માનસિક રોગો, હૃદયરોગ થી લઈને કોલેસ્ટ્રોલ ને મૂળ માંથી નાબૂદ કરે છે આ ફળ, જરૂર જાણી લ્યો અન્ય ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આમ તો દરેક શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે લાભકારી છે પરંતુ પીળું કોળું તાકાત અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. ઓછી કેલરી ધરાવતા આ શાકમાં ભરપૂર વિટામિન આવેલાં હોય છે. કોળાનો ઉપયોગ રોજના ખોરાકમાં કરવાથી અનેક રોગ દૂર થાય છે. તેના રેગ્યુલર ઉપયોગથી ડાયાબિટીસ, હાર્ટના રોગો પણ દૂર થાય છે ઉપરાંત, વાળ અને સ્કિન માટે પણ ઉપયોગી છે. તેનાથી એનર્જી વધે છે. જાણો તેના અન્ય ફાયદાઓ.

વધારે વજન ફક્ત શરીરનો આકાર જ નહીં, પરંતુ તે સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ પણ આપે છે. વધારે વજન હોવાને કારણે ડાયાબિટીઝ, મેદસ્વીપણા, હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર જેવા અનેક રોગોનો સામનો કરવો પડે છે. જો તમે વજન ઓછું કરવા માગતા હોવ તો તમારા આહારમાં કોળાનો સમાવેશ કરો.

કોળામાં રહેલું વિટામિન સી અને બીટા-કેરોટીન ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. જ્યારે વિટામિન સી અને વિટામીન એ ભેગાં મળે ત્યારે તે ન્યૂટ્રીઅન્ટ્સનું પાવરફુલ કોમ્બિનેશન બને છે. તેથી તેને ખાવામાં આવે તો તે રોગો સામે રક્ષણ આપે છે.

વજન ઓછું કરવા માટે કોળુ ખૂબ અસરકારક છે. કોળાનું 1 થી 2 મહિના સુધી સેવન કરવું જોઈએ, કારણ કે કોળુ અને તેના બીજમાં રહેલા પોષક તત્વો શરીરમાંથી વધારે ચરબી ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, કોળુ ખાવાથી તમને ઘણા આરોગ્ય લાભો પણ થાય છે.

એન્ટીઓક્સીડેન્ટ વિટામિન સી, વિટામિન ઈ અને બીટા કેરોટીન આંખો માટે ખૂબ જ સારાં છે. આંખોની સંભાળ અને ડિજનરેટિવ રોગથી દૂર રહી શકાય છે. બધાં જ વિટામિન કોળામાં હોય છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછાં 3 ફ્રૂટ અને શાકભાજી ખાવાથી ઉંમરને લગતા રોગ દૂર કરી શકાય છે.

કોળામાં ઉચ્ચ ફાઇબર અને ઓછી કેલરી હોય છે. ઓછી કેલરીવાળા ખોરાકના વપરાશને કારણે શરીરમાં વધારાની ચરબી સંગ્રહિત થતી નથી. આવી સ્થિતિમાં જો વજન ઓછું કરવું હોય તો ઓછી કેલરીવાળા ખોરાકમાં કોળાનું અને તેના દાણા ખાવાથી ફાયદો થાય છે. કોળામાં સૌથી વધુ પ્રમાણમાં ફાઇબર હોય છે, તેનાથી તમને જલ્દી ભૂખ લાગશે નહીં. તે લાંબા સમય સુધી પેટ ભરયુ રાખે છે. ફાયબરયુક્ત ખોરાકનું સેવન કરીને વધુ પડતો આહાર લેવાનું ટાળી શકાય છે. વજનને નિયંત્રણમાં રાખવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે.

કોળાનાં બીજમાં થોડા એવા પોષક તત્વો મળી આવે છે જે ડાયાબીટીસ ને રોકે છે અને આપણા શરીરમાં ઇન્સ્યુલીનને નિયમિત કરે છે અને શરીરમાં તણાવ ઓછો કરે છે. મધુમેહથી પરેશાન વ્યક્તિઓએ રોજ સવારે નાસ્તામાં બે ચમચી પલાળેલા બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા શરીરમાં શુગર લેવલ યોગ્ય પ્રમાણમાં જાળવી શકાય છે.

કોળામાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન વગેરે જેવા ઘણા પોષક તત્વો હોય છે. આ બધા શરીરની પ્રતિરક્ષા અને મેટાબોલિક રેટમાં વધારો કરે છે. તેનાથી શરીરમાં હાજર ચરબી ઝડપથી બળી જાય છે. આ રીતે વજન ઓછું કરવું સરળ બને છે.

કોળામાં પ્રોટીન હોવાથી વજન નિયંત્રણમાં રહે છે. વજન ઘટાડવા માટે ઉચ્ચ પ્રોટીન આહાર ને પગલે કોળાને શામેલ કરી શકાય છે. તે શરીરની ચરબી બર્ન કરે છે. વજન ઓછું કરવા માટે, તમે કોળાનો રસ, કોળાના બીજ સાથે દૂધ અથવા પાણીમાં પીવાથી પણ ફાયદો થઈ શકે છે. તેના સેવનથી શરીરને કોઈ નુકસાન થતું નથી.

કોળું શીતળ, રુચિવર્ધક, મૂત્રલ, મધુર, દાહ અને પિત્તનું શમન કરનાર અને શુક્રની વૃદ્ધિ કરનાર તથા પૌષ્ટિક છે. એ મૂત્રાઘાત, પ્રમેહ, મૂત્રકૃચ્છ, પથરી, તૃષા, રકતવિકાર વગેરે રોગો મટાડવામાં મદદ કરે છે. કોળું માનસિક રોગો, હૃદયરોગ, ફેફસાંના રોગ અને રકતપિત્ત જેવા રોગો માટે અમૂલ્ય આહાર છે. હાર્ટ માટે કોળું બહુ ઉપયોગી છે. કોળામાં ભરપૂર ફાઇબર્સ હોય છે. વધુ પોટેશિયમવાળાં ફળ ખાવાથી લકવા, મસલ્સલોસ, બોન મિનરલ ડેન્સિટી વગેરે રોગો થતાં નથી. અને કિડની સ્ટોન પણ ઓગળે છે.

જૂનું મોટું ભૂરું કોળું લઈ, તેના ઉપરની છાલ ઉતારી તેને કાપીને બી તથા અંદર નો પોચો ગર્ભ કાઢી નાખવો. પછી કોળા ના એક-બે ભારનાં પતીકાં પાડી તેને પાણીમાં બાફવા. જરા નરમ પડે એટલે કપડામાં નાખી પાણી નિતારી લેવું, ત્યાર પછી બાફેલાં પતીકાંને બમણી સાકરની ચાસણીમાં નાખવાં, કેસર અને એલચીના દાણા ઇચ્છા પ્રમાણે નાખી શકાય છે. આ મુરબ્બો માથાની ગરમી અને અનિદ્રા વગેરેને મટાડે છે.

કોળાના કટકા બાફી તેમાંથી કાઢેલો રસ, સાકર, ધી, બાફેલા કોળાના કટકા અને અરડૂસીનો રસ એ બધું એકત્ર કરી, ધીમા તાપે પકાવું. ઘાટું થઈ જાય ત્યારે તેમાં હરડે, આમળાં, ભારંગમૂળ, તજ, તમાલપત્ર અને એલચી એ દરેકનું ચૂર્ણ અને તાલિસપત્ર, સૂંઠ, ધાણા તથા મરી એ દરેકનું ચૂર્ણ, પીપરનું ચૂર્ણ અને મધ નાખી ચૂર્ણ તૈયાર કરી લેવું.  પછી ચિનાઈ માટીની અથવા કાચની બરણીમાં ભરી લેવું. આ ચૂર્ણ રોજ સવારે સેવન કરવાથી રકતપિત્ત, લોહીવાળી ખાંસી, ઉધરસ, તાવ, હેડકી, હૃદયરોગ અને શરદીને મટાડે છે.

કોળાના મૂળનું ચૂર્ણ સૂંઠના ચૂર્ણ સાથે મેળવી દિવસમાં બે થી ત્રણ વાર લેવાથી શ્વાસ રોગ મટે છે. કોળાનાં બીના આટા ને ઘીમાં શેકી, સાકર ભેળવી, લાડુ બનાવી, થોડા દિવસો સુધી રોજ સવારે ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટાડે છે.  કોળાના રસમાં સાકર નાખીને પીવાથી અમ્લપિત્ત મટે છે. ભૂરા કોળાને સૂકવી, ચૂર્ણ કરીને ખાવાથી કે તેનું શાક કરીને ખાવાથી પાંડુરોગ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top