શારીરિક તંદુરસ્તી માટે અનેક પ્રકારના સલાડ ખાવાનું સલાહભર્યું છે. જે સલાડમાં કાકડી ન હોય એ સલાડ અધૂરું ગણાય, પછી એ હોટલ હોય કે ઘર. કાકડીમાં વિટામીન-A, પોટેશિયમ, ફોસ્ફરસ, લોહતત્વ જેવા અનેક પ્રકારના પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા છે. કાકડીમાં ઈરેપ્સિન નામનું એક એન્ઝાઈમ પણ છે જે શરીરમાં પ્રોટિનને પચાવવામાં મદદરૂપ થાય છે. કાકડીને છાલ સહિત કાચી જ ખાવી જોઇએ. કાકડી પર મીઠું ના લગાડો.
વાળનો ગ્રોથ :
કાકડીમાં સિલિકોન અને સલ્ફર પણ વધારે માત્રામાં હોય છે. જે વાળનો ગ્રોથને અત્યંત વધારે છે. કાકડીનાં રસથી વાળને ધોવા અને કાકડીના રસમાં ગાજર, પાલકનો રસ મેળવીને પીવો તો વાળ વધશે.
ચહેરાની ત્વચા :
ચહેરાની ત્વચા ચિકણી રહેતી હોય તો કાકડીને ઘસીને પાણીથી મોઢું ધોવો. ચિકણાશ જતી રહેશે. રોજિંદા કાકડીનો રસ મો પર લગાડવાથી ચહેરા પરનાં ડાઘ-ધબ્બા દુર થાય છે. કાકડીનો રસને મો, હાથ અને પગ પર લેપ કરવાથી તે ફાટતા નથી અને તેનાથી સૌદર્ય વધે છે. આ સ્વાસ્થ્ય ની સાથે સૌન્દર્ય વધારવા માટે પણ ઉપયોગી છે. બ્યુટી પાર્લરમાં મોટાભાગે આને રાખવામાં આવે છે. આની ગોળ સ્લાઈસ કરીને આંખો પર રાખવાથી આંખોને થકાન દુર થાય છે અને આંખની આજુબાજુ થયેલ કાળા કુંડાળાઓ દુર થાય છે. ઉપરાંત આંખોમાં થતી બળતરા પણ દુર થાય છે.
બ્લડપ્રેશર :
કાકડીમાં પોટેશિયમ ભરપુર માત્રામાં મળે છે. કાકડીનો રસ ઊંચા અને નીચા બન્ને બ્લડપ્રેશરમાં પણ અતિ લાભદાયી છે.
મગજની ગરમીને દુર :
કાકડીના બીજ બહુ ફાયદાકારક હોય છે. આ મગજની ગરમીને દુર કરવા સહાયક છે. આના સેવનથી ચીડચીડાપન જેવા માનસિક વિકારો દુર થાય છે. મગજની ગરમી દુર કરી તેમાં ઠંડાઈ કરવાનું કામ કાકડીના બીજ કરે છે.
સ્ટ્રેસ :
આજકાલ બીઝી લાઈફસ્ટાઈલ ના કારણે સ્ટ્રેસ, તનાવ લોકોમાં જોવા મળે છે, જેનાથી લોકોને ખુબ તકલીફ નો સામનો કરવો પડે છે. કાકડી માં જે વિટામીન ‘બી’ હોય છે તે અધિવુક્ક ગ્રંથી ને નિયંત્રિત કરી તણાવ ને કારણે થતી ક્ષતિ ને ઘટાડવા મદદરૂપ થાય છે.
કેન્સરને ટાળે :
એન્ટીઑકિસડન્ટ્સ સિવાય, કાકડીમાં પણ ક્યુક્યુબિટિસીન્સ કહેવાય છે અને લિનગાન્સ કહેવાતા પોષક તત્વોનો સમૂહ છે, જે કેન્સરને રોકવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. કાકડીમાં મળેલી ડાયેટરી ફ્લેવોનોઇડ ફિસીટીન પ્રોસ્ટેટ કેન્સરની પ્રગતિને ધીમું કરવામાં મદદ કરી શકે છે.
હાડકાની હેલ્થ વધારે :
કાકડી ની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન કે હોય છે. અને એની જરૂર આપણને આપણા શરીરની અંદર પ્રોટીન અને આપણા હાડકાને સ્વાસ્થ્યને મજબૂત અને તેના ટિશ્યુઝ ને હેલ્ધી રાખવા માટે જરૂરી હોય છે. અને તેના માટે કાકડીનું પાણી પીવાથી વધુ સારો ઉપાય શું હોઇ શકે છે.
કબજિયાત :
પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને અપચાથી છૂટકારો અપાવવામાં કાકડી ખૂબ ફાયદાકારક હોય છે.દરરોજ કાકડી ખાવાથી ઝેરી પદાર્થો શરીરની બહાર નિકળી જતા હોય છે અને આમ થવાથી પેટ એ કદમ બરાબર રહે છે.ત્યાં જ તેની અંદર ફાઇબર મળી આવે છે જેના કારણે તમને કબજિયાત અને અપચાની તકલીફ નથી થતી.
મોંની દુર્ગંધ દૂર થાય :
મોંમાથી દુર્ગંધ આવવા પર કાકડીનાં એક ટુકડાને પોતાના મોંમાં થોડીવાર માટે રાખી લો.આમ કરવાથી મોંમાં દુર્ગંધ પેદા કરનાર જીવણ મરી જશે અને તમને મોંમાથી દુર્ગંધ આવવાની મુશ્કેલીથી રાહત મળી જશે.
વજન ઘટાડવા :
કાકડીમાં કેલરીનું પ્રમાણ ઓછું અને પાણીનું પ્રમાણ વધારે હોય છે. એટલે શરીરનું વજન ઘટાડવા માટે આ ફળ/શાકભાજીનું સેવન કરવું હિતાવહ છે.
કિડની :
શરીરમાં વધી ગયેલા કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવાનો પણ કાકડીમાં ગુણ છે. કાકડીનો રસ કિડનીની તંદુરસ્તી માટે ઉત્તમ છે.
સાંધાના દુખાવા :
ઉંમર વધે તેમ લોકોને સાંધાના દુખાવાની ફરિયાદ વધે છે. એ વખતે ગાજરની સાથે કાકડીનું સેવન કરવાથી સાંધાની પીડા ઘટે છે.
ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત :
ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં કાકડી ખૂબ મદદરૂપ હોય છે.તેની અંદર ઘણી પ્રકારનાં એન્ટિ ઓક્સિડેન્ટ રહેલા હોય છે જે શરીરની ઈમ્યૂનિટી સિસ્ટમને સરસ જાળવી રાખવાનું કાર્ય કરે છે અને આમ થવાથી તમારા શરીરની રક્ષા ઘણી પ્રકારની બિમારીઓથી થાય છે.