આ જાદુઇ પાન ના સેવન માત્રથી 30થી વધુ બીમારીઓ રહે છે દૂર, જરૂર જાણો તેના ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે પણ ભારતીયો નાગરવેલનાં પાનનાં ઘણા શોખીન છે. મુખશુદ્ધિકર હોવાથી આપણે ત્યાં લગભગ બધા જ પ્રદેશોમાં ભોજન પછી નાગરવેલનાં પાનમાં બીજાં મુખવાસ દ્રવ્યો મૂકીને ખાવાની પરંપરા છે. આયુર્વેદ પ્રમાણે આ પરંપરા હિતકારક પણ છે, પરંતુ અહીં એ વાતનું ધ્યાન રાખવું કે નાગરવેલનાં પાનમાં મૂકાતાં બીજાં મુખવાસ દ્રવ્યો પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ હિતકારી હોવાં જરૂરી છે. અન્યથા તે નુકસાનકારક બની શકે છે. તો આવો આ વખતે આયુર્વેદીય મતે આ નાગરવેલના ઔષધીય ગુણકર્મો અને ઉપયોગ વિશે જાણીએ.

કફની સમસ્યા દૂર કરે :

૪ ગ્લાસ પાણીમાં ૧૬ નાગરવેલના પાન નાખો. પાણીને ઓછામાં ઓછુ અડધો કલાક સુધી ઉકાળો. અને પછી થોડુ ઠંડુ થાય ત્યારે આ પાણીનું સેવન કરશો તો કફની સમસ્યાથી છૂટકારો મળી જશે. નાગરવેલનું પાન તીખું, ગરમ અને તીક્ષ્ણ હોવાથી શરદી, ઉધરસ, સળેખમ વગેરે કફના રોગોમાં ઉત્તમ પરિણામ આપે છે. તેમાં રહેલું ઉડનશીલ તેલ શ્વાસનળીના સોજાને મટાડે છે. શરદી, ખાંસી, દમ વગેરેમાં નાગરવેલનાં ત્રણથી ચાર પાનનો રસ કાઢી, તેને સહેજ ગરમ કરવો. ઠંડો પડે એ પછી તેમાં થોડું મધ મેળવીને પી જવો. આ રીતે સવાર-સાંજ મધ મેળવીને નાગરવેલનાં પાનનો રસ પીવાથી કફના બધા જ રોગમાં લાભ મળે છે.

શ્વાસ-દમની તકલીફમાં નાગરવેલના પાકા પાનમાં એલચી ૧ નંગ, કાળા મરીના બે દાણા, તુલસીનાં ત્રણ પાન, આદું અને લીલી હળદરના થોડા ટુકડા મૂકી ઉપર એક ચમચી મધ નાંખીને ધીમે ધીમે ચાવીને એ પાન ખાઈ જવું. આ ઉપચારથી કફ છૂટો પડતા દમમાં ઘણી રાહત અનુભવાશે. શરદી, કફ અને શ્વાસ-દમ માટેનો આ એક સરળ છતાં અસરદાર ઘરગથ્થુ ઉપચાર છે.

મગજમાં સોજો :

મગજજ્યારે મગજમાં સોજો અથવા ગાંઠ હોય ત્યારે પણ પાન ખાવાથી તે પીડા દૂર થાય છે. પાનમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટ્રી ઇલેમેટરી સયોજનો હાજર હોય છે. જે દુ:ખાવો દૂર કરવામાં મદદ કર્યું છે ચીને

હૃદયની નબળાઈ :

નાગરવેલનાં પાન હૃદયોત્તેજક છે. હૃદયની નબળાઈ હોય તેમણે નાગરવેલનાં પાનના ચાર ચમચી જેટલા રસમાં થોડી સાકર ઉમેરીને રોજ સવારે પીવો. હૃદયની નબળાઈ દૂર થઈ તે સ્વસ્થ બનશે.

બળતરા ઓછી કરે :

દાઝયા પછી થતી બળતરાને દૂર કરવા પાનને વાટીને લેપ બનાવીને લગાવો, અને ૨૦-૨૫ મિનિટ પછી ધોઈ નાખો. ત્યારબાદ ઉપરથી મઘ લગાવો. બળતરા શાંત થઇ જશે.વાગવા પરવાણવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે. પાનના પીંછાને વાટીને દાઝેલી જગ્યા ઉપર લગાવવાથી વા સારો થશે. પેસ્ટને ધોઇ દો અને ત્યાં મધ લગાવો કપ પાણીમાં રોક શુગર સાથે ઉકાળો. જયારે પાણી એક ગ્લાસ રહે તો તેને દિવસમાં ત્રણ વખત પીવો.

ખીલને દૂર કરો :

નાગરવેલનું પાન ખીલ પણ દૂર કરે છે. આ માટે સૌ પ્રથમ પાનને વાટી લો અને પાણીમાં મિક્સ કરી તેને બરાબર ઉકાળો. ત્યારબાદ ઘટ્ટ મિશ્રણને ફેસપેકની જેમ લગાવો. 20 મિનીટ રાખ્યા પછી તમારો ફેસ ધોઇ લો.

ખંજવાળ :

ર૦ નાગરવેલ ના પાંદડા ને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તે પાણી થી નાહી લો. ખંજવાળની તકલીફ દુર થઇ જશે.

મોટાપો :

વજન ઓછુ કરવા પાનના પાંદડા ચાવવા ખુબ ફાયદાકારક હોય છે, પાનના સેવન શરીરનું મેટાબોલીમ આશ્ચર્યજનક રીતે વધે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. પાનના પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવો કાઢે છે. તેનાથી શરીરમાં વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે.

મોઢા માટે :

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

થાક દૂર કરે છે :

પાનના પત્તાના રસમાં મધ ભેળવીને પીવાથી થાક અને નબળાઈ દૂર થઈ જાય છે. સાથે જ જો તમને તાવ હોય તો પાનમાં લવિંગ નાખીને ખાવ ફાયદો થશે.

બાળકને ફીડ કરાવવામાં :

બાળકને ફીડ કરાવવામાં સમસ્યા આવતી હોય તો પાનના પત્તામાં નારિયલ તેલ લગાવી સાધારણ ગરમ કરી લો. કુણા પાનના પત્તાને સ્તનની આસપાસ મુકો. સોજો દૂર થઈ જશે અને સ્તનપાન કરાવવામાં સમસ્યા નહીં આવે.

શરીરમાંથી દુર્ગંધ દૂર કરે :

શરીરમાંથી દુર્ગંધ વધારે પ્રમાણમાં આવતી હોય તો પાનના પત્તા નાખીને ઉકાળેલું પાણી પીવો. થોડા જ દિવસોમાં બોડી ઓર્ડરની સમસ્યામાંથી છુટકારો મળી જશે.

મસૂઢામાંથી આવતુ લોહી બંધ કરે :

મસૂઢામાંથી લોહી આવે છે તો બે કપ પાણીમાં 8-9 પાન ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. આવુ થોડા દિવસો કરશો તો લોહી આવતુ બંધ થઈ જશે. આ ઉપરાંત મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવાનો પણ આ સારો ઉપાય છે.

માથાના દુખાવો અને વાગવા પર :

માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક (દર્દ દૂર કરનારો) ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top