શિયાળામાં ભૂલ્યા વગર પીવો આ દેશી રાબ, જીવો ત્યાં સુધી નહિ જવું પડે દવાખાને

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં વધતી જતી ઠંડીમાં લોકો અવનવા પાક જેમકે અડદિયા, ગુંદરપાક બનાવીને ખાતા હોય છે જેનાથી શરીરને ગરમી મળી રહે. એવી જ રીતે બાજરાની રાબ એ શિયાળામાં સૌથી વધારે પીવાય છે. કેમકે રાબ એ શિયાળા માં શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ઉધરસ અને કફ ને દૂર કરે છે. રાબ માં વપરાતા ગોળ અને નાળિયેર હાડકાને મજબૂત કરેછે તથા સુંઠ અને અજમો ઠંડા વાયુને દૂર કરે છે.

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કેબાજરીના લોટમાંથી બનાવેલી રાબ.

બાજરાના લોટની રાબ બનાવવવાની રીત:

સામગ્રી: 2 ચમચી દેશી ગોળ, 1 ગ્લાસ પાણી, 2 ચમચી ઘી, 2 ચમચી બાજરીનો લોટ, 1/2 ચમચી સૂંઠ પાઉડર અને અજમા પાવડર

બનાવવાની રીત:

એક પેનમાં ગોળ અને પાણી લો. આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. એક પેનમાં ઘી લઈને તેને ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ શેકી લો. આશરે 3-4 મિનિટ અથવા જ્યાં સુધી બાજરીના લોટનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી શેકો. બાજરાનો લોટ શેકાય જાય એટલે તેમાં સૂંઠ અને અજમા પાઉડર ઉમેરો અને ફરીથી 1-2 મિનિટ માટે શેકી લો. હવે આ મિશ્રણમાં ગોળવાળુ પાણી ઉમેરીને ફરીથી ગરમ થવા દો. જ્યાં સુધી બધી સામગ્રી એકબીજા સાથે મિક્સ ન થઈ જાય અને ઘી ઉપર ન દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દો. (આશરે 10 મિનિટ). તો તૈયાર છે બાજરીના લોટની રાબ. આ રાબ પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જશે.

બાજરાના લોટની રાબ થી થતા ફાયદા:

બાજરી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આ રાબ લોહીના પ્રવાહ ને વ્યવસ્થિત રીતે વહેવામાં મદદ કરે છે અને આખાય શરીરને સ્વસ્થ રાખે છે. બાજરી બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવાનું પણ કામ કરે છે. આ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.

અજમો પચાવવા માટે સારો હોય છે જ્યારે આ રાબ પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. આ રાબ થી પેટનું સ્વાસ્થ્ય સારું રહે છે. આ રાબ નું સૌથી મહત્વપૂર્ણ કામ છે રોગપ્રતિકારક શક્તિ ને વધારવાનું. આ સંપૂર્ણ શરીરને ડીટોક્સ કરે છે. જે શરીરમાં રહેલા બૅક્ટેરિયા અને ઝેર ને બહાર ફેંકે છે અને અંદરથી પાચનતંત્રને અને રોગપ્રતિકારક શક્તિને વધારે મજબૂત બનાવે છે.

આ રાબ થી ઘણા બધા પૌષ્ટિક પદાર્થ પણ મળે છે જેમકે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ઝિંક વગેરે જો આ બધા પૌષ્ટિક તત્વોને એક પીણાં માધ્યમથી જ શરીરમાં લઈ જવા ઈચ્છતા હોવ તો બાજરીની રાબ નું સેવન અવશ્ય કરો. આને દરરોજ પીવું ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. આ રાબ ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. જો તમે કોઈ આયુર્વેદિક કે હર્બલ વસ્તુઓ તમારી ડાયટમાં સામેલ કરવા ના ઈચ્છતા હોવ કારણ કે તેનો સ્વાદ અજીબ હોય છે તો તમે આ રેસીપી ને તમારા ડાયટમાં જરૂર સામેલ કરી શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top