અતિયારના સમયમાં લોકો ની લાઈફ ઘણી વ્યસ્ત થઈ ચૂકી છે અને આજની સ્ટ્રેસવાળી લાઇફમાં સૌથી વધારે અસર આપણી હેલ્થ અને આપણી સ્કિન ઉપર પડે છે. પરંતુ આજના સમયમાં રહેવા લુક્સની સાથે કોઇ સમજૂતી નથી કરી શકતા. તેના લીધે આપણે અલગ અલગ સ્કિન પ્રોબ્લેમ્સ માટે અલગ અલગ ઉપાય કરીએ છીએ – ક્યારેક ડોક્ટર તો ક્યારેક મોંઘા કોસ્મેટિક્સ!
પરંતુ આ બંનેમાંથી સૌથી વધારે ફાયદો આપે છે ઘરેલુ નુસખા. જી હાં, ઘરેલુ નુસખા સસ્તા હોવા ઉપરાંત અસરદાર પણ હોય છે. તેના અનેક ફાયદાઓ થાય છે, જે તમે ઘરે જ ટ્રાય કરી શકો છો, ફુદીનાથી સ્કીન પ્રોબ્લેમથી છુટકારો મેળવી શકો છો, તો ચાલો જાણીએ ફુદીનાના ફાઇદા વિશે.
ફૂદીનાના કેટલાંક પાનને પાણીમાં પીસી લો. હવે તેમાં એક નાની ચમચી મધ મેળવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ બાદ હળવા હાથે મસાજ કરતા ધોઈ લો. આવું કરવાથી ફ્રેશ અને ગ્લોઇંગ સ્કિન મળશે. મોટાં ખીલ પર તમે ફૂદીનાનું ઓઇલ લગાવીને રાતોરાત ગાયબ કરી શકો છો.
ફુદીનામાં ખાસ્સી માત્રામાં એસિડ જોવા મળે છે, તેથી તે ખીલ પર અસરદાર છે. ફુદીનાને બારીક પીસી લો, હવે તેમાં મુલતાની માટી અને ગુલાબજળ મેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. તેને ચહેરા પર લગાવો અને સૂકાઇ જાય પછી ચહેરાને ધોઇ લો.
એક કટોરી ફુદીનાના પાનને 2 કપ પાણીમાં ઉકાળી લો. આ પાણીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ના રહી જાય. આ પાણીને ઠંડુ કરીને એક બોટલમાં ફ્રીઝમાં સ્ટોર કરી દો. દિવસમાં બે વાર આ પાણીમાં રૂ ડૂબાડીને તેને ચહેરા પર લગાવો. આનાથી તમારાં ચહેરા પર જોવા મળતું તેલ ઓછું થઇ જાશે.
ઘણીવાર ખીલ મટી ગયા બાદ પણ તેના ડાઘ ચહેરા પર રહી જાય છે. ફુદીનાના પાનને પીસી લો અને તેમાં ટમાટરનો રસ મેળવો (ધ્યાન રાખો કે મિશ્રણ વધારે પાતળું ના થઇ જાય). આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ બાદ ધોઇ લો. તમે ટમાટરને બદલે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.
2 કપ ફુદીનાના પાનને 1 લીટર પાણીમાં ડૂબાડીને ઉકાળો. આ પાણી સ્હેજ ઠંડુ થઇ જાય ત્યારે તેમાં થોડીવાર માટે પગ ડૂબાડીને રાખો. આનાથી પગની શુષ્કતા ઘટશે ઉપરાંત પગની દુર્ગંધથી પણ છૂટકારો મળશે. આ સિવાય ફુદીનાના પાનને પીસીને, ઓલિવ ઓઇલની સાથે મેળવીને પેસ્ટ તૈયાર કરો અને તેને એડીઓ પર લગાવો. અડધા કલાક બાદ તેને ધોઇ લો.
ફુદીનાના પાન અને કાચી હળદરને એકસાથે પીસી લો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યાએ લગાવીને 15 મિનિટ માટે છોડી દો અને પછી ઠંડા પાણીથી ધોઇ લો. ફુદીનો સ્કિનને બળતરાંથી રાહત આપશે અને હળદર રંગ નિખારે છે. ફુદીનાના પત્તાને બારીક પીસી લો અને તેમાં ઓટ્સ મેળવીને સ્ક્રબની માફક ઉપયોગ કરો. આ સિવાય છાલવાળી મગની દાળને સૂકવીને પીસી લો અને તેમાં ફુદીનાની પેસ્ટ અને દહીં મેળવો. આ પેકને ચહેરા પર લગાવો, 10 મિનિટ બાદ હળવા હાથે તેને ધોઇ લો.
ફુદીનો, વધતી ઉંમરની નિશાનીઓ માટે પણ કમાલ છે. ફુદીનાને પીસી લો તેમાં થોડી મુલતાની માટી અને ગુલાબ જળ મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો, સૂકવવા દો પછી ઠંડા પાણીથી ધોઇ લો. જો કોઈ વ્યક્તિને શરીર પર સોજા ઓછા થતાં ના હોય ત્યારે ફુદીનાના પાન ને વિનેગર મા ઉમેરી પીસી તે લેપ લગાવવાથી સોજા ઓછા થાય છે.
ખીલ અને રેસીસ ને કારણે થયેલા ડાઘા દૂર કરવા માટે તમે ફુદીનાનો રસ કાઢી તે ખીલ ના ડાઘાની જગ્યાએ લગાવવાથી તે ડાઘ દૂર થાય છે ઋતુ બદલાવને કારણે ઘણી બધી વ્યક્તિઓને તાવ શરદી ઉધરસ ની સમસ્યા થાય છે આ સમયે જો તમે ફુદીનાના પાનનો ઉકાળો બનાવી તેનું સેવન કરો છો તો તાવ, શરદી ઉધરસ મા રાહત રહે છે.
સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે લાઇક કરો
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.