમય માટે 100% અસરકારક છે આનો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સાકર સ્વાદે મીઠી હિય છે, તેથી લોકો માને છે કે વધારે પડતું આનું સેવન કરવાથી શરદી જેવી સમસ્યા ઉત્પન થાય છે. પરંતુ સાકર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તો ચલો આપણે આ લેખ દ્વારા જાણીએ સાકર ખાવાથી શરીરને કયા કયા રોગ થી દૂર રાખી શકાય છે.

શરીરમાં હિમોગ્લોબિન ઓછુ હોય તો એનિમિયા, સ્કિન ફિક્કી પડી જવી, ચક્કર ખાઈ પડી જવુ, અશક્તિ લાગવી જેવી અનેક સમસ્યાઓ થાય છે. સાકર ખાવાથી શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે અને શરીરમાં બ્લડ સરક્યુલેશન પણ સુધરે છે.વરિયાળી સાથે સાકર ખાવાથી પાચન શક્તિ સુધરે છે.

ખાસ કરીને ચોમાસામાં જ્યારે પાચન શક્તિ મંદ પડી જાય છે ત્યારે વરિયાળી સાથે સાકર ખાવાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડતી નથી. પેટના દુઃખાવામાં સાકર ખૂબ જ ફાયદાકારક છે. લીમડાના પાંદડા લઈ તેમાં 10 ગ્રામ જેટલી સાકર મિક્સ કરો. થોડી જ મિનિટમાં આ મિશ્રણ જાદુઈ અસર કરશે.

સાકરથી કફ દૂર કરવામાં પણ મદદ મળે છે. આથી શરદી, ખાંસી વખતે પણ સાકર મિશ્રિત ગરમ દૂધ પીવું જોઈએ. વળી સાકર મિશ્રિત દૂધને ‘એનર્જી ડ્રિંક’ તરીકે પણ પી શકો છો. માનસિક થાક લાગતો હોય, સ્ટ્રેસને કારણે યાદશક્તિ નબળી પડતી હોવાનું લાગતું હોય કે પછી વર્તમાન જીવનશૈલીને લીધે પેદા થતી તાણને કારણે વારંવાર મૂડ સ્વિંગ થવાની સમસ્યા હોય તો સાકર મિશ્રિત દૂધ ફાયદેમંદ સાબિત થાય છે.

થાક લાગતો હોય તો થોડી સાકર ખાવાની રાખો. તમને નવાઈ લાગશે પણ સાકર ખાવાથી તરત જ એનર્જીનો બૂસ્ટર ડોઝ મળી જાય છે. જો ઉનાળામાં નસકોરી ફૂટવાની સમસ્યા હોય તો આ સૌથી સરળ ઉપચાર છે. સાકરને થોડા પાણીમાં પલાળીને પીગળી જવા દો. ત્યાર પછી આ મિશ્રણના થોડા ટીપા નાકમાં નાખવાથી લોહી નીકળતુ તરત બંધ થઈ જાય છે.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર પથરીની ટ્રીટમેન્ટમાં પણ સાકર ખૂબ જ અસરકારક છે. સાકરમાં 2 ચમચી જેટલો ડુંગળીનો રસ ઉમેરી તેને બે અઠવાડિયા સુધી દિવસમાં એક વાર લો. આ મિશ્રણથી પથરીના નાના ટુકડા થઈ જાય છે અને તે મૂત્રવાટે શરીરમાંથી નીકળી જાય છે. સાકરને લીધે પાચનશક્તિ સુધરે છે.

મોઢાના સ્વાદમાં વધારો કરવા સિવાય સાકરનું સેવન કરવાથી શરીરને ઊર્જા પણ મળે છે. વરિયાળી સાથે સાકરનું સેવન કરવાથી મૂડ સારો રહે છે. સાકરનું સેવન કરવાથી પાચન ક્રિયા બરોબર થાય છે. સાકરમાં ડાયજેસ્ટિવ ગુણ હોય છે, જેથી તે ઝડપથી અને આરામથી પચી જાય છે. તેથી જમ્યા બાદ સાકરનું સેવન કરવું જરૂરી છે.

ઉધરસ અને શરદી એ સૌથી સામાન્ય બીમારી છે. લોકોને ઉધરસ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એવામાં સાકરના પાવડરમાં કાળા મરીનો પાઉડર અને ઘી નાખીને પેસ્ટ તૈયાર કરી લો, પછી રાત્રના સમયે તેનું સેવન કરો. આ સિવાય જો તમે સાકર અને કાળા મરીનો પાઉડર નવશેકું પાણી સાથે પીશો તો ઉધરસથી રાહત મળશે.

સાકર શીતળ, સ્નીગ્ધ, ગુરુ, કામશક્તી વધારનાર તથા તૃષા અને રક્તપીત્ત મટાડનાર છે. તેમ જ એ પૌષ્ટીક, સ્નેહન, મુત્રને ઉત્પન્ન કરનાર, ઉત્તેજક, ઉધરસનો નાશ કરનાર, થાક દુર કરનાર, કળતર મટાડનાર, તરત જ બળ આપનાર, સડાનો નાશ કરનાર, વ્રણ-ઘાને રુઝવનાર તથા ગળા માટે હીતકર છે.

સાકર હૃદયને પુષ્ટી આપનાર છે. એેક ચમચી સાકર અને અડધી ચમચી હળદર એક ગ્લાસ પાણીમાં શરબત બનાવી સવાર-સાંજ પીવાથી ગળાનો સોજો, ગળાનાં ચાંદાં, અવાજ બેસી જવો, ઉધરસ, કાકડા વગેરે મટે છે. પેટ ને લગતી કોઈ પણ તકલીફ હોય તો તેને દૂર કરવા માટે વરીયાળી ને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સુતા સમયે લગભગ 5 ગ્રામ ચૂર્ણને હળવા હુફાળા પાણી સાથે સેવન કરો. ગેસ અને કબજિયાત દુર થશે.

મિત્રો દિવસે દિવસે ઘટતી જતી આંખોની દ્રષ્ટિ ને વધારવા માટે વરીયાળી અને સાકર સરખા ભાગે લઈને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો. તેનાથી આંખોની દ્રષ્ટિ વધે છે. દૂધમાં ખાંડ ઉમેરવાથી દૂધની અસરકારકતા ઓછી થઇ જાય છે. એના બદલે દૂધમાં સાકર ઉમેરવામાં આવે તો એવું દૂધ પીવાથી કેટલાક વધારાના ફાયદા પણ મળે છે.

જેમ કે સાકર મિશ્રિત દૂધ પીવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે અને એસિડીટી થવાની શક્યતા ઘટે છે. એનાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે છે અને લોહીના પરિભ્રમણમાં સુધાર જોવા મળે છે. સાકર મિશ્રિત દૂધના નિયમિત સેવનથી અપચો, કબજીયાત, એસિડીટી જેવી સમસ્યાઓથી લાંબા ગાળે મુક્તિ મળે છે. જો શરીરમાં હિમોગ્લોબીનની અછતને કારણે એનીમિયાની તકલીફ હોય તો સાકર મિશ્રિત દૂધ પીવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top