પગની ગંધનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે, પરંતુ જે લોકોને વધારે પરસેવો વળે છે અથવા જેમના બુટ ખૂબ જ ગંદા હોય છે તેમના બુટમાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે. આ દુર્ગંધ પાછળથી અનેક રોગો નું કારણ બની શકે છે. શરીરની દુર્ગંધ દૂર કરવા માટે તમે ડિઓડરન્ટનો ઉપયોગ કરો છો, પરંતુ પગમાંથી આવતી દુર્ગંધથી બચવા માટે તમે શું કરો છો?
તો જાણો એવા ઘરેલુ ઉપાયો જે તમને પગમાંથી આવતા પરસેવાની ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. લીંબૂનો રસ પગમાંથી આવતી દુર્ગંધને દૂર કરવાનો ઉત્તમ ઉપાય છે. લીંબૂને પગ પર લગાવી અને થોડીવાર રાખી પગને પાણીથી ધોઈ લેવા. રોજ રાત્રે હુંફાળા પાણીમાં મીઠું નાખી તેમાં પગને 30 મિનિટ સુધી બોળી રાખવા. ત્યારપછી પગને સારી રીતે સાફ કરી લેવા અને મોજા પહેરી લેવા.
પગમાં વધારે પ્રમાણમાં પરસેવો થતો હોય તો પગમાં પણ ટેલકમ પાવડર લગાડવો. તેનાથી પરસેવો નહીં થાય અને વાસ પણ નહીં આવે. પગમાંથી દુર્ગંધ દુર કરવાના ઉપાયમાં એક ઉપાય છે કે બુટને થોડી વાર માટે તડકામાં રાખો તેનાથી બુટની દુર્ગંધ સરળતાથી દુર થાય છે. તેનાથી બુટનો સોલ અને અંદરનું કપડું સારી રીતે સુકાઈ જાય છે. જેનાથી તમારા પગમાંથી દુર્ગંધ નહી આવે.
દેવદાર ના લાકડામાં એન્ટી ફંગલ ગુણ મળી આવે છે જે દુર્ગંધ ને રોકવામાં મદદ કરે છે. દેવદારના લાકડું કે લવિંગને થોડા દિવસો સુધી તમારા બુટમાં રાખો. તેનાથી દુર્ગંધ દુર થઇ જાય છે. પગમાંથી આવતી દુર્ગંધ દૂર કરવા માટે ટબમાં ગરમ પાણી કરી તેમાં ટી-બેગ રાખી અને તેમાં પગ બોળવા. આ ઉપાયથી પણ પગમાંથી આવતી વાસ દૂર થાય છે.
આ જ રીતે તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. જયારે તમે ઘર થી બહાર નીકળો તો તેનાથી પહેલા બરફ ને લઈને પોતાના શરીરના તે ભાગો પર રગડી લો જ્યાંથી વધારે દુર્ગંધ આવે છે. બરફ ને રગડવાથી શરીર માં પરસેવો નહી આવે અને એવું થવાથી દુર્ગધ ની સમસ્યા થી તમને છુટકારો મળી જશે.
લવંડરના તેલની સુગંધ ખુબ જ સારી હોય છે. સાથે સાથે આ તેલ બેક્ટેરિયાને દૂર કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. લવંડર ના તેલ ના કેટલાક ટિપા થોડા થોડા ગરમ પાણીની અંદર નાખો. ત્યારબાદ આ પાણીમાં થોડો સમય માટે પગ પલાળીને રાખો. દિવસમાં ૨ થી ૪ વખત આ પ્રક્રિયા કરો. આવું કરવાથી પગમાંથી આવતી દુર્ગંધ દૂર થશે અને પગમાંથી સુગંધ આવવાનું શરૂ થઈ જશે.
પરસેવો આવવાથી પગ થી ઘણી તેજ દુર્ગંધ આવવાનું શરૂ થઇ જાય છે. જો પગ થી દુર્ગંધ આવે છે તો રોજ પગ ને પાંચ મિનીટ માટે પાણી થી ભરેલ ટબ માં રાખ્યા કરો. ટબ ના પાણી માં બે ચમચી ફટકડી પાવડર નાખી અને પછી પગને આ પાણી માં નાંખી લો. આ ઉપાય કરવાથી પગમાં ઓછો પરસેવો થશે અને પગથી દુર્ગંધ આવવાનું બંધ થઇ જશે.
ફટકડી માં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે દુર્ગંધને દૂર કરવા માટે અને બેકટેરિયાને વધતા રોકવા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે ફટકડી ની મદદથી પગમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકાય છે. એક ચમચી ફટકડી ને પાણીમાં મેળવો. અને આ પાણીથી પગ સાફ કરો. આવું કરવાથી દુર્ગંધની સમસ્યા દૂર થશે.
બજાર માં ઘણા બધા એવા પાવડર વહેંચાય છે જેમને પગ પર લગાવવાથી પગમાં પરસેવો નથી આવતો અને પગમાંથી દુર્ગંધ નથી આવતી. તેથી રોજ નહાયા પછી પગમાં પાવડર છાંટો. પાવડર ને છાંટવાથી પગમાં પરસેવો નહિ આવે. વિનેગાર ની મદદથી પણ પગમાંથી આવતી દુર્ગંધ દુર કરી શકાય છે.
પગ માથી દુર્ગંધ આવે ત્યારે સૌપ્રથમ પાણીથી પગને સાફ કરો. ત્યારબાદ રૂ ની મદદથી પગ ઉપર વિનેગર લગાવો. વિનેગર સૂકાઈ જાય ત્યારબાદ પાણીથી તેને સાફ કરો. આવું કરવાથી પગની દુર્ગંધથી છુટકારો મળશે. આ સિવાય તમે બુટ ચંપલ પહેરતા પહેલા પગને સારી રીતે સાફ કરો. અને બુટ ચંપલ ઉતાર્યા બાદ પણ પગને પાણીથી વ્યવસ્થિત સાફ કરો. આવું કરવાથી પગ ની દુર્ગંધ દૂર થઈ જશે.
એક અઠવાડિયા સુધી પોતાના પગ ત્રીસ મિનીટ માટે રોજ ચાના પાણીમાં પલાળીને રાખો. ચા માં રહેલા ટોનિક એસીડ તમારી ત્વચાને સુકવી નાખે છે. પગને મીઠાવાળા પાણીથી ધોવા જોઈએ. તેના માટે અડધો લીટર પાણીમાં અડધો કપ મીઠું ભેળવી દો. તેનાથી પગમાંથી દુર્ગંધ ઉત્પન કરનારા બેક્ટેરિયા નો નાશ થઇ જાય છે.