શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ અને તેનાથી થતાં દરેક રોગથી દૂર રહેવા માત્ર કરી લ્યો આનું સેવન, ખાસ મહિલાઓને નહીં પડે દવાની જરૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિમોગ્લોબીન આમ તો લોહતત્વ અને પ્રોટીનનું બનેલું છે. સામાન્ય રીતે ઘણી વખત લોકોને હિમોગ્લોબીન ની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જોકે આ સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. મહિલાના શરીરમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ૧૨ થી ૧૬ મિલીગ્રામ અને પુરૂષમાં ૧૪ થી ૧૮ મિલીગ્રામ હોવું જોઇએ.

આ સાથે ઘણી વખત સીઝન પ્રમાણે ભોજન ના ખાવાથી પણ શરીરમાં હીમોગ્લોબીનનીઓછું થાય જાય છે. જો શિયાળામાં લીલી શાકભાજી, ઉનાળામાં ઠંડા પદાર્થ, ચોમાસામાં ગરમ પદાર્થ નું સેવન કરવા માં આવે તો શરીરમાં લોહીની ઉણપ રહેશે નહી.

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ દૂર કરવા ટામેટા પણ ખૂબ ઉપયોગી બની રહે છે, ટામેટામાં વિટામિન ઇ, થિયામિન, નિઆચિન, વિટામિન બી૬, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને કોપર જેવા પોષક તત્વો હોય છે. તથા વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નીઝનો પણ સારો સ્ત્રોત છે.

બીટનું સેવન શરીરમાં હિમોગ્લોબિન લેવલને વધારવા માટે કરી શકો છો. તેમાં કેલ્શિયમ, આયરન, વિટામિન એ અને વિટામિન સી હોય છે. સાથે જ ફોલિક એસિડ, ફાયબર, મેગ્નીઝ અને પોટેશિયમનો પણ શ્રેષ્ઠ સ્ત્રોત છે.જે હીમોગ્લોબીનની કમી પૂરી કરવામાં મદદરૂપ બને છે.

આમળામાં વિટામિન સી હોય છે. આવામાં જો તમને હિમોગ્લોબીન ની અછત છે તો તમારે આમળાનું સેવન કરવું જોઈએ. તેનાથી તમને રાહત મળી શકે છે. નારિયેળ પાણીનો ઉપયોગ ઉનાળામાં સૌથી વધારે કરવામાં આવે છે. તેનાથી હિમોગ્લોબીન ની સમસ્યા દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં નારિયેળ પાણીનો ઉપયોગ કરીને લોહીની ઉણપ પૂર્ણ કરી શકો છો.

શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારવા માટે દાડમ નો ઉપયોગ કરી શકાય છે,તેમાં ભરપૂર પ્રમાણમાં આયરન, મેગ્નેશીયમ, કેલ્શિયમ અને વિટામિન હોય છે. જે હિમોગ્લોબિન લેવલને વધારવામાં મદદરૂપ છે. સામાન્ય રીતે દૂધનો ઉપયોગ કરવાથી શરીરમાં બધા જ પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. આજ ક્રમમાં દૂધનો ઉપયોગ કરવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે, જેના લીધે હીમોગ્લોબીનની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

અખરોટ પણ શરીરમાં હિમોગ્લોબિનની કમી પૂરી કરી શકે છે. તેમાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે. સાથે જ તે કેલ્શિયમ, મેગ્નેશિયમ ફાઇબર અને વિટામિન બી પણ સમાયેલા હોય છે. હીમોગ્લોબિનની કમીને દૂર કરવા માટે ખજૂર પણ મદદરૂપ થાય છે. ખજૂરમાં કોપર, મેગ્નેશિયમ, મેગ્નિઝ, વિટામિન બી૬, આચિન, પેંટોથેનિક એસિડ અને રિબોલફ્લાવિન જેવા પોષકતત્વો રહેલા હોય છે.

જામફળ હિમોગ્લોબિન વધારે છે. હિમોગ્લબિન વધારવા માં જામફળ કામ કરે છે. જામફળ જેટલું પાકું હોય તે તેટલું પોષ્ટિક હોય છે. મગફળી ખાવાથી પણ ફાયદો થાય છે, તેને ખાવા થી હિમોગ્લોબિન ની કમી ક્યારે થશે નહિ.
સોયાબિન માં પુષ્કળ પ્રમાણમાં હિમોગ્લોબિન હોય છે. સોયાબિન પુલાવ અને શાક તરીકે પણ ખાઈ શકાય છે. આ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન કમી ક્યારે થશે નહિ. સફરજન પણ ફાયદાકારક છે, ઓછા લોકો આ વિશે જાણે છે કે સફરજન આયરન અને પોષક તત્વો સિવાય હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે.

પાલક આયરન કમી ને દૂર કરે છે. પણ સાથે સાથે તે હિમોગ્લોબિનમાં પણ વધારો કરે છે. જો તમે હિમોગ્લોબિન ની કમી હોય તો પાલક ખાવ. એ તમારા શરીરમાં હિમોગ્લોબિન ની કમી દૂર કરે છે. મકાઈના દાણા નું સેવન કરવાથી પણ શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારી શકાઈ છે. તે પોષ્ટિક હોય છે. તેને શેકીને કે બાફીને ખાઈ શકો છો. જો શરીરમાં આયરન વધુ પ્રમાણમાં મળશે તો તેનાથી લોહી બને છે.

ગાજર જો રોજ ગાજર ખાવામાં અથવા તેનો જ્યુસ બનાવી ને પીવામાં આવે તો લોહીની ઊણપને ઘટાડી શકાય છે. તેથી રોજ ગાજર ખાવું જોઇએ. પાણી લીંબુ અને મધ લોહી ઝડપથી વધારવા માટે દરરોજ 1 ગ્લાસ પાણીમાં એક લીંબુ નિતારીને અને તેમાં એક ચમચી મધ મિક્સ કરીને તેનું સેવન કરો .

દાડમના રસમાં થોડું મરી અને થોડું સીંધોમીઠું નાખીને રોજ પીવાથી, આયર્નની ઉણપ પૂરી થવા લાગે છે. શરીરમાં આયર્નની માત્રા વધારવા માટે ગ્લાસ બીટના રસમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન આવે છે. અને લોહી શરીરમાં રચવા બનવા લાગે છે. લસણમાં થોડું મીઠું નાખીને પીસીને તેની ચટણી બનાવી આ ચટણીનું સેવન કરો તે હિમોગ્લોબિન વધે છે. આ હિમોગ્લોબિન વધારવાનો આ સૌથી અસરકારક માર્ગ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top