માથા થી લઈને પગ સુધી 100થી વધુ રોગોનો એક ઈલાજ છે આ પાવડર, ગોઠણના દુખાવા માટે તો છે દવા કરતા વધુ ગુણકારી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સરગવા વિશે આપણે સૌ જાણીએ છીએ. સરગવાનું શાક લગભગ દરેકના ઘરમાં અવારનવાર બનતું હોય છે. ભોજનમાં તેનો સ્વાદ તો દરેકને પસંદ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ સરગવાના વૃક્ષના સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા છે. તેમાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટિન અને વિવિધ ફેનોલિક્સ હોય છે. તેના પાંદડાઓનો ઉપયોગ તાજા અથવા પાવડર સ્વરૂપમાં થઈ શકે છે. સરગવો મૂળથી લઈને ફૂલ, પાન સુધી સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર હોય છે.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને સરગવાના પાનનો રસ કાઢીને પીવો જોઈએ. આ રસ પીવાથી પીવાથી ગભરામણ, ચક્કર આવવા, ઉલટીમાં પણ રાહત મળે છે. સરગવાની શીંગોમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે બાળકો માટે ખૂબ ફાયદાકારક છે. તેનાથી હાડકાં અને દાંત બંને મજબૂત બને છે. તેને ગર્ભવતી મહિલાઓને આપવાથી તેમના બાળકોમાં કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોય છે અને બાળક સ્વસ્થ રહે છે.

સરગવાના પાનને સરગવા પરથી તોડીને તેને સારા પાણીથી ધોઈ લો. સારા પાણીથી ધોયા બાદ તેને તડકામાં સુકવીને બરાબર કડક થાય ત્યારે તેને ભેગા કરી ઘંટીમાં નાખીને તેને દળી નાખવા. દળતા જે પાવડર તૈયાર થાય છે તે પાવડરને કોઈ કાચના વાસણમાં ભરીને સાચવી રાખી જરૂરિયાત મુજબ ભોજનમાં, પાણી સાથે કે દૂધ સાથે ભેળવીને પીવાથી ખુબજ લાભ થાય છે. આ રીતે સરગવાના ફૂલ અને છાલનો પાવડર પણ બનાવી શકાય છે.

શરીરની ચરબીને દૂર કરવા અને શરીરની ચરબી વધારવા માટે સરગવાને ફાયદાકારક દવા માનવામાં આવે છે. તેમાં ફોસ્ફરસ હોય છે, જે શરીરની વધારાની કેલરીને ઘટાડે છે અને ચરબી ઘટાડીને સ્થૂળતા ઘટાડે છે.

સરગવાનું નિયમિત રીતે સેવન કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને શુક્રાણુ સાથે તેની ગતિશીલતા પણ વધે છે. સરગવામાં જિંકની માત્રા મળી આવે છે જે મજબુત લિંગ નિર્માણ માટે ફાયદાકારક છે. સરગવો શુક્રાણુઓની સંખ્યા અને ગુણવતા સુધારે છે સાથે તે વીર્યને ઘટ્ટ કરે છે. મહિલાઓએ સેવન કરવાથી માસિક સંબંધી સમસ્યા દુર થાય છે.સાથે ગર્ભાશયની સમસ્યા પણ દુર કરે છે.

સરગવાના તાજા મૂળ, સરસવ અને આદુને સરખી માત્રામાં લઈને તેને વાટીને 1-1 ગ્રામની ગોળીઓ બનાવીને તેને 2-2 ગોળીનું સવારે અને સાંજે સેવન કરવાથી જઠરાગ્ની સક્રિય થાય છે અને જેનાથી મંદાગ્ની દુર થાય છે. સરગવાના 10 થી 20 મિલી ઉકાળામાં 2 ગ્રામ સુંઠ નાખીને સવારે અને સાંજે પીવડાવવાથી પાચનશક્તિ વધે છે.

સરગવાના પાનની પેસ્ટ ઘા પર લગાવવામાં આવે છે અને તેને શાક તરીકે ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તેમજ સહજનના સેવનથી લોહી સાફ થાય છે, આંખોની રોશની તેજ હોય છે. સરગવાની શીંગોનું સેવન કરવાથી પ્રસુતિ સમયે ગર્ભવતી મહિલાઓને વધારે દુખાવો થતો નથી.

સરગવાની શીંગો કે પાનનો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે અડદની દાળમાં સરગવાના પાન મિક્સ કરીને તેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત સરગવાને સેવન કરવાની અન્ય રીત માં સરગવાના પાનના પાવડરનું સેવન કરી શકો છો અથવા પાંદડાને ઉકાળીને તેનું પાણી પણ પીય શકાય. સરગવો લોહીમાં શર્કરાના સ્તર અને કોલેસ્ટરોલના સ્તરને સંતુલિત કરે છે. તે લોહીમાં શર્કરાનું ઊંચું પ્રમાણ ઘટાડે છે. કોલેસ્ટ્રોલને ઓછું કરવાને કારણે તે હૃદય સારું રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top