અઠવાડિયામાં 1 વાર જરૂર કરી લ્યો આ શક્તિશાળી ફળનું સેવન, એસિડિટી, ગેસ, કબજિયાતથી છુટકારો મળી રોગપ્રતિકારક શક્તિ થઈ જશે 10 ગણી

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સ્ટ્રાબેરી એક એવું લાલ રંગનું ફળ જે દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. તેનું નામ લેતા જ જાણે મોઢામાં પાણી આવી જાય. આ ફળનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. ત્યારે સ્ટ્રોબેરી તેના સ્વાદ અને દેખાવ થકી જ બધાના દિલ જીતી લે તેવું ફળ છે. સ્ટ્રોબેરી તે દરેક મોટાથી લઈ નાના બધાની પ્રિય હોય છે.

સાથે સ્ટ્રોબેરી તે અનેક દિનચર્યામાં લેવાતી વસ્તુ માટે ઉપયોગ થાય છે જેમાં સાબુ,પરફ્યુમ, કેન્ડી તેમજ લિપ બામ જેવી અનેક વસ્તુમાં વપરાતી હોય છે. તેનાથી કોઈમાં સુંગંધ ને વાનગીમાં ખવાતું આ એક ફળ છે. જ્યારે તમે ૧૦૦ ગ્રામ સ્ટ્રોબેરી ખાવ તેમાંથી આશરે ૩૩ કિલોકેલરીસ મળે છે. સાથે સ્ટ્રોબેરીમાં મોટા પ્રમાણમાં વિટામિન સી તેમજ મેંગેનીઝ મળી આવે છે. આથી તે ઘણી રીતે ઉપયોગી બને છે.

સ્ટ્રોબેરી ખાવાથી હાર્ટ અટેક જોખમ ઘટે છે, કારણ તેને ખાવાથી પોટેશિયમ પણ વધે છે સાથે તેનાથી શરીરમાં નવા રક્તકોષ પણ બને છે.સ્ટ્રોબેરી તે ત્વચામાં કરચલી પણ દૂર કરે છે તેને ખાવાથી તેમાં વધુ પ્રમાણમાં વિટામિન હોય છે તો તેનાથી તે બચાવે છે.

આજના સમયમાં મોટાભાગના લોકો કબજિયાતની મુશ્કેલીથી પરેશાન રહેતા હોય છે. તેવામાં સ્ટ્રોબેરી તમને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં રામબાણ ઈલાજનું કામ કરે છે. સ્ટ્રોબેરીમાં આવેલા ફાયબરને લીધે તે એસિડીટી, કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યાને દૂર કરે છે.

સ્ટ્રોબેરી તે દાંત માટે પણ એકદમ ગુણકારી છે આમાં એવા એસિડ હોય છે જે દાંતને પોતાના જડથી મજબૂત બનાવે છે અને દાંતની ચમક પણ વધારે છે.સ્ટ્રોબેરી આંખ માટે પણ ખૂબ ગુણકારી છે અને તેમાં રહેલાં એંટિઓક્સિડેંટ અને તેના કરતાં પણ વિટામિન સી હોવાથી આંખને ઘણા ફાયદા છે. સાથે તે સૂર્યના તે આંખની દ્રષ્ટિ વધુ સારી કરે છે અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી પણ બચાવે છે.

સ્ટ્રોબેરી કેન્સર જેવી બીમારીમાં પણ ખૂબ સારી અસર કરે છે. કારણ સ્ટ્રોબેરીમાં ફ્લેવોનોઇડ્સ, ફોલેટ, કમ્પોરોલ અને વિટામિન સી હોય છે જે કેન્સર પેદા કરતા કોષોને નષ્ટ કરે છે. સ્ટ્રોબેરી મુખ્ય રીતે ઓછી કેલેરી વાળું ફળ છે. જેમાં સોડિયમ તેમજ ખાંડ હોતી નથી. સ્ટ્રોબેરીને આરોગવાથી બીજી કોઈ વસ્તુને જરૂર નથી પડતી અને તે વજન પણ સારા એવા પ્રમાણમાં ઉતારી દે છે.

સ્ટ્રોબેરીમાંથી ખાસ કરીને વિટામિન ‘C’ ખૂબ પ્રમાણમાં મળે છે જે પાવરફુલ એન્ટિઓક્સિડન્ટ છે. માટે જ વિટામિન ‘C’ વધુ હોય તેવાં ફળો ખાવાથી રોગ સામે રક્ષણ મળે છે. સ્ટ્રોબેરી વારંવાર થતાં શરદી-ખાંસીને દૂર રાખે છે. સ્ટ્રોબેરીમાં મિનરલ્સ જેવાં કે પોટેશિયમ મેંગેનિઝ કોપર આયર્ન અને આયોડિન આવેલાં છે. પોટેશિયમ ખાસ કરીને હાર્ટરેટને માપસર રાખવાનું કામ કરે છે. વળી બ્લડપ્રેશરને પણ મેન્ટેઇન કરે છે. વળી મેંગેનિઝને શરીર એન્ટિઓક્સિડન્ટ તરીકે વાપરે છે. કોપરથી રેડ સેલ્સ સારા રહે છે.

ઉચ્ચ ફાઇબર સામગ્રી, ફોલેટ, કોઈ ચરબી અને ઉચ્ચ સ્તરના એન્ટીઑકિસડન્ટો જેવા કે વિટામિન-સી અને ફાયોટેકેમિકલ્સ અસરકારક રીતે ધમનીઓ અને જહાજોમાં કોલેસ્ટ્રોલ ઘટાડે છે. સ્ટ્રોબેરી હૃદયના સ્નાયુઓને મજબૂત કરે છે અને હૃદયની સારી કામગીરી તરફ દોરી જાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top