શિયાળા માં દરેક રોગથી બચવા જરૂર કરો લીલા ધાણા નું સેવન, થાય છે આ ચમત્કારિ ફાયદા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આ મસાલામા અનેકવિધ ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થાય છે. રોજ ભોજનમાં સૂકા ધાણા સામેલ કરવાથી ડાયાબિટીસ કબજિયાત આંખોની પ્રોબ્લેમ સ્કિન એનિમિયા જેવી તકલીફોમાં ફાયદો થાય છે. આખા ધાણામાં ઘણાં મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. જેમ કે પ્રોટીન ફોસ્ફરસ કેલ્શિયમ આયર્ન વિટામિન B1 અને વિટામિન A. ઘણી હેલ્થ પ્રોબ્લેમ્સને ઠીક કરવામાં આ મદદ કરે છે. આજે આપણે ધાણાથી આપણા સ્વાસ્થ્યને થતા લાભો વિશે જાણીએ.

પેશાબ ની તકલીફ :

૧ ભાગ આખા ધાણા અને ૪ ભાગ સાકર લઈને વાટી લો. તેને શીશીમાં ભરી દો. ૧-૧ ચમચી બે વખત પાણી સાથે લેવાથી અમ્લપિત્તમાં બહુ લાભ થશે. આ ઉપાયથી પેશાબ પણ ખુલીને આવશે.

ગર્ભાવસ્થામાં ઊલટી :

ગર્ભાવસ્થામાં ઊલટી થાય અથવા બાળકોને ઊલટી થાય ત્યારે ૨-૩ ગ્રામ ધાણાને વાટીને ૪00 મિલી પાણીમાં પલાળી દો. ૧ કલાક પછી આ પાણીને ગાળીને તેમાં મધ મિક્સ કરી થોડી-થોડીવારે આ પાણી પીવો. આનાથી બેચેની અને ઊલટી પણ દૂર થશે. સાથે લોહીવાળા ઝાડામાં પણ લાભ થશે.

પેટ ની સમસ્યાઓમાં રાહત :

ગેસની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ધાણા ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય પાચનતંત્રને નિયમિત કરવા માટે ધાણાની ચા પણ ખુબ જ લાભદાયી સબીત્ય થાય છે. જો તમે ૨ કપ પાણી લઈ તેમા જીરુ અને કોથમીરના પાન , ચા ની ભુક્કી તેમજ વરિયાળી ઉમેરીને ૨ મિનિટ સુધી ઉકાળો. તેને ૨ મિનિટ ઉકાળ્યા બાદ તેમા આવશ્યક પ્રમાણમા સાકર ભેળવો, જો તમે ઈચ્છો તો સાકરની જગ્યાએ મધ પણ ભેળવી શકો છો. આ મિશ્રણનું સેવન કરવાથી તમારી પેટની બધી જ સમસ્યાઓમા તમને રાહત મળે છે.

નસકોરી મા રાહત મળે :

નસકોરી ફૂટે ત્યારે તેની પીડામાંથી રાહત મેળવવા માટે એક વિશેષ પ્રકારનુ મિશ્રણ તૈયાર કરવામા આવે છે, જેને બનાવવુ ખુબ જ સરળ છે. સૌથી પહેલા કોથમીરના ૨૦ ગ્રામ પાંદડા લઈ તેમા ચપટી કપૂર મિક્સ કરી વાટી લેવુ. તેને વાટ્યા બાદ જે રસ નીકળે તેને ગાળી લેવો અને આ રસના બે ટિપા નાકમાં નાખવા અને કપાળ પર લગાવી માલિશ કરવુ જેથી નાકમાંથી નીકળતું લોહી તરત જ બંધ થઈ જશે.

મૂત્ર સમસ્યામા :

જો તમારો પેશાબ પીળાશ પડતો હોય તો સુકા ધાણાનો પાવડર ૨ ચમચી એક ગ્લાસ ઠંડા પાણીમા મિક્સ કરી તેને ૫-૭ મિનિટ માટે ઉકાળો અને ઠંડુ કર્યા બાદ તેને ગાળી લઈને સવાર-સાંજ બે ટાઇમ પીવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.

આંખ ની સમસ્યામા :

જો તમારી આંખમાંથી સતત પાણી પડ્યા રાખતુ હોય તો કોથમીરથી તમને તુરંત જ આરામ મળે છે. આ માટે થોડી કોથમીર લઈ તેને વાટી લેવી અને તેમા પાણી ઉમેરી ઉકાળી લેવી, થોડીવાર ઉકાળ્યા બાદ તેને ઠુંડુ થવા મૂકી દેવુ અને ગાળીને કોઈ પાત્રમા ભરી લેવુ. દરરોજ તેના ટીપા આંખમા નાખવાથી આ સમસ્યામાંથી રાહત મળે છે. અને આંખમાંથી પાણી ટપકવાનું બંધ થઈ જાય છે.

