બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ભલે ફિલ્મ ઉદ્યોગમાં સરેરાશ અથવા નકારાત્મક ભૂમિકામાં જોવા મળ્યા હોય પરંતુ કોરોના કાળમાં તે દેશના તમામ લોકો માટે ભગવાન સમાન થઈ ગયા છે. દેશના લોકો દ્વારા તેમને ધ રીઅલ હીરો,ગોડ અને મસિહા જેવા ઉપનામો આપવામાં આવી રહ્યા છે. હવે આંધ્રપ્રદેશમાં સ્થાનિક રહેવાસીઓએ સોનું સૂદનું એક મંદિર બનાવ્યું છે. અને સોનું સૂદને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ અંગે અભિનેતાની પ્રતિક્રિયા પણ આવી છે.
હું ફક્ત એક સામાન્ય માણસ છું :
આંધ્રપ્રદેશના ડુબા ટાંડા ગામમાં સોનુ સૂદ માટે એક મંદિર બનાવવામાં આવ્યું છે. આ અંગે પ્રતિક્રિયા આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખાઈ છે. તેણે કહ્યું છે કે તે ખરેખર મારા માટે ખૂબ આનંદની વાત છે, પણ હું તેમને કહેવા માંગુ છું કે આ બધુ ડિઝર્વ નથી કરતો. હું ફક્ત એક સામાન્ય માણસ છે જે તેના ભાઇ-બહેનોને મદદ કરે છે. તમને જણાવી દઈએ કે કે સોનુ સુદ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મળે છે, તેમની તકલીફ જાણે છે. અને તેને મદદ પણ કરે છે.
તેમણે દેશની જનતાનો વિશ્વાસ જીત્યો છે અને હવે તેને લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. મંદિરનું લોકાર્પણ 20 ડિસેમ્બરના રોજ મૂર્તિકાર તથા સ્થાનિક લોકોની હાજરીમાં કવામાં આવ્યું હતું. આ દરમિયાન આરતી પણ કરવામાં આવી હતી. પારંપરિક પોશાક પહેરેલી સ્થાનેિક મહિલાઓને લોકગીત ગાયા હતા. જિલ્લા પરિષદના સભ્ય ગિરી કોડેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સોનુએ કોરોના દરમિયાન જનતાની વચ્ચે ઘણું જ સારું કામ કર્યું છે.
સારા કામોને કારણે ભગવાનનો દરજજો આપવામાં આવ્યો :
મંદિરની યોજના બનાવનાર સંગઠનમાં સામેલ રમેશ કુમારે કહ્યું હતું,’સોનુના સારા કામોને કારણે ભગવાનની દરજજો આપવામાં આવ્યો છે. આથી અમે તેમના માટે મંદિર બનાવ્યું છે. તે અમારા માટે ભગવાન છે. સોનુએ દેશના તમામ 28 રાજ્યોના લોકોની મદદ કરી છે અને માણસાઈ ભરેલા કામ માટે તેમને અવોર્ડસ પણ મળ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું. ‘સોનુએ લોકડાઉન દરમિયાન જે રીતે લોકોની મદદ કરી છે.
તેને કારણે માત્ર દેશમાં જ નહીં દુનિયાભરમાં સન્માન મળ્યું છે. તેમને યુનાઈટેડ નેશન તરફથી સ્પેશિયલ અવોર્ડ મળ્યો હતો. આથી અમારા ગામ તરફથી અમે તેમનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો.ભગવાનની જેમ જ સોનું સૂદ ની પૂજા કરવામાં આવશે.
જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશો :
હાલમાં જ સોનુ સૂદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની નવી ઈમેજને કારણે સુપરસ્ટાર ચિરંજીવીએ ફિલ્મ ‘આચાર્ય’ના એક એક્શન સીનમાં તેને મારવાની ના પાડી દીધી હતી. સોનુએ કહ્યું હતું. અમે એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન ચિરંજીવી સરે કહ્યું, ફિલ્મમાં તું હોવાથી અમારા માટે સૌથી મોટી સમસ્યા છે, કારણ કે હું તને એકશન સીનમાં મારી શકીશ નહીં. જો મેં તને માર્યો તો લોકો મને ગાળો આપશે
લોકડાઉનમાં મજૂરોની કરી હતી મદદ :
લૉકડાઉન દરમિયાન સોનુ સૂદે મુંબઈમાં ફસાયેલા શ્રમિકોને દેશના દૂર દૂર સુધીના વિસ્તારમાં આવેલા તેમના દાર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. સોનું તથા તેની ટીમે શ્રમિકો માટે ટોલ ફ્રી નંબર તથા વ્હોટ્સએપ નંબર રિલી છે કર્યા હતાં. સોનુએ મજૂરોને બસ, ટ્રેન તથા ચાર્ટર્ડ ક્લાઈટની વ્યવસ્થા કરી હતીઆ સાથે જ શ્રમિકોને ભોજન પણ પૂરુ પાડયું હતું. સોનુએ નોકરી અપાવવા માટે કંપનીઓ સાથે મળીને નોકરી પોર્ટલ પણ શરૂ કર્યું છે. હવે સોનું સુદ ગૃહોના ઘૂટણ સપ્લાન્ટ કરાવવા માગે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.