કપાસી મોટાભાગે દરેક વ્યક્તિના પગમાં જોવા મળે છે. તે સફેદ કલરની હોય છે. સામાન્ય રીતે પગની આંગળી ઉપર અથવા પગના તળિયામાં જોવા મળે છે. તેનાથી ઘણા લોકો પરેશાન થતા હોય છે. ઘણા લોકોને ચાલવામાં પણ તકલીફ થતી હોય છે. પગમાં દુખાવો થતો હોય છે. ઘણા લોકો તેનું ઓપરેશન પણ કરાવે છે.
આયુર્વેદમાં જણાવ્યા મુજબ લોહી ની ખામી અથવા ચરબીના વધારે પડતાં ભાગ ને લીધે પગના તળિયામાં સખત ગ્રંથિ રચાઈ છે. જેને કપાસી કહેવાય છે. સૌપ્રથમ આપણે જાણીશું કપસી થવાના કારણો. લાકડાની ખાંચ થવા કાંટા વાગવાથી, ઉંચી એડીના ચપ્પલ પહેરવાથી, ઉઘાડા પગે ચાલવાથી, પગની કોઈ ઈજા, જન્મજાત વિકૃતિ હોવાથી પણ કપાસી થાય, ખેતર અથવા ગાર્ડનમાં કામ કરવાથી, ગરમ જગ્યાએ ચાલવાથી વગેરે કારણોસર આ રોગ થાય છે.
હવે અમે તમને જણાવીશું કપાસીના સરળ ઘરેલુ ઉપચાર. રાતે 1 ચમચી જેઠીમધના પાઉડરને સરસિયાના તેલમાં મિક્સ કરી પેસ્ટ બનાવી, કપાસી પર લગાવો. પછી તેના પર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. સવારે આ પટ્ટી હટાવી નવશેકા પાણીથી ધોઈ લો. આ ઉપાય કપાસી દૂર ન થઈ જાય ત્યાં સુધી રોજ કરો.
કપાસી થી રાહત મેળવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરો અને કાચા પપૈયાના રસમા તમે કોટન ડૂબાડીને કપાસી પર લગાવીને તેની પર આ પટ્ટી બાંધી લો અને તેને આખી રાત લગાવી રાખી મૂકો અને આ ઉપાયો કરવાથી થોડાક દિવસમાં જ આ સમસ્યા ગાયબ થશે. દરરોજ રાત્રે સુતી વખતે ચા અથવા સુંઠવાળા દુધમાં 1 થી 2 ચમચી દીવેલ પીવું.
દીવેલમાં ફુલાવેલ ટંકણખારની ભૂકી મિલાવી, કપાસી પર માલીસ કરવું. આ ઉપાય માત્ર થોડા દિવસો સુધી કરવાથી કપાસી મટે છે. જ્યારે કપાસી થાય ત્યારે જેઠીમધ આ દર્દને ઓછું કરવામાં અસરકારક રીતે કાર્ય કરે છે. જેઠીમધમાં ગ્લીસેરઈજેન નામનું તત્વ હોય છે જે દુખાવાને ઓછો કરવામાં અને કડક ચામડીને મુલાયમ બનાવવામાં ઉપયોગી છે.
જેઠીમધના ૩ થી 4 સ્ટીક લો અને તેને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં તલનું તેલ અથવા સરસવનું તેલ ભેળવી દો. આ પેસ્ટને સુતા પહેલા કપાસીવાળી જગ્યા પર ધીરે ધીરે રગડો. રાત્રીભર આ પેસ્ટને અહિયાં રહેવા દો અને તેનાથી ચામડી નરમ થઇ જશે.
કપાસીનો ઇલાજ કરવા માટે મુલેઠી કોઇ ઔષધી થી ઓછી નથી. એક ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લે. ત્યાર પછી સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઈ લો. થોડાક દિવસ સુધી આ ઉપાય કરવાથી આ સમસ્યાથી રાહત મળશે.
લસણમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગસ ગુણ હોય છે. જે કપાસીના ઈલાજમાં કારગર છે. તેના માટે 3 લસણની કળીઓને શેકીને તેમાં 2 લવિંગનો પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવી કપાસી પર લગાવો. પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. સવારે નવશેકા પાણીથી પગ ધોઈ લો. એક ટબમાં ગરમ પાણી અને સિંધવ મીઠું નાખીને તેને 10-15 મિનિટ માટે પલાળી રાખો. પછી પગને પાણીથી ધોવા અને ટુવાલથી સાફ કરો. આ પછી નાળિયેર તેલ અથવા મોઇશ્ચરાઇઝર લગાવો. દર અઠવાડિયે ઓછામાં ઓછું 2-3 વાર આ કરો.
25 ગ્રામ ગરમ મીન કે વેસેલીનમાં 1 ગ્રામ મોરથુથુપાવડર, 2 ગ્રામ ખાવાનો સોડા બાયકાર્બ, 1.5 ગ્રામ ફુલાવેલ ટંકણખાર કે બારીક પાવડરને ખુબ સારી રીતે મિક્સ કરી મલમ કરી, તેની પટ્ટી બનાવી, કપાસી પર મુકવાથી તે ઉપસી આવે, ત્યારે કાપી નાંખી ઈલાજ કરવાથી કપાસી મટે છે. કોટન બોલમાં ટી ટ્રી ઓઈલ લઈને કપાસી પર લગાવીને ઘસો. તેના પર ટેપ લગાવી આખી રાત રહેવા દો. સવારે પગ ધોઈ લો.
ટબ અથવા બાલ્ટી માં ગરમ પાણી ભરી દો અને સિંધવ મીઠું ભેળવીને કપાસી જે જગ્યાએ હોય તે જગ્યાએ 10 થી 15 મિનીટને માટે ડુબાડીને રાખો. સિંધવ મીઠામાં આવેલા એન્ટીબેક્ટેરીયલ ગુણ કપાસીને મટાડવા માટે ઉપયોગી છે.
1 ચમચી હળદર અને 1 થી 2 ચમચી મધ ભેળવીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને કપાસીની જગ્યા પર લગાવીને સુકાવા દો. આ પછી આ પેસ્ટને ગરમ ગરમ પાણી વડે ધોઈ લો. આ પેસ્ટનો ઉપાય 15 દિવસ સુધી કરવાથી કપાસીનો પ્રશ્ન કાયમી નાબુદ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.