કાળા ડાઘ વાળા કેળાં ખાવા કે નહિ? જાણી લ્યો સાચી રીત અને તેનાથી શરીરમાં થતાં ફેરફાર વિશે..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લોકો ને ખરાબ ગણે છે. જો તમે પણ આ માનો છો, તો હવે તમારે વિચાર બદલવો પડશે. કારણકે વધુ પાકેલા કેળામાં સામાન્ય કેળાની તુલના માં ન્યુટ્રીએન્ટસ વધુ હોય છે જો કે શરીર માટે ખુબ જરૂરી છે. તો મિત્રો આજના આ આર્ટીકલમાં અમે કાળા ડાઘા વાળા કેળા ના એવા ગુણ જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે પણ દંગ રહી જશો અને આજે જ તે કેળાનું સેવન શરુ કરી દેશો.

કાળા ડાઘા વાળા કેળામાં મેગ્નેશિયમ ખુબ વધુ પ્રમાણમાં મળી આવે છે. આ મેગ્નેશિયમ પાચન સીસ્ટમને સારી રાખવામાં કામ આવે છે. સાથે જ આ કેળા નું સેવન કરવાથી પેટની કબજિયાત જેવી ઘણી બીમારીઓ દુર થઇ શકે છે. જ્યારે કેળા પર કાળા ડાઘ દેખાય છે, ત્યારે તેને ભૂલથી પણ ફેંકી દેવા જોઈએ નહીં પરંતુ તેને ખાવું જોઈએ. સંપૂર્ણ પાકેલા કેળા ખાવા માટે શ્રેષ્ઠ હોય છે.

જ્યારે કેળા પર કાળા ડાઘ હોય ત્યારે કેળાની અંદર પ્રોટીન મોટા પ્રમાણમાં વધી જાય છે. પાકેલા કેળા ખાવાથી અનેક રોગો નાબૂદ થાય છે. ઘણી તપાસ દ્વારા સાબિત થયું છે કે આ કેળામાં સામાન્ય કેળા કરતા 8 ગણા પ્રોટીન હોય છે અને તેમાં અનેક રોગો સામે લડવાની શક્તિ છે. વધુ પાકેલા કેળા ખાવાથી શરીરમાં ટ્યુમર સામે લડવાની શક્તિ મળે છે.

ડાઘા વાળા પાકા કેળા નું સેવન કરવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓ મનુષ્ય ની પાસે પણ આવતી નથી અને તેને તંદુરસ્ત રાખે છે. પાચન તંત્રને સારું રાખવા માટે આપણે પોષ્ટિક તત્વો ની જરૂર રહે છે. તેવામાં ફાઈબર એક એવું પોષ્ટિક તત્વ છે, જે કેળામાં સૌથી વધુ મળી આવે છે. તેથી જો કેળા ડાઘ ધબ્બા થી ભરપુર હોય છે, તેમાં ફાઈબર નું પ્રમાણ બીજા કેળાથી ખુબ વધુ હોય છે.

ડાઘ ધબ્બા વાળા કેળા ખાવાથી શરીરને ઘણા પ્રકારનું પોષ્ટિક તત્વ મળી જાય છે. તેમાંથી કેલ્શિયમ, વિટામીન ‘બી1’ વિટામીન ‘બી2’, પોટેશિયમ વગેરે મોટા પ્રમાણમાં રહેલા હોય છે. રોજ ત્રણ થી ચાર કેળા ખાવાથી ભૂખ વધે છે. તેવા માં જે લોકો ખાવા પીવામાં ધ્યાન નથી આપતા, તેમના માટે ડાઘ ધબ્બા વાળા કેળા ખુબ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

કાળા ડાઘ વાળા કેળા ખાવાથી શરીરને પુષ્કળ મેગ્નેશિયમ મળે છે. તેમજ અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. જે લોકો રાત્રે ઉંઘ નથી આવતી તેઓએ સૂતી વખતે બે કાળા ડાઘવાળા કેળા ખાવા જોઈએ. એક ખાસ ધ્યાન એ પણ રાખવાનું કે, કેળા હંમેશા પાકી ગયેલા જ ખરીદવા, કેમ કે કાચા કેળા આપણને પેટ સંબંધી અને કફની સમસ્યા કરાવી શકે છે.

જે કેળાની છાલ લીલા રંગની હોય તે બરોબર પાકેલા ન હોય. તો એ પ્રકારના કેળાનું સેવન ન કરવું જોઈએ. જો કેળાની છાલ લીલા રંગની હોય અને તમે કેળા ખરીદી લો, તો તેને સંપૂર્ણ પીળા ન થાય ત્યાં સુધી પડ્યા રહેવા દો. અને સંપૂર્ણ પીળા થાય ત્યાર બાદ તેનું સેવન કરો.

કાળા ડાઘવાળા કેળા ખાવાથી શરીરને ભરપૂર ફાઈબર મળે છે. જે પાચનતંત્રમાં સુધારો કરે છે. અને તેનાથી પેટની સમસ્યા સમાપ્ત થાય છે. કાળા ડાઘવાળા કેળા ખાવાથી પેટમાં ગેસ, કબજિયાત અને એસિડિટી નથી થતી. પેટનો દુઃખાવો પણ દૂર થાય છે. દહીં સાથે કાળા ડાઘવાળા કેળાં ખાવાથી પેટ ફીટ રહે છે. પાચક સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરે છે. અને ખાધેલું સરળતાથી પચી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top