માત્ર 5 જ દિવસ ખાઈ લ્યો આ ત્રણ વસ્તુ, પછી જોવો ગમે તેવી કમજોરી અને પકડમાં ન આવતા રોગો થઇ જશે જીવનભર ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે એક એવા દેશી ઈલાજ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે નાના મોટા દરેકને માટે ફાયદાકારક છે. સાંધાના દુખાવા, કેલ્શિયમની ઉણપ, કમજોરી, કોલેસ્ટ્રોલ, દાંત અને હાડકાના દુખાવાને તો માત્ર ૨ દિવસમાં ગાયબ કરી દેશે. આ ઉપાયનો જો નિયમિત અમલ કરવામાં આવે તો જીવનભર તેનાથી છુટકારો મળે છે.

કાળા ચણાથી દરેક લોકો પરિચિત હોય છે પરંતુ જો તેને પલાળીને ખાવામાં આવે તો કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહે છે. કાળા ચણામાં ફાઇબર વધારે હોય છે જો તમે રોજ પલાળેલા ચણા ખાઓ છો, તો તે બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.

ચણામાં આર્યનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તેને પલાળીને ખાવામાં આવે તો એનીમિયાની સમસ્યાથી બચી શકો છો. કારણ કે ચણામાં આયર્નનું પ્રમાણ વધારે હોય છે. આયર્ન લાલ રક્તકણોના ઉત્પાદનમાં વધારો કરે છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે અને લોહીની ખોટને દૂર કરે છે.

આ ઉપરાંત મગફળીને પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, કેલ્શિયમ, આયર્ન, સેલેનિયમથી ભરપૂર મગફળીને પલાળીને સવારે ખાલી પેટે ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા દૂર થાય છે.

શિયાળામાં પલાળેલી મગફળીનું ગોળ સાથે કરવાથી સાંધા અને પીઠના દુખાવાની સમસ્યા દૂર થાય છે. તે શરીરમાં કેલ્શિયમ સપ્લાય કરે છે. આવી સ્થિતિમાં, તે સંધિવાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. પલાળેલા મગફળીના દાણા આંખોની રોશની અને યાદશક્તિને તીક્ષ્ણ કરે છે. તે શારીરિક ઊર્જા જાળવી રાખે છે.

દાંત અને હાડકાં માટે પલાળેલી કિસમિસનું પણ સેવન કરવું જોઈએ. ૧૦૦ ગ્રામ કિસમિસમાં લગભગ ૫૦ મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. જે દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ ઉપરાંત મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે. કિસમિસમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે અને જ્યારે કિસમિસને આખી રાત પાણીમાં પલાળવામાં આવે ત્યારે તે કુદરતી રેચક તરીકે કામ કરે છે. આમ, પલાળેલી કિસમિસ ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચનક્રિયા પણ મજબૂત બને છે.

આ ત્રણેય (મગફળી, કિસમિસ, ચણા) નું સેવન કરવાની રીત:

ચણા, મગફળી, અને કિશમિશ ને એક નાની વાટકી માં પલાળીઆખી રાત સુધી તેને પલળવા દ્યો પછી સવારે ઉઠીને તરત જ આ પલાળેલા ચણા, મગફળી, અને કિશમિશનું સેવન કરવું ત્યારબાદ જે પાણી વધેલું હોય છે તે પાણીને તમારે આ મિશ્રણનું સેવન કર્યા પછી તે પીય જવું આમ આ રીતે આ પ્રયોગ તમારે દરરોજ સવારે કરવાથી ખુબજ ફાયદો થાય છે. આ પ્રયોગ તમે 1 મહિના સુધી સતત કરશો તો આ દરેક સમસ્યાથી જીવનભર છુટકારો મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top