મેથી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આયુર્વેદ મુજબ મેથી અનેક રોગોની દવા છે. તેના દાણાનો ઉપયોગ મસાલાની સાથે દવા તરીકે થાય છે. મેથી સ્વાદમાં કડવી હોય છે પરંતુ જ્યારે તેનો ખાસ રીતે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના લાભ અનેકગણા વધી જાય છે. મેથીમાં ફાયબર, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જસતથી ભરપુર હોય છે. તેના કારણે શરીરના ઘણા રોગ દુર થાય છે અને શરીર સ્વસ્થ બને છે.
લીલી મેથીને સૂકવીને તેનો ઉપયોગ પણ રસોઈમાં કરવામાં આવે છે જેને કસૂરી મેથી તરીકે ઓળખવામાં આવે છે. આ કસૂરી મેથીનો પાવડર બનાવીને સાંજે અને સવારે નવશેકા પાણી સાથે લેવાથી ડાયાબિટીસ અને પાચનના રોગ જીવનભર દૂર રહે છે.
મેથીમાં ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. મેથીના દાણાનો ઉપયોગ પાવડર અથવા પેસ્ટ તરીકે પણ થાય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરે છે. મેથીના પાણીનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. જો તમે પણ રોજ સવારે તેનું સેવન કરો છો, તો તમે આવી ખતરનાક બીમારીઓથી છુટકારો મેળવી શકો છો.
જે લોકોને હંમેશા ગેસ કે પેટનું ફૂલવા જેવી સમસ્યા રહેતી હોય તો સવારે ખાલી પેટ પલાળેલી મેથીનું સેવન કરવું જોઈએ. તેનાથી એસિડિટીથી છુટકારો મળે છે.
મેથીના દાણા બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. મેથીનું પાણી પીવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. ફણગાવેલી મેથી વધુ સારી છે કારણ કે તેમાં પલાળેલી મેથી કરતા 30-40% વધુ પોષક ગુણ હોય છે.
મેથીના દાણા ગરમ પ્રકૃતિના હોય છે. આ જ કારણ છે કે કફમાં તે ફાયદાકારક છે. જેમને કફ વધુ હોય તેઓ મેથીના દાણાને કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકે છે – પાવડર, પલાળેલા, ફણગાવેલા અથવા આખા. પિત્ત અથવા અગ્નિવાળા લોકોએ મેથીનું પાણી પીવું જોઈએ અથવા બીજને પલાળવું અથવા અંકુરિત કરવું જોઈએ, તેમને એસિડિટી અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓથી રાહત મળશે.
મેથીનું પાણી પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ નીકળે છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે. મેથીના પાણીનું નિયમિત સેવન માત્ર એક મહિના સુધી કરવામાં આવે તો એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ શરીરમાં વધવા લાગે છે અને ઘણો ફાયદો આપે છે.
મેથી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ પાણી પીવાથી ત્વચાની એલર્જીની સમસ્યા દૂર થાય છે, સાથે જ નખ ખીલની સમસ્યા પણ દૂર થાય છે. તેમાં એન્ટીએજિંગ ગુણ પણ હોય છે, સાથે જ તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાને રૂઝવવામાં પણ મદદ કરે છે.
મેથીનું સેવન કરવાની રીત:
એક ચમચી મેથી દાણાનો પાવડર રોજ સવારે ખાલી પેટ નવશેકા પાણીથી લો. મેથીના દાણાને રોજ પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવીને ખાવ. ઉપરથી મેથીનું પાણી પીવો. આ ઉપરાંત લીલી મેથી ને સૂકવીને તેનો પાવડર બનાવીને પણ લઇ શકાય છે.