શિયાળો આવતા ની સાથેજ દરેક વ્યક્તિ ને હેરાન કરતી સમસ્યા હોય તો તે વાળ માં ખોડો છે. ઘણા લોકો એમ માને છે કે માથામાં ડૅંડ્રફ ત્યારે જ થાય છે કે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય, પરંતુ આ કારણ તદ્દન ખોટુ છે, કારણ કે તેની પાછળ છુપાયેલી છે. એક યીસ્ટ કે જે માથાની મૃત ત્વચાને ખાઈ જાય છે. અને માથામાં જામેલા તેલને પણ. તેથી આપણા માથાની ત્વચાની કોશિકા બહુ ઝડપથી ઝરવા લાગે છે, અને આપણે સમજીએ છીએ કે આપણા માથામાં ખોડો થઈ ગયો છે.
આમળા એક પ્રકાર ના ટોનિક નું કામ કરેછે. આમળા માં રહેલ વિટામીન એ અને વિટામીન સી ખોડા ને જલ્દી થી દૂર કરવામાં મદદ કરે છે. ૨ ચમચી આંબળા પાવડર અને એક કપ નારિયેળ/ઓલીવ ઓઈલ ને મિક્ષ કરી ને ગરમ કરો. જ્યાં સુધી તેલ નો રંગ ભૂરો ના થાય ત્યાં સુધી ઉકાળો અને ઠંડુ થયા બાદ વાળ માં લગાવો. ત્યાર બાદ શેમ્પૂ કરી લ્યો.
3-4 લિંબુઓની છિલકા ઉતારી તેમને 4-5 કપ પાણીમાં 15-20 મિનિટ માટે ઉકાળો. જ્યારે ઠંડુ થઈ જાય, ત્યારે આ મિશ્રણ વડે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર પોતાના વાળ ધોવાથી ખોડા માં ફાયદો થાય છે.
2 ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળો અને બીજી સવારે તેને પીસીને લેપ બનાવી લો. આ લેપને પોતાના વાળ તથા માથા પર ઓછામાં ઓછી 30 મિનિટ માટે લગાવો. 30 મિનિટ બાદ વાળને સારી રીતે ધોઈ નાંખો. દહીંમાં લેક્ટ્ટોબેસિલસ પેરાંસેસી નામ ના બેક્ટેરિયા હોય છે. જે વાળ માં ખોડા ને જલ્દી થી થવા દેતા નથી. અથવા તો કહી શકાય કે અટકાવે છે. આનો તમારે દર ૧૫ દિવસે ઉપયોગ કરી શકો છો.
એક કપ દહીં ને અથવા તો તમારા વાળ ના ગ્રોથ મુજબ શેમ્પૂ કરેલા વાળ માં ૧૫ થી ૨૦ મિનીટ લગાવી રાખો. ત્યારબાદ ફરી વાળ ને શેમ્પૂ વડે ધોઈ નાખવા. સોડામાં રહેલ એન્ટી ફંગલ ગુણ ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. જો કોઈ વ્યક્તિ ને એલર્જી ની સમસ્યા હોય તો વાળ માં લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવું. વાળ ને ભીના કરીને એક થી બે ચમચી બેકીગ સોડા લઇ ને સ્કેલ્પ માં ૧ થી ૨ મિનીટ જ રાખી ને વાળ ને શેમ્પૂ કરી લેવું. તમે શેમ્પૂ માં મિલાવી ને પણ વાપરી શકો છો.અઠવાડિયા માં ૨ વખત આનો ઉપયોગ કરી શકો છો.
વિનેગર (સરકો) તેમજ પાણીનું સરખા પ્રમાણમાં એક મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને પોતાના માથે લગાવી રાત ભર માટે છોડી દો. બીજી સવારે પોતાના વાળને બાળકોનાં શૅમ્પૂથી ધોઈ લો.આમ કરવાથી ખોડા માં ફાયદો થાય છે.
બે ઇંડાઓને ફેંટીને બનેલા લેપને પોતાના માથે લગાવો અને એક કલાક બાદ સારી રીતે ધોઈ લો. આ ઉપચારથી વાળમાંથી ખોડો જતો રહેશે અને વાળ ઉતરવામાં ઘટાડો થશે.
નીલગીરી નું તેલ ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. નીલગીરી નો અર્ક વાળ માં રહેલી ડ્રાયનેસ ને દૂર કરે છે. ૨ થી ૩ ટીપા નીલગીરી નું તેલ અને ૨ થી ૩ ટીપા નારિયેળ તેલ ના મિક્ષ કરી ને વાળ ની પાથીએ પાથીએ લગાવી ને ૩૦-૩૫ મિનીટ વાળ માં રહેવા દો પછી સાદા પાણી વડે વાળ ધોઈ લ્યો.
૨ થી ૩ ચમચી મેથી ના દાન ને રાત્રે પલાળી લો. સવારે તેની ફાઈન પેસ્ટ બનાવી ને તેને દહીં અથવા નારિયેળ ના તેલ સાથે મિક્ષ કરી ને અડધા કલાક સુધી વાળમાં રહેવા દો. ત્યાર બાદ શેમ્પૂ વડે વાળ ને ધોઈનાખો, ૧૫ થી ૨૦ દિવસે આ ઉપાય કરવો.
ઘણા બધા એન્ટીડેન્ડ્રફ શેમ્પૂ માં લસણ નો ઉપયોગ થાય છે. લસણ માં એન્ટી ફંગલ ગુણ હોવાથી ખોડા ને દૂર કરવામાં મદદ કરે છે. એક થી બે લસણ ની કડી ને છોલી ને કચડી ને એક કપ ઓલીવ ઓઈલ સાથે મિક્ષ કરી ગરમ કરો. ઠંડુ થઇ ગયા પછી વાળ ની પાથી પાડી લગાવો લગભગ અડધા કલાક પછી શેમ્પૂ કરી લો.
એલોવેરા માં રહેલા એનટીબેકટેરીયલ અને એન્ટીફંગલ ગુણ ખોડા ને દૂર કરવામાં ખુબ જ કારગર સાબિત થાય છે. એટલું જ નહિ તમારા વાળ ને મોશચ્યુંરીઝ પણ કરે છે અને તમારા વાળ સિલ્કી પણ થાય છે.