તમારા બાળકો ઓનલાઇન ક્લાસ માટે વાપરી રહ્યા છે ફોન તો અચૂક જાણો સ્માર્ટફોનથી શરીરને થતાં આ ગંભીર નુકશાન વિશે. 

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આધુનિક યૂગમાં ખૂબ નાના-નાના બાળકોને સ્માર્ટ ફોન આપી દેવામાં આવે છે જેથી બાળકને ગંભીર નુકસાન થઈ શકે છે. બાળક સ્માર્ટફોન પર વીડિયો અને ગેમ્સમાં ખોવાયેલું રહે છે અને મા-બાપને હેરાન નથી કરતા, પરંતુ પછી તેનું ગંભીર પરિણામ આવે છે તે ભોગવવું પડે છે.

આમ તો સ્માર્ટફોનનો વધું ઉપયોગ કોઈ પણ ઉંમરના બાળકો અથવા યુવાન વ્યક્તિએ પણ ન કરવો જોઈએ, પરંતુ માતા પિતા 2 વર્ષના બાળકને સ્માર્ટફોન આપી રહ્યાં છે, તે બાળકની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો ચાલો જાણો તેનાથી શું થઈ શકે છે ગંભીર નુકસાન….

નાની ઉંમરમાં જ બાળકને મોબાઇલ આપી દેવાના કારણે તેની લાઈફ સ્ટાઈલ નિષ્ક્રિય અને ગતિહીન બની જતી હોય છે. ધીમે-ધીમે બાળકનું એક્ટિવ લેવલ ઓછું થવા લાગે છે. જેને કારણે બાળક એક જગ્યાએ બેસી રહેવાથી શરીરનો મોટાપો વધી જાય છે અને બીજી અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં આવવા લાગે છે. બાળકનો માનસિક વિકાસ થવો જોઈએ તે થતો નથી બાળક સૂનમૂન રહે છે અને કોઈ સાથે વાત પણ કરતું નથી.

મોબાઈલનો વધુ પડતો ઉપયોગ મોટાઓ માટે આંખને નુકસાનકારક તો છે જ તે પરંતુ નાની ઉમરથી જ નાના બાળકોને ચશ્માનો સહારો લેવો પડે તે બાબત પર વાલીઓએ પોતાના બાળકોને મોબાઈલ આપવાને બદલે અન્ય કોઈ એક્ટિવિટી તરફ દોરવા જોઈએ. વધુ પડતા મોબાઈલના ઉપયોગથી બાળકોનું માથું દુખે છે, આંખ લાલ થવી, આંખો બળવી, આંખ સુકાઈ જવી અને વધુ પડતા મોબાઈલના ઉપયોગથી આંખના નંબર પણ વહેલા આવી જતા હોય છે.

નાની ઉંમરમાં સ્માર્ટફાન પર વીડિયો જોવા અને ગેમ રમવાથી બાળકમાં ગેજેટનું એડિક્શન ઉત્પન થાય છે. આ એડિક્શન બાળકના માનસિક અને શારીરિક વિકાસમાં અડચણ પેદા કરે છે. બાળક પોતાનો વધુમાં વધુ સમય સ્માર્ટફોન જોઈને કાઢવા માંગે છે. જેથી અન્ય પ્રવૃતિઓથી તે દૂર થઈ જાય છે.

મોબાઈલ ના કારણે આજે બાળકો ઘરની બહાર રમવાનું પસંદ કરતા નથી તેને બદલે સ્માર્ટ ફોનની અંદર ગેમ રમવાનું વધારે પસંદ કરે છે. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા પ્રમાણે બાળકો માટે આ એક સૌથી મોટો જીવનો ખતરો સાબિત થઈ શકે છે. તેને કારણે આગળ જતા બાળકને હૃદય, ડાયાબિટીસ, હાઇપર ટેન્શન કે પછી કેન્સર જેવી ખતરનાક બીમારી થઇ શકે છે.

ખૂબ નાની ઉંમરમાં સ્માર્ટફોન અને ગેજેટ્સના સંપર્કમાં આવનાર બાળકો માનસિક રીતે કમજોર પડી શકે છે. સ્માર્ટફોનનો મગજના કેટલાક ક્રિયાકલાપો પર સારી અસર નથી પડતી. આથી આગળ જતા બાળકનું મગજ નબળું પડી શકે છે.

ચશ્મા પહેરીને મોબાઈલ સામે કામ કરી રહ્યા હોય તો એક વસ્તુનું ધ્યાન રાખવું કે ચશ્માનો લેન્સ હાઇ ક્વોલિટી નો હોવો જોઈએ. એવામાં તમે યુવી ફિલ્ટર અને બ્લુ લાઈટ ફિલ્ટરની સાથે આવનારા લેન્સ જ ઉપયોગ કરો. દિવસમાં ઘણી વાર આંખો ધોવી એક સારી આદત છે.

જે બાળક પોતાનો વધું સમય સ્માર્ટફોન અથવા અન્ય ગેજેસ્ટને જોવામાં સમય પસાર કરે છે, તે હંમેશા ભણતરમાં પાછળ રહે છે. વાસ્તવમાં, તેને પુસ્તક વાંચવાનો સમય નથી મળતો. તેમની દુનિયા ગૂગલ સુધી સિમિત રહી જાય છે. તે વિચારે છે કે જ્યારે તેને સ્માર્ટફોનમાં ગૂગલ છે તો હવે પુસ્તક વાંચવાની શું જરૂર છે. આવા બાળક અભ્યાસમાં કયારેય આગળ નથી આવતાં.

બાળકોની સાથે તેના માતા-પિતાને પણ રાત્રે સુવાના સમયે વારંવાર મોબાઇલ જોવાની આદત હોય છે. જેને કારણે આંખોને ખૂબ જ નુકસાન પહોંચે છે. એક રિસર્ચ અનુસાર રાત્રે આ રીતે મોબાઈલ વાપરો એ માણસને અંધ બનાવી દે છે. મોબાઇલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઇટ આંખોના રેટીનાને ખુબ જ નુકશાન પહોંચાડે છે. જેને કારણે ફક્ત 50 વર્ષની ઉંમરમાં જ અંધાપો આવી જતો હોય છે.

જો ઘરમાં એક વર્ષનું બાળક હોય તો તેને ક્યારેય પણ મોબાઇલ સ્ક્રીન સામે આવવા દેવુ ન જોઈએ. આ ઉપરાંત એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકોને દિવસની અંદર એક કલાકથી વધારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ આપવા જોઈએ નહીં. દિવસ દરમિયાન ત્રણ કલાક ફિઝિકલ એક્ટિવિટી બાળકો માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top