કફ અને પિત્તથી થતાં દરેક પ્રકાર રોગ ઉપરાંત લોહી પાતળું કરવા જરૂર કરો આનું સેવન, અહી ક્લિક કરો જાણી લ્યો તેના ચોકવનાર ફાયદા 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સોપારી એ ગુજરાતીઓના ઘર ઘર માં જોવા મળતું ફળ છે. સોપારી ને પૂજામાં રિદ્ધિ સિદ્ધિ તરીકે ગણપતિજીની બાજુમાં મૂકવામાં આવે છે. સોપારી ને ચાંદલો કરી ચોખા ચોડી પૂજા પણ કરાય છે. પાનવાળા લોકો સોપારીના ટુકડા અને ભૂકો અથવા કતરણ પણ રાખે છે.

જમી ને પછી સોપારી કાપીને ખાવાનો રિવાજ હતો. ઘણાં ઘરોમાં આજે પણ છે. પાનમાં નાખીને સોપારી ખવાય છે. તો ઘણા માવા, ફાકી કે મસાલાના નામે પ્લાસ્ટિકના કાગળમાં અપાતા એક મિશ્રણમાં સોપારી ખાય. એ પણ કાચી ટુકડા.  સોપારી બે પ્રકારની આવે છે. કાચી અને શેકેલી અથવા પાકી. સોપારીમાં કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીનની સાથે જ મિનરલ્સ પણ મોજુદ હોય છે.

ડાયાબિટીસને કારણે અનેક લોકો ને વારંવાર મુખ સૂકાઈ જવાની સમસ્યા થાય છે. જો આવી સમસ્યા હોય તો જ્યારે પણ મુખ સૂકાઈ જાય ત્યારે સોપારીનો એક ટુકડો મુખમાં રાખો. એવા લોકોને આ સ્થિતિથી બચવા માટે સોપારી ખૂબ જ મદદ કરે છે, કારણ કે ચાવવાથી મોટી માત્રામાં સ્લાઈવા બહાર આવે છે.

સોપારીમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ હોય છે. તેને કારણે તેનો ઉપયોગ દાંતનો સડો રોકવા માટે પણ મંજનના રૂપમાં કરવામાં આવે છે. પછી રોજ તેને દાંતમંજન તરીકે ઉપયોગ કરવાથી દાંતના રોગથી બચી શકાય છે. રોજ તેનાથી મંજન કરો, ફાયદો થશે.

સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિનું બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે અને સાથે સાથે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેમાંથી પણ છુટકારો મળી શકે છે. સોપારીનો કાવો બનાવીને અથવા સોપારીનો પાવડરને આપણા શરીર પર કોઈ જગ્યા પર ચોંટ લાગી હોય ત્યાં લગાવવાથી લોહી આવવાનું બંધ થઈ જાય છે. થોડીવારમાં ઘાવ રુઝાવા લાગે છે.

અમુક લોકો ના મોઢા માં લાળ નું પ્રમાણ ઓછુ હોય છે. મતલબ કે એમનું મોઢું સુકું સુકું જ રહે છે. જેના લીધે મોઢા માં બેક્ટેરિયા નું નિર્માણ થાય છે. જેના લીધે તેમને મોઢા સબંધિત ઘણી બીમારીઓ થાય છે. અને ઘણી વાત એમના મોઢા માંથી વાસ પણ આવે છે. જો તમારે પણ કોઈ ને આ રીત ની સમસ્યા હોય તો તમારે સોપારી મોઢા માં રાખવી.

જે વ્યક્તિ ને ડિપ્રેશનની સમસ્યા હોય તે વ્યક્તિ જો પોતાના મોં ની અંદર સોપારી રાખે તો તેના કારણે વ્યક્તિ ને ડિપ્રેશનની સમસ્યામાંથી છુટકારો મળે છે. અને સાથે સાથે માનસિક તણાવ માંથી પણ છુટકારો મળે છે સોપારી એક પ્રકારનું સ્ટ્રેસ રીલીવર તરીકેનું કામ કરે છે. સોપારી નું સેવન કરવાના કારણે વ્યક્તિને હેડકીની સમસ્યામાંથી રાહત મળે છે. સાથે સાથે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિ ના અવાજમાં ઘણો બધો સુધારો થાય છે. માંસપેશીઓ તાકાતવર બને છે.

જુની અને પાકેલી સોપારી કફ અને પીત્ત દુર કરે છે. સોપારી કામોત્તેજક છે, તેમ જ પેશાબની વીકૃતીમાં લાભકારક છે. શેકેલી સોપારી ત્રણે દોષ દુર કરે છે. ચીકણી સોપારીનું દોઢ ગ્રામ ચુર્ણ સવારે મઠામાં કે કાંજીમાં પીસી ને  લેવાથી હોજરીમાં ભરાઈ રહેલો વાયુ મટે છે. અને પેટ માં રાહત રહે છે.

સોપારી સ્કિન પ્રોબ્લેમને દૂર કરવામાં ખૂબ જ મદદગાર હોય છે. દાદર, ખુજલી, ખાજ અને ચકામા થાય ત્યારે સોપારીને પાણીની સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થાય છે. ખૂબ જ વધુ ખંજવાળ આવી રહી હોયતો સોપારીની રાખને તલના તેલમાં ભેળવીને લગાવવાથી લાભ થાય છે.

સોપારીના ચુર્ણ વડે પકાવેલા તેલની માલીસ કરવાથી કટીવાત (બૅકપેઈન) મટે છે. ખાવામાં સોપારીની માત્રા ૧/૨ થી ૧ ગ્રામ જેટલી જ હોવી જોઈએ.  જે લોકો ને કૃમી રોગ થયો હોય તો તેમાં સોપારી ની થોડી વધુ માત્ર લઈ શકાય. કૃમી થયા હોય તો સોપારીનો ભુકો ગરમ પાણી સાથે દીવસમાં ત્રણ-ચાર વાર લેવાથી ફાયદો થાય છે.

સ્કિઝોફેનિયા એક પ્રકારની મગજની બીમારી છે. આ બીમારીના લક્ષણો ને  સોપારીના સેવનથી ઓછા કરી શકાય છે. એક તાજા સંશોધન પ્રમાણે આ બીમારીમાં જે દર્દીઓ સોપારીનું સેવન કરે છે તેના લક્ષણોમાં સુધારો થાય છે. બહુમૂત્રતામાં સોપારીનું ચૂર્ણ ને એકથી બે ગ્રામ ગાયના ઘી સાથે નિયમિત સેવન કરવાથી લાભ થાય છે. સોપારી કાચી ન ખાવી જોઈએ તેના વધુ પડતા ઉપયોગથી લોહીનું દબાણ વધુ ઘટી જાય છે અને ચક્કર આવવા લાગે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top