સંધિવા :

ધાણામા પુષ્કળ પ્રમાણમા એન્ટિઇન્ફ્લેમેટરી નામના ગુણતત્વ સમાવિષ્ટ હોય છે. જો તેના ઓઈલથી ગોઠણ પર નિયમિત માલિશ કરવામા આવે તો સંધિવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે તેમજ હાડકામા આવતી નબળાઈઓ દૂર થાય છે. જો તમે ૧૦ ગ્રામ ધાણાના દાણા, ૨૫ ગ્રામ સૂંઠ, ૧૦ ગ્રામ મરી, ૧૦ ગ્રામ લવિંગ, ૧૦ ગ્રામ અજમા અને ૫ ગ્રામ સિંધવ નમક આ બધાને એકસાથે મિક્સ કરી, આ ચૂર્ણને હુંફાળા ગરમ પાણી સાથે મિક્સ કરી સેવન કરવાથી સાંધાના દુઃખાવાની સમસ્યામા રાહત મળે છે.

અતિસાર:

જો પેટમા તમને જ્વલંતશીલ ગરમીનો અનુભવ થઇ રહ્યો હોય અને તેના કારણે તમને વારંવાર ઝાડા થઇ રહ્યા હોય તો તમે ૫૦ ગ્રામ કોથમીર વાટી છાશ કે ઠંડા પાણીમા મિક્સ કરી દિવસમા બે વાર પીવો, આમ કરવાથી ઝાડાની સમસ્યામા ઘણી રાહત મળશે.

ખીલ :

જો તમે તમારા ચહેરા પર વારંવાર થતા ખીલની સમસ્યાથી પીડાતા હોવ તો બે ચમચી ધાણાનો પાવડરને ૧/૨ ચમચી ગ્લિસરીનમા મિક્સ કરી ચહેરા પર લગાવવામા આવે તો ચહેરા પરના ખીલની સમસ્યા દૂર થાય છે. આ સિવાય કોથમીરના થોડા પાંદડા લઈ તેને વાટીને એક ચપટી હળદર મિક્સ કરીને આ તૈયાર થયેલા લેપને દિવસમા બે વાર ચહેરા પર લગાવી લેવો. નિયમિત તેનો ઉપયોગ કરવાથી થોડાક જ સમયમાં ખીલ તેમજ તેના દાગ દૂર થઇ જાય છે અને તમારો ચહેરો સુંદર બને.

શરદી તેમજ ઉધરસ :

જો તમે બે ચમચી ધાણા અને સાકરને સપ્રમાણ ભાગમા વાટી લઇ ત્યારબાદ તેને ચોખા પલાળેલા પાણીની સાથે મિક્સ કરીને દર્દીને પીવડાવવામા આવે તો શરદી અને ઉધરસની સમસ્યામા રાહત મળે છે. જો તમારી છાતીમા કફ ભરાઈ જતો હોય તો ૫૦ ગ્રામ ધાણાનો પાવડર , ૧૦ ગ્રામ મરી , ૫ ગ્રામ લવિંગ અને ૧૦૦ ગ્રામ સૂંઠ મિક્સ કરી ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણને મધ સાથે ચાટવાથી આ સમસ્યામા રાહત મળે.

એડકી :

જો તમને નિરંતર એડકી આવતી હોય તો ધાણાનુ સેવન કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. જો તમે આ આખા ધાણાના અમુક દાણા મોઢામા રાખી તેના રસને ચૂસો તો એડકીની સમસ્યામા રાહત મળે છે.

મસા :

મસા બે પ્રકારના હોય છે. વાયુવાળા મસા અને બીજા લોહીવાળા મસા. જો મસામાથી લોહી નીકળે તો તેને લોહીવાળા મસા કહેવાય છે. તે મુખ્યત્વે કબજિયાતની સમસ્યાના કારણે થાય છે. આ એક ખુબ જ ગંભીર બીમારી છે. આ સમસ્યાના નિદાન માટે વેસેલિનમા વાટેલો કાથો , આખા ધાણા ૧૦૦ ગ્રામ, ૧૦ ટીપા કેરોસીન અને સત્યાનાશી છોડના મૂળ આ બધી જ વસ્તુઓને વાટીને ચાળીને વેસેલિનમા મિક્સ કરી લેવી. આ મલમને લગાવવાથી મસાની સમસ્યામા રાહત મળે છે. આ સિવાય જો ધાણાના ઉકાળામા સાકર ભેળવી નિયમિત ૨-૩ વાર પાણી સાથે પીવાથી લોહીયાળ મસાની સમસ્યામા રાહત મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top