બજારના મોંઘા ખર્ચા વગર ઘરે જ બનાવો આ સરળ રીતે લીલા મરચાનો પાઉડર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કોઈ પણ તીખી વાનગી બનાવવા માટે ઘણા લોકો લીલા મરચાંનો ઉપયોગ કરે છે. પણ લીલા મરચાં થોડા વધારે દિવસો સુધી સારા રેહતા નથી થોડા દિવષ માં તે બગડી જાય છે. એટલે તેનો પાવડર બનાવાય છે. જે દિવસ નહીં પરંતુ ઘણા મહિનાઓ સુધી બગડતો નથી.

આપણે લીલા મરચાં નો પાવડર પૈસા આપીને બજાર માંથી લાવતા હોઈએ છીએ,પરંતુ હવે તમારે બજાર માં જવું નહી પડે કેમકે આજે આમી તમને જણાવીશું કે લીલા મરચાં નો પાવડર તમે સરળતાથી ઘરે જ કેવી રીતે બનાવી શકો.

લીલા મરચાનો પાવડર બનાવવાની રીત:

જો તમારે બજાર કરતાં પણ વધારે શુદ્ધ અને સારો લીલા મરચાંનો પાવડર બનાવવો છે. તો તમે તેને એક નહીં પરંતુ બે સરળ રીતથી બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા બજારમાંથી 500 ગ્રામ અથવા 1 કિલો લીલા મરચા લાવવા પડશે.
સૌથી પેહલા બજાર માંથી લાવેલા લીલા મરચાને એક થી બે વાર પાણીમાં સાફ કરો. પછી એક વાસણમાં કાઢી લો. હવે બધાં લીલાં મરચાંને બે ભાગમાં કાપી કાપીને એકથી બે દિવસ તડકામાં સૂકવવા માટે રાખો. પછી જ્યારે લીલા મરચાં સુકાય જાય પછી મિક્સરમાં એકથી બે ટીપાં તેલ નાંખો અને તેમાં સમારેલાં બધાં લીલાં મરચાંને એકસાથે વાટીને પાવડર બનાવી લો.

લીલા મરચા નો પાવડર બનાવવાની બીજી રીત :

બીજી રીતથી પણ લીલા મરચાંનો પાવડર બનાવવા માટે સૌપ્રથમ 500 ગ્રામ કે 1 કિલો લીલા મરચાં લો . પછી બજાર માંથી લાવેલા મરચાં ને સારી રીતે સાફ કરીને બધા લીલા મરચાને વચ્ચેથી બે ભાગમાં કાપીને એક વાસણમાં રાખો.

હવે તમે ઓવન ચાલુ કરો. અને માઇક્રોવેવ ની અંદર લીલા મરચાં ને મૂકો.ઓવનની અંદર 5 મિનિટ માટે સૂકવો. 5 મિનિટ પછી ઓવન માંથી લીલા મરચાં કાઢીને મિક્સરમાં નાખીને પીસી લો.આ બીજી રીતે પણ લીલા મરચાં નો પાવડર બનાવી શકાય છે.

લીલા મરચાનો પાવડર ને કેવી રીતે સ્ટોર કરવો તે જોઈએ. તમે લીલા મરચાંની સરખામણીમાં લીલા મરચાંના પાવડરને એક નહીં પણ ઘણા મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય છે. લીલા મરચાના પાવડરને સ્ટોર કરવા માટે તમારે કાચની બરણી અને હવા ચુસ્ત કન્ટેનર માં પાવડર ને રાખવો જેથી તે ખરાબ થશે નહિ.

જ્યારે પણ તમે પાવડરનો ઉપયોગ કરો પછી હંમેશા ઢાંકણને ચુસ્તપણે બંધ કરી દેવું. જો ઢાંકણું બરાબર બંધ ના થયું હોય તો ક્યારેક પાવડર બગડી પણ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